Monthly Archives: July 2014

સંબંધ…

સંબંધો વાર્તા જેવા હોય છે. અમુક લઘુકથા છે, અમુક ટૂંકી વાર્તા છે, અમુક નવલિકા છે, અમુક નવલકથા જેવા હોય છે અને અમુક મહાકાવ્ય જેવા. દરેક સંબંધ લાંબા હોય એ જરૂરી નથી. આમ છતાં દરેકનું એક મહત્ત્વ છે, દરેકનું એક માહાત્મ્ય છે, દરેકની એક સંવેદના છે અને દરેકનું એક સત્ય છે. જ્યાં સુધી જે છે એને જીવી લેવું એ જ સંબંધની સાર્થકતા છે. દરેક સંબંધને પૂરી રીતે જીવી લો, કારણ કે એ ક્યારે ખતમ થઈ જશે એ ખબર હોતી નથી. કોલેજ બદલે, નોકરી બદલે, શહેર બદલે અને જિંદગી બદલે ત્યારે કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે? દરેક સંબંધ ખરાબ રીતે જ પૂરા થાય એ જરૂરી નથી. કેટલાંક સંબંધનો અંત નેચરલ હોય છે અને કેટલાંકનો એન્ડ એક્સિડેન્ટલ. Continue reading

Other post
Posted in Anokhu Bandhan, અન્ય રચના | Leave a comment

So Gaya Ye Jahan…

આજે પ્રસ્તુત છે અમારા સ્વરતરંગ વૃંદનું આ નજરાણું.. ફિલ્મ તેઝાબ (૧૯૮૮)નાં આ ગીતનાં રચયિતા છે જાવેદ અખ્તર તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમજ આ ગીતનાં મુળ ગાયકો છે નિતિન મુકેશ, અલ્કા, તથા શબ્બીરકુમાર ..
અહીં સૂર રેલાવ્યા છે અનુક્રમે જતીનભાઈ, નિકીતા તથા પ્રકાશજીએ….! સેકસોફોન, બંસરી, ડ્રમ્સ, ઈત્યાદિ વાજીંત્રોનાં સમન્વય દ્વારા બનેલી સુંદર મજાની તર્જ પર, આ મિત્રોએ મધુરા સ્વરમાં શબ્દોને અનુરૂપ ભાવ વહાવ્યો છે. Continue reading

Other post
Posted in Melodious, Mix, other, Sur-Sargam, Sur~Sadhana | Leave a comment

ૐ શાંતિ…!

મિત્રો, હમણા સંજોગ વશાત સમન્વયથી સાવ અલિપ્ત રહેવાયું .. આ દરમ્યાન અનેક ઘટનાઓ ઘટી .. જેમાં એક તો ગુજરાતી સાહિત્ય અને બ્લોગજગત ને મોટી ખોટ પડી છે .. સમન્વય અને બીજા અનેક બ્લોગ્સનું ઉદભવ સ્થાન અને પ્રેરણા રૂપ રીડ ગુજરાતીનાં યુવા સર્જક મૃગેશભાઈ શ્રીજીચરણ પામ્યા છે. માન્યામાં ના આવે એવી આ ઘટના .. રીડ ગુજરાતીની સફર ને અધુરી મૂકી અનંત સફરે ચાલી નીકળ્યા મૃગેશ ભાઈ કે જેઓ અનેક બ્લોગર્સ માટે પ્રેરક બળ હતા તેમનો સરળ ને નિખાલસ સ્વાભાવ એમની આગવી ઓળખ હતો એમની લાગણી આજે બધાની આંખો ભીંજવી ગઈ ..ઈશ્વર એમના આત્માને ને શાંતિ અર્પે એવી પ્રાર્થના. ૐ શાંતિ…! Continue reading

Other post
Posted in Anokhu Bandhan, ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | 1 Comment

Shri Yamunaji Sahastra-Nam…

ઝાર ખંડથી વ્રજમાં પધારેલા શ્રીવલ્લભને, શ્રીયમુનાજીએ, ગોવિંદ ઘાટ અને ઠાકુરાનીઘાટ વિષેની વિભિન્નતા બતાવી .. ત્યારે શ્રી વલ્લભે યમુનાષ્ટકની રચના કરી પરંતુ, વેદોએ યમુનાજીના હજારો નામ બતાવ્યાં છે. આ નામ ઉપર અનેક ઉપનિષદોએ વિવિધ કારણ રજુ કર્યા છે, અને આપણા બધા જ વલ્લભ વૈષ્ણવાચાર્યો અને અન્ય માર્ગીય વૈષ્ણવાચાર્યોએ વિવિધ ટીકાઓ રજુ કરી છે. અહીં શ્રી વલ્લભના આશીર્વાદથી, અમે એ પ્રયત્ન કરી રહ્યાં છીએ કે આપને યમુનાજીના વિવિધ નામ, ગુણ, લીલા અને રૂપ તે વિષે સવિસ્તૃત જાણાવા મળે પરંતુ શ્રી યમુનાજીના આ સહસ્ત્ર નામને પત્ર રૂપે લખવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે અમારા માટે દરેક વાચક, એ વૈષ્ણવ મિત્ર છે. અને આ મિત્રો અહીં સખીઓ અને સખાઓ રૂપે છે… Continue reading

Other post
Posted in Kirtan - કિર્તન, Shri Yamunaji Sahastra Nam, Shriji | 5 Comments

Chal Akela…

આ ગીત, એક ગુજરાતી ગીત એક્લો જાને રે .. ની યાદ અપાવે છે, જીવનમાં નાસીપાસ થયેલ કોઇ વ્યક્તિને સુંદર શબ્દોથી ઉપદેશ આપી જીવન જીવવા પ્રોત્સાહન આપી, હકારાત્મક વલણ અપનાવી લક્ષ્ય સાધવા કહ્યું છે.. સાથે જ મુકેશજી ના મધુરા સ્વરથી અને સુંદર સંગીતથી ગીત કર્ણપ્રિય બન્યું છે..!! Continue reading

Other post
Posted in Mix, Mukesh, other, Sur-Sargam | 2 Comments