Home Blue

Mara Ghat ma Birajata…

ATcAAABWkToftWEJBS8-vfQREac5SpS89921mY1PHhsxQQ-VlYauoCXxIHtUoeCwmNjtcb7oxxBt-sA6pkV_yzZjd5GkAJtU9VBLzpwgG6dTRBXmQdOUbq7qt8Oihw

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી…મારું મનડું છે ગોકુળ – વનરાવન,
મારા તનનાં આંગણીયામાં તુલસીનાં વન … મારા પ્રાણ જીવન ..!
મારા આતમ નાં આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખો વિષે ગિરધારી રે ધારી,
મારું તન-મન ગયું જેને વારી રે વારી .. મારા શ્યામ મુરારી…!
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલાં, નિત્ય કરતાં શ્રીનાથજીને કાલાવાલા,
મેં તો વલ્લભ પ્રભુજીનાં કિધા છે દર્શન, મારું મોહી લીધું મન …!
હું તો નિત્ય વિઠઠ્લ વરની સેવા રે કરું, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
મેં તો ચિત્તડું શ્રીનાથજી ને ચરણે ધર્યું, જીવન સફલ કર્યું…!
મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાધ્યો, મને ધોળ-કીર્તન કેરો રંગ લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો, હીરલો હાથ લાગ્યો…!
હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે, વારે વારે માનવદેહ કદી ના મળે,
ફેરો લખ રે ચોરાસીનો મારો રે ફળે, મને મોહન મળે…!
મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ના આવે, મારો નાથ તેડાવે ..!

શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …!
શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …!
શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …!
શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …!

This entry was posted in Bhajan - ભજન. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Mara Ghat ma Birajata…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Saroj says:

    Jai Shree Krishna…
    Jai Shri Nathji
    Jai Yamunaji.
    Really this is a very nice song….

  2. મારુ પ્રિય ભજન

  3. jugalkishor says:

    લગભગ હું ઓડીયોનો ઉપયોગ કરી શકતો નથી પરંતુ આજે ખાસ સાંભળ્યું તો સરસ અનુભવ થયો.

    તમારું આ ભગવદ્ કાર્ય ધન્યવાદને પાત્ર છે. ખુબ જ આભાર સાથે…

  4. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ…
    મારૂં પ્રિય ભજન, હંમેશા સાંભળ્યું જ હતું અને આજે આપની મહેરબાનીથી વાંચવા પણ મળ્યું.

  5. આપની અદ્ભૂત વેબ્સાઇટના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. ઠાકોરજી ઉત્તમ સામગ્રીના ભોક્તા છે માટે આપે ઉત્તમ વેબ્સાઇટ અંગિકાર કરાવીને એક સુંદર દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ છે. આપના પર શ્રીજીની કૃપા સદૈવ રહે એવી શુભેચ્છા.
    જય શ્રીકૃષ્ણ

  6. trupti says:

    Mara Ghatma birajta Shreenathji, Yamunaji, Mahaprabhuji, one of my favorite bhajan, I like to mumer the bhajan whenever I am free.
    Sarojben has described this beautiful bhajan as ‘song’ which is wrong. Song you sing or hear for the entertainment, but bhajan, we hear or sing for peace of mind and connect one self with the GOD. I have experience the peace and satisfaction after hearing or murmring any krishna/shreenahji bhajan, which I can never get after hearing/murmering any song.

  7. nilamhdoshi says:

    હમણા રોજ આ બધા ભજનો મમ્મી પાસે ગાઇએ છીએ….અને શાંતિ મેળવાવાનો પ્રયત્ન કરીએ છીએ.

  8. Jitendra Makati says:

    આ ભજન મનને શાંતિ આપનાર છે.

  9. SHEELA PUNJABI says:

    JAI SHRI KRISHNA.I LIKE THIS BHAJAN VERY MUCH.

  10. PRAVIN SETA says:

    મારું ખાસ ભજન છે. પ્રવીણ સેતા

  11. Labhshankar Bharad says:

    ખૂબ આનંદ થયો, સુંદર તથા મારું પ્રિય ભજન. ધન્યવાદ, ‘જય શ્રી કૃષ્ણ’ !

  12. SANJAY M.SHAH says:

    2

  13. Rasesh says:

    આ ભજન્ ના કવિ કોન ?