*
*
…
મિત્રો, આ લેખને અહીં સંક્ષિપ્તમાં રજુ કરી રહી છું, આ માહિતી આમ તો બધા પાસે હશે જ, પરંતુ વિચાર આવ્યો કે, આ કુદરતી કરિશ્માની વિડિયો પણ આપની જોડે શેર કરું.
આપણને રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઇટિંગનો નજારો જોવા મળી જાય તો! આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગસમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. વિશ્વના એવા સ્થળો, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે. વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છે, જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે, જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.
Northern lighting ના રોમાંચ સાથે ફરવા માટે બેસ્ટ છે દુનિયાના આ 10 સ્થળો જ્યાં તમે નોર્ધન લાઇટ્સ જોઇ શકો છો.ટોમ્સો નોર્વે ,યુકોન કેનેડા , લોન્ગયેગબ્યેન નોર્વે, સારીલેસ્કા નોર્ધન સ્કોટલેન્ડ યુકે, કૈંગેર્લુસુઆક ગ્રીનલેન્ડ વિન્ટરના સમયે તમે અહીંની લાઇટનો આનંદ ઉઠાવી શકો છો. અહીં સુંદર લાઇટના નજારાઓ જોવા માટે તમારે એબર્ડીનશાયર, ઉત્તર હાઇલેન્ડ્સ, ઓર્કનેય અને શેટલેન્ડ જવું પડશે. સ્વિડન અને ફિનલેન્ડમાં અત્યંત આશ્ચર્યજનક લાઇટ જોવા મળે છે. કંઇક આવો જ નજારો છે નોર્વેના શહેર ટોમ્સોનો, ટોમ્સોમાં તમે આ કલરફૂલ લાઇટશો જોઇ શકો છો. અહીં તમે શહેરની સુંદરતાની સાથે સાથે કલરફૂલ લાઇટમાં ફરવાનો પણ આનંદ લઇ શકો છો. આ સ્થળ પર તમને એવું લાગશે જાણે રોશની નૃત્ય કરી રહી હોય, તેને જોવાની અલગ જ મજા છે. લાઇટ હળવા ગ્રીન રંગની હોય છે, કેનેડામાં ગ્રીન, યલો, મજેન્ટા અને બ્લૂ કલર મિક્સ લાઇટનો આનંદ ઉઠાવી શકો છો. સ્વીડનનું અબીસ્કો નોર્ધર્ન લાઇટ માટે સૌથી બેસ્ટ સ્થળ છે. ઉત્તર ધ્રૂવની નજીક હોવાના કારણે અલાસ્કાનું ફેયરબેંક્સ શહેર પોતાની ઝગમગાતી રોશની માટે આખી દુનિયામાં ફેમસ છે. રોશની આખા શહેરમાં ફેલાયેલી હોય છે.
( લેખ ઃ સૌજન્ય – દિવ્યભાસ્કર )
One Response to કુદરતી કરિશ્મા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments