ગોલોકમાં બિરાજતા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ-ગોકુલમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષ થઇ ગયા. દરમ્યાનમાં ઘણા ભકત-આત્માઓને ફરી પૃથ્વી ઉપર જન્મ લેવાનો થયો. ફરીથી તેમના ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઇ. ત્યારે ભગવાને પોતાની કૃપા-શકિત સ્વરૂપ શ્રીમહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થઇ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. ત્યારે શ્રીમહાપ્રભુજીએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે ” દૈવી જીવોનો અંગીકાર કરવા માટે તમારે પણ પૃથ્વી ઉપર પ્રગટ થવું પડશે.” ભગવાન શ્રીકૃષ્ણે એ વાત સ્વીકારી. પરિણામ-સ્વરૂપ શ્રીમહાપ્રભુજી અને શ્રીનાથજી – સ્વરૂપે શ્રીકૃષ્ણ બંને આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા.
ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કલિયુગમાં આજથી સવા પાંચસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજ ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી-સ્વરુપે પ્રગટ થયા. માટે
શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી છે.
તેમને પ્રગટ થવાનાં મુખ્ય ત્રણ કારણો છેઃ
(૧) ગોલોકમાંથી છુટા પડેલા ભકતો-જીવોનો અંગીકાર કરીને તેમનો ઉદ્ધાર કરવો.
(૨) સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરુપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
(૩) સારસ્વત-કલ્પનો સેવા-પ્રકાર ફરીથી શરુ કરવો.
આજે શ્રીનાથજીનું આ સ્વરુપ નાથદ્વારામાં બિરાજે છે. તે સ્વરુપ કોઇ મનુષ્ય – શિલ્પકારે ઘડેલું સ્વરુપ નથી,
સ્વયંસિદ્ધ સ્વરૂપ છે.
10 Responses to ShriNathji – ShriKrishna…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments