Home Blue

Holikotsav…

…* હોલિકોત્સવ *

… સુર્યાસ્ત પછી પ્રદીપ થાય. ..

….. શ્રી ઠાકોરજી નો વિવાહ સર્વ સખીઓ સાથે મળી ને કરે છે અને હોળી માં નાળીયેર હોમી પરસ્પર ગાંઠ ( છેડા-છેડી) બાંધી ગારી (ફાગ) ખાય છે. હોળી ના ઉત્સવ માં સખ્યભાવ હોવાથી અરસ પરસ ના ભેદ ભાવ હોતા નથી,અને એક્મેક ભેગાં થઈ ફગુવા માંગે અને આઠ દિવસ અગાઉ થી ઘૈરાયા બની નાચ ગાન કરે અને રંગીલી હોળી,ગુલાલ પાંચે રંગ અને કેસુડા નાં ભીના રંગ થી પિચકારી ભરી અરસ પરસ છાંટી,રસ ભરી ખેલાય છે.( ફગુવા મા સુકો મેવો વ્રજ ની રીતે અને ગુજરાત ની રીતે ખજુર અને ધાણી-ચણા ધરાય છે) અન્ય ઉત્સવો થી હોળી ઉત્સવ રસ ભર્યો હોવા થી અત્યંત ભાવાત્મક છે. જેમ જેમ ડોલોત્સવ પાસે આવે એમ વ્રજ ભક્તો નો વિરહ વધે છે.એટલે કુંજ એકાદશી થી એ વિરહ ની ઝાળરૂપે ‘રાળ ‘નું આયોજન કરે છે.અને વ્રજ ભક્તો દીન થઇ પ્રભુ ને વિનંતી કરે ” કુછ દિન વ્રજ ઓર રહો હરિ હોરી હૈ..”..!
….ફાગણ સુદ પૂનમે સૂર્યાસ્ત પછી હોળી નુ પ્રદીપન રોપણી ની જગ્યાએ કરવા માં આવે છે તેના કારણ માં વ્રજ માં અસુરો નો ઉપદ્રવ એક પછી એક થતો હોવાથી નંદાદિ ગોપ ગ્વાલો એ બાલગ્રહ પીડા ની શાંતિ માટે હોળી પ્રદીપ અને પૂજન પ્રચાર કર્યો તેથી મંદિરો માં હોળી પ્રદીપ પ્રથા ચાલુ છે…!

This entry was posted in Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *