Home Blue

Guru Purnima…

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

આચાર્યશ્રી વ્રજેશકુમારજીનાં લાલન, 🙏🏻 ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ .

 પરમ ભગવદીય ચેતનાબેન,

તમને, તમારા પૂરા પરિવારને તથા તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ…!  વૈષ્ણવ કોને કહેવાય કે, જે સદા બધાને પ્રભુ – સ્મરણ કરાવતા રહે..! અને એ અનુભૂતિ તમારામાં, તમારા કાર્યો દ્વારા થઇ રહી છે. આ કલિ-કાલમાં ભગવદ નામ લેવું અને લેવડાવવું, બન્ને દુર્લભ છે, જેને તમે તમારી વેબસાઈટ દ્વારા સુલભ કર્યું છે. પુષ્ટિમાર્ગના વિવધ વિષયો ઉપર તમારા દ્વારા અપાતી માહિતીઓનો, ઘણા વૈષ્ણવોએ લાભ લીધો છે. તમારી અંદર રહેલી, કંઈક ઉત્તમ – કંઈક નવું આપવાની વૃતિથી જ આપની વેબસાઈટે ખુબ લોકચાહના મેળવી છે. પ્રભુને એ જ વિનંતી કરીએ છીએ કે આપને ખુબ જ સામર્થ્ય આપી, આવી જ નામ સેવા આગળ પણ કરાવતા રહે.. એવા આશીર્વાદ. 

 With blessings – Yadunathji.

આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે,  મારા તથા સમગ્ર વૈષ્ણવો વતી આપને પંચાંગ – દંડવત પ્રણામ જેજે ..!!  આજે શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા  “સમન્વય”   તથા સમન્વયના દરેક મહેમાનો પર વરસી છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે ..?  આપશ્રીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવીએ છીએ…

નવેમ્બર – ૨૦૦૫માં જ્યારે ચંપારણ્યની પાવન ભૂમિમાં આપશ્રી ની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવત સાંભળવાનો લાભ મળ્યો, ત્યારે કોઈ અલૌકિક  અનુભૂતિ થઇ … મારું ચંપારણ્ય આવવાનું પણ અચાનક જ નક્કી થયું… તે દિવસે સવારે જ આપશ્રીએ વૈષ્ણવોને કહેલું કે શ્રીઠાકોરજીની અને શ્રી વલ્લભની કૃપા હોય, એ જ અહીંની પાવન ભૂમિ પર ભાગવત સપ્તાહ સાંભળવા ભાગ્યવાન હોય, નહિ તો અહીં આવેલા લોકોને પણ સંજોગોવશાત અહીં થી દુર જવું પડે છે … !  શ્રીજી બોલાવે તો જ આવી શકાય… અને ખરેજ એવું થયેલું …

આપશ્રીની અમૃત વાણીમાં એ શક્તિ છે, કે યશોદાજીની મમતા, ગોપીઓનો વિરહ તાપ જે રીતે ગોપી ગીતમાં વર્ણવી, શ્રોતાઓના હૈયાને હચમચાવી દે છે કે અશ્રુધારા વહે છે .. તો શ્રીઠાકોરજી નાં અનુપમ સૌંદર્યનું વર્ણન, ભક્તિમાં ભાવ વિભોર બનાવી અંતરાત્માને પુલકિત બનાવી દે છે .. !

બાદમાં ત્યાં આપશ્રી સાથે ચંપારણ્યની પદયાત્રા-પરિક્રમા કરવાનો લાભ મળ્યો ..   એ પાવન ભૂમિના સ્પર્શ, આપશ્રીના સત્સંગ અને એ પવિત્ર વાતાવરણનાં અલૌકિક વાઈબ્રેશન ને લીધે જ મારા વિચારો ( જે ત્યાં આવ્યા પહેલાના આઠ વર્ષ થી મનમાં થતું હતું કે, કઇક  એવું કરું કે  જેથી ગુજરાતી અને સંસ્કૃત ન જાણતા લોકો પુષ્ટિમાર્ગના નિત્ય નિયમના પાઠ અંગ્રેજીમાં શીખી શકે.. પણ દિશા સુઝતી નહોતી )  ને એક નવી દિશા મળી અને એ “શ્રીજી બ્લોગ” માં પરિણમી…  !

સ્કંધપુરાણમાં લખ્યું છે કે ‘ગુ’  શબ્દનો અર્થ છે અંધકાર અને  ‘રુ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર .. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.. અને ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે. આપશ્રી પણ અમારા પથદર્શક બની રહો અને ભક્તિનો સાચો માર્ગ બતાવો… આપશ્રીના દિવ્ય તેજની અનુભૂતિ તો અમને થઇ જ છે અને આગળ પણ થતી રહે …બસ આમ જ શ્રીઠાકોરજી – શ્રીયમુનામાં, શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા સદાય વરસતી રહે એવી પ્રાર્થના…!

***

This entry was posted in Kirtan - કિર્તન, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

29 Responses to Guru Purnima…

  1. Chetu says:

    આપ સહુને જયશ્રીકૃષ્ણ

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    ખૂબ ભાવવાહી સ્વરમા ગુરુવંદના
    જ ય શ્રી કૃ ષ્ણ

    ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે.

    આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા

    કોટી કોટી પ્રણિપાત

  2. Dear Chatu,

    Your work is a great service to Internet world.
    Keep your service and be near GOD.
    Best from The Trivedi Parivar

    Geeta Rajendra and Trivedi Parivar
    July 6th 2006.

    http://www.yogaeast.net

  3. Ketan Shah says:

    મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિંદ.

    જય શ્રી કૃષ્ણ

  4. GURU PURNIMA..GURU VANDANA !
    Jai Shree Krishna to All !
    Chandravadan ( Chandrapukar )

  5. Prakash Palan says:

    આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ,કૃપા મેળવીને અમે સહુ ધન્યતા અનુભવીએ છીએ.અને જેનો શ્રેય ચેતનાબેનને જ આપવો રહ્યો.
    આજના ગુરુપૂર્ણિમા નાં પાવન અવસરે મારા પથદર્શક અને ગુરૂ સમોવડા બેનાને કોટી કોટી વંદન.જય શ્રી કૃષ્ણ.

  6. sheela punjabi says:

    (GURU PURNIMA)PUJIYA JE JE SHRI KO “NAMAN” SARV VESHANAV KO JAY SHREE KRISHNA:

  7. madhu says:

    i am really touched on this great day of gurupurnima to hear these lovely asthchhap pads. also, we are also very lucky to get the blessings of shree yadunathji on this day.

  8. neetakotecha says:

    ચેતના બેન આજે અમને પણ તમારી ક્રુપા એ ગુરુજી નાં આશિર્વાદ પ્રાપ્ત થયાં…
    એમનાં ચરણોમાં મારા દંડવત પ્રણામ..

    શ્રી ક્રુષ્ણ પર્માત્મા ને આપણે ફક્ત અનુભવી શકીયે છે..એમનાં દર્શન આપણે ક્યારેય પણ કરી નથી શકવાનાં..
    પણ એમના આપેલા ઉપદેશ ને સમજી ને આપણેને સમજાવનાર એ પ્રભુ પ્રિય જે પાત્ર છે એને જ ગુરુ કહેવાય..તો આપણી માટે તો ગુરુ જ પરમાત્મા છે…
    મારા જીવન માં જાણે અજાણે જે ગુરુ તરીકે આવ્યા છે એ સર્વે ને હુ વંદન કરુ છું…

  9. Jignesh shah says:

    I’m so pleased to read this gurupurnima artical and ashirvachan of Gurudev on the occation of Gurupurnima and really very thankfull to Chetnaben who give us very nice updatting in this website. pls. keep it up

    many thanks
    Jignsh shah

  10. praful ghiya says:

    BEST OF LUCK. FROM PAPPA & GHIYA FEMILY …UPLETA . JUNAGADH

  11. ashalata says:

    aa shubh divase sarvene jai shree krishna——–

  12. sneha says:

    so nice of you chetu di….khare khar hriday sparshi post che.plz keep it up.

  13. Maheshchandra Naik says:

    Thanks for GURUVANDANA and AASHIRVAD from GURUJI

  14. KAPIL DAVE says:

    khubaj saras

    abhar

  15. મધુવિરેન્દ્ર says:

    chetnaben,
    jaishrikrishna,
    from time to time we recieving your messages through main are very interesting and mind blowing thanks lot,

    MADHUVIRENDRA

  16. vishwajit says:

    received JJ’s ashirvad on your blog

    JJ dandvat pranam

    nice blog

    Jay shree Krishna

  17. Nice Post…Keep it up Chetu !….And, inviting you to REVISIT my Blog !
    Chandravadan ( CHANDRAPUKAR )
    http://www.chandrapukar.wordpress.com

  18. neeta thakkar says:

    બહુ સરસ કીર્તન છે

  19. ચેતનાબેન, ગુરુપૂર્ણિમાની વધાઈ …

  20. ગુહુપૂર્ણિમા નિમિત્તે નમસ્કાર સહ જય શ્રી કૃષ્ણ ….

  21. Dinbandhu( Dinker Bhatt) says:

    Dear ચેતનાબહેન,
    આજે ગુરુપુર્નીમાં ના દિવસે ગુરુ ના આશીર્વાદ સાથે :-
    શું કહું ” ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય ,
    બલિહારી ગુરુદેવ્કી જિસને ગોવિંદ દિયો દિખાઈ ”
    અપને સદા યાદ કરતો

    Dinker .ના સ્નેહ સ્મરણ

  22. nilam doshi says:

    bahu saras…chetu..gamyu..

  23. ગુરુ હમારે મન મંદીરમે ગુરુ હમારે પ્રાણ
    સારે જગકા વો હૈ દાતા નારાયણ ભગવાન

    જય ગુરુદેવ

    જાય શ્રી કૃષ્ણ

  24. Maheshchandra Naik says:

    સરસ કીર્તન અને ગુરૂવંદન બંને માટે શ્રી ચેતનાબેન આપ પુણ્યના અધિકારી બની જાવ છો , આપનો આભાર…………………

  25. ચેતના બેન,

    આપના દ્વારા આવા અમૂલ્ય આશીર્વચન સૌ પાઠક વર્ગને પ્રાપ્ત થાયા તે જ ભાગ્ય છે.

    ગુરુ તો ઐસા કીજિએ , જૈસે પુનમ ચંદ
    તાપે ઔર તપ્ત ના દે, આપે ઉર આંનદ…

  26. indushah says:

    ચેતનાબેન ભાવવાહી ગુરુ વંદના .
    VIsit my web for guru bhajan ,you can sing.
    http://www.indushah.wordpress.com
    “સૌથી મોટું ગુરુ નામ”

  27. Chetu says:

    આપ સહુને જયશ્રીકૃષ્ણ