(રાગ- પગ ઘુંઘરૂ બાંધ મીરાં…)
સખી ચાલ ને વૃંદાવન જઇએ………(2)
વૃંદાવનની કુંજગલીમાં, છેલ છબીલો મળશે રે…..સખી0
વાંકડિયાળા વાળમાં એ તો મોરપીંછ બાંધે રે,….સખી0
પીળાં પીતાંબર, કેડે કંદોરો, મુખ પર મોરલી શોભે રે….સખી0
યમુના તટ પર બેસીને વા’લો, મોરલી મધુર વગાડશે રે..સખી0
બંસીના સૂર સૂણીને રાધા, બરસાનાથી દોડી આવે રે..સખી0
મહીની મટુકી લઇને જાશું, માખણમાં મીસરી મિલાવશું રે,…સખી0
નાચશું, રમશું, જમશું સંગે, યમુના પાન કરશું રે…સખી0
કદમની છાયામાં બેસી, વા’લા સંગે વાતો કરશું રે….સખી0
રમણ રેતીમાં લોટશું સહિયર, વ્ર્જમાં વાસ કરશું રે….સખી0
રાધા સંગે રાસ રમશું રે, કૃષ્ણમય બની જાશું રે….સખી0
કૃષ્ણ કૃષ્ણ રટતાં રટતાં, હરિને ચરણે રે’શું રે….સખી0
કૃષ્ણ છે કરુણાની ધારા, એ નિર્મળ નીરમાં ના’શું રે…સખી0
વેણીના સૂર ગૂંજે ગગને, આભથી ફૂલડાં વરસે રે…સખી0
– કલ્પનાબેન સ્વાદિયાનાં જયશ્રીકૃષ્ણ.
7 Responses to Sakhi chal ne…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments