home-purple

જનની ની જોડ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

શબ્દો – કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર

પાશ્ચાત્ય દેશોમાં ‘મધર્સ-ડે’ ની ઉજવણી થઇ રહી છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ કે જ્યાં સદાય ‘માં’ ને પૂજનીય માનવામાં આવે છે, એવી મહાન સંસ્કૃતિનું આ લોકગીત યાદ આવી જાય છે ..! કવિશ્રી બોટાદકરની આ રચના પાઠ્યપુસ્તકમાં પણ ભણ્યા છીએ.. ખરેખર .. જનનીની જોડ જડવી મુશ્કેલ છે ..!

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે!
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!

*

Related posts –
મમતા
સુવર્ણ જયંતી
અમૃત ભરેલું
યે તો સચ હૈ કે
તું કિતની અચ્છી હૈ
માં મુજે અપને

*

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

15 Responses to જનની ની જોડ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Arth Desai says:

    Hi Chetna:

    Nice post on Mother’s Day.

    Felt good reading it.

    Arth Desai

  2. sejal says:

    પ્રિય ચેતનાબેન,
    હૃદયસ્પર્શી લોકગીત.ખુબ જ સરસ પોસ્ટ મૂકી છે.

  3. sneha patel says:

    વાહ ચેતુદીદી વાહ.. આ તો મારું મનગમતું ગીત. મજા આવી ગઈ..

  4. કવિશ્રી બોટાદકરની અમર થવા સરજાયેલી અજોડ રચના.

  5. bgujju says:

    એટલે જ કહ્યું છે કે માં વિના સુનો સંસાર
    ખુબ જ સરસ સર્વેને હેપ્પી mother day

  6. pragnaju says:

    માતૃદિનના ખુબ ખુબ અભિનન્દન
    અને
    શુભકામનાઓ

  7. Ketan Shah says:

    અમીની ભરેલ એની આંખડી રે લોલ.. સરસ ગીત

    કવિતા હોય કે કલાકૃતિ,
    પુસ્તક હોય કે નાટક,
    દરેક સર્જક નામ પોતાનું જ આપે છે…
    પણ માં જેવું કોઈ સર્જક જ નથી,
    સંતાન ને જન્મ પોતે જ આપે અને નામ પિતા નું આપે.

  8. Ullas Oza says:

    માતૃદિન નિમિત્તે આવું સુંદર ગીત મુકવા બદલ આપનો અભાર.

  9. Gyan says:

    વાહ વાહ બહુજ સરસ UK માં mummy ની યાદ આવી ગઈ વતન આવવા ની રાહ જોઉવ છુ મારા માટે પ્રાથના કરજો…

  10. harsh says:

    કેવું મસ્ત છે પણ જીવન માં ઉતારો તો વધારે મસ્ત બનશે …..

  11. manvantpatel says:

    પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ;જગથી જુદેરી
    એની જાત જો !આખું કાવ્ય માતૃરસથી ભરપુર છે .
    ધન્ય કવિ બોટાદકર !ધન્ય બહેના ચેતાનાબહેનને !
    ધન્ય મારી જન્મદાત્રીને……….ધન્ય શ્રીજીને !

  12. Maheshchandra Naik says:

    આજના દિવસે માતૃવંદના જ હોય!!!!!!!!!!!!!!!!!!!!
    મા તે મા એમને એમ નથી કહેવાયુંને??????????

  13. jjj says:

    સારી પોએમ che