Daily Archives: February 29, 2016

Darshan – Aath sama…

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!

***

પુષ્ટિ સંપ્રદાયમાં આઠ પ્રહરની અષ્ટયામ સેવા (સવારે ‘મંગળા’થી રાત્રે ‘શયન’ સુધીનાં આઠ દર્શન)

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!
પુષ્ટિ સંપ્રદાયના પરમ આરાઘ્ય નંદ-નંદન શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરબ્રહ્મ છે.  તેથી આ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથદ્વારામાં તથા દેશ-વિદેશની બધી પુષ્ટિ માર્ગી હવેલીઓ અને મંદિરોમાં સવારથી સાંજ સુધીના આઠ પ્રહરની જે અષ્ટયામ સેવા (મંગળા, શ્રૃંગાર, ગોવાળ, રાજભોગ, ઉત્થાપન, સંઘ્યાભોગ, સંઘ્યા આરતી અને શયન) થાય છે તે તમામ દિનચર્યા બાલકૃષ્ણની લીલાઓને ઘ્યાનમાં રાખીને બાળકની વિભાવનાથી કરવામાં આવે છે. Continue reading

Other post
Posted in Others, Shriji | 5 Comments

Isharo Isharo me…(સૂર-સાધના)

આજે સમન્વય અને મમ્મીનાં જન્મદિને પ્રસ્તુત છે, એમનુ એક્દમ પ્રિય ગીત..! ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ નું આ ગીત રફીજી તથા આશાજી એ ગાયેલું.. બચપણમાં ઘણી વાર આ ગીત મમ્મીનાં મધૂર સ્વરમાં સાંભળેલ. આજે મેં પણ ગાવાની કોશીશ કરી છે અને જેમાં મને સાથ આપ્યો છે સ્વરતરંગ મિત્ર શ્રીઆનિલભાઈ રાઉતે, જેઓ સારા ગીટાર પ્લેયર પણ છે. ગીતનું ઓડિયો મિક્ષ નિકીતા શાહ રાઉતે કરેલ છે જયારે વિડીયો મિક્ષ મેં કર્યું છે.!.

Continue reading

Other post
Posted in duets, other, Rafi, Sur-Sargam, Sur~Sadhana | 5 Comments

મારી માં…

    અત્યારે મમ્મીનાં જન્મદિને ફિલ્મ “તારે ઝમીન પર”નું આ ગીત મારા સ્વરમાં એમને તથા દુનિયાની દરેક માં ને અર્પણ ‘ માં ‘ જેવું કોઈ થયું નથી ને થશે પણ નહી…ઘણી વાર સંજોગો વસાત, માં એ બાળક માટે કઠોર નિર્ણય લેવો પડે છે.. મમતાની વિરુદ્ધ જવું પડે છે ત્યારે બાળક મન આ સંજોગોને સમજી શકતું નથી અને મનમાં કઈ કેટલાયે સવાલ ઉઠે છે કે મારી માં આવું કેમ કરી જ શકે ??.. મનમાં મુઝવણ અનુભવતા બાળકની વેદના આ ગીતમાં રજુ થઇ છે..!!

મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવ્યું છે, આશા છે આપને ગમશે !!!

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ.

Continue reading

Other post
Posted in Anokhu Bandhan, Sur~Sadhana, અન્ય રચના | 14 Comments