Daily Archives: July 15, 2014

સંબંધ…

સંબંધો વાર્તા જેવા હોય છે. અમુક લઘુકથા છે, અમુક ટૂંકી વાર્તા છે, અમુક નવલિકા છે, અમુક નવલકથા જેવા હોય છે અને અમુક મહાકાવ્ય જેવા. દરેક સંબંધ લાંબા હોય એ જરૂરી નથી. આમ છતાં દરેકનું એક મહત્ત્વ છે, દરેકનું એક માહાત્મ્ય છે, દરેકની એક સંવેદના છે અને દરેકનું એક સત્ય છે. જ્યાં સુધી જે છે એને જીવી લેવું એ જ સંબંધની સાર્થકતા છે. દરેક સંબંધને પૂરી રીતે જીવી લો, કારણ કે એ ક્યારે ખતમ થઈ જશે એ ખબર હોતી નથી. કોલેજ બદલે, નોકરી બદલે, શહેર બદલે અને જિંદગી બદલે ત્યારે કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે? દરેક સંબંધ ખરાબ રીતે જ પૂરા થાય એ જરૂરી નથી. કેટલાંક સંબંધનો અંત નેચરલ હોય છે અને કેટલાંકનો એન્ડ એક્સિડેન્ટલ. Continue reading

Other post
Posted in Anokhu Bandhan, અન્ય રચના | Leave a comment