જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે.. કોઇ અજાણ્યુ પોતાનું લાગે છે, પળ-પળ એના ભણકારા મહેસુસ થાય છે અને મન મીઠી મુંઝવણમાં અટવાયા રાખે છે.. આવુ જ કંઇક આ ગીતમાં દર્શાવ્યું છે …૧૯૭૫ માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ” મેના ગુર્જરી ” નાં મારા આ પ્રિય ગીતમાં અભિનય આપ્યો હતો સ્વ. રાજીવ અને મલ્લિકા સારાભાઇએ તથા આ ગીત ને સ્વર આપ્યો છે, દિલીપ ધોળકિયા તથા ઉષામંગેશ્કરે.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!
મનનાં મંદિરીયામાં, કોણ મહેમાન આવ્યું,
કોની ઓળખાણ લાવ્યું, પ્રિતનાં પુરાણ લાવ્યું,
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે…!!
દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે,
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે,
એવો મોંઘા મોતીનો મુલવનાર, આ તે કોણ રે…!!
ડગલે ને પગલે મને, એના ભણકારા વાગે,
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે,
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે…!!
અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!
.
10 Responses to આ તે કોણ રે…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments