home-purple

હંસલા હાલો રે…

HD-Lovely-Duck-Wallpaper

ફિલ્મઃ કસુંબીનો રંગ (૧૯૬૪)
સ્વર : લતાજી
સંગીત : કલ્યાણજી – આનંદજી
શબ્દો : મનુભાઇ ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીત જ્યારે પણ સાંભળું કે તરત ફિલ્મ ‘દો બદન’ નું ગીત ‘લો આ ગઈ ઉનકી યાદ ‘.. જે લતાજીના સ્વરમાં જ છે, એ યાદ આવી જાય .. બંન્ને ગીત માં અમુક અંશે સામ્ય હોય એવું મને લાગે છે.. એક આશાભરી યુવતીનો પ્રિયતમ, ખુબ રાહ જોવા છતાં પણ આવતો નથી ત્યારે હૈયામાં જે વેદના ઉદભવે છે, તે આ ગીતોમાં દર્શાવી છે .. અંતે ઈશ્વર પાસે પોતાની પ્રીતના દીવા ની જ્યોતનું રક્ષણ માગી ને, એ યુવતી અનંતની સફરે જવા તૈયારી કરે છે. ને હૈયાને ( હંસની ઉપમા આપી ) ધરપત આપે છે કે, ભલે આ કાયા બળી જાય પણ પ્રીત નહિ બળે.. અખંડ રહેશે ..!

શબ્દોને અનુરૂપ, દર્દીલા સંગીત ભર્યા, આ બંન્ને ગીતો સાંભળીએ ત્યારે આંસુઓને કોણ રોકી શકે ..?

*

હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે

ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયોરે ધીમો, માથે મેહુલાનો માર, દીવડો નહિ રે બળે … હંસલા હાલોરે હવે ..

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી – માટી ને મળે, પ્રીતડી નહિ રે બળે…હંસલા હાલોરે હવે …

હંસલા હાલો રે હવે, મોતીડા નહિ રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે
મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે

*

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

8 Responses to હંસલા હાલો રે…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Praful Thar says:

    જીવનમાં માનવી જ્યારે કોઇક આશ લઇને જ્યારે નીકળે છે અને જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે આ સુંદર ગીત ગાવાનું મન થઇ જાય છે.
    પ્રફુલ ઠાર

  2. ચાંદ સૂરજ. says:

    પોતાના દામનમાં પ્રીતના મોંઘેરાં હીરલાને બાંધી જીવતી એ વિજોગણોની વ્યથાને ગાતાં ગીતડાંમાં સમાયેલા દર્દનું હાર્દ ભલા કોણ પામી શકે ? ‘હંસલા હાલો રે’ ગીતના ભાવમોતીડાંમાંથી ઉઠતી વિરહની ઝાંઈમાં ‘દો બદનના’ ‘લો આ ગઈ ઉનકી યાદ ‘ ના રંગો તો વરતાય છે પણ એમાં સુમન કલ્યાણપુર જેવા દિગ્ગજ કલાકારોના કંઠે મઢેલું ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત ‘સજન મારી પ્રીતડી’ નો ભાવ પણ સંભળાય છે.

  3. આ સુંદર ભાવવાહી ગીત સાંભળીને આનંદ થયો. ” લો આ ગઈ ઉનકી યાદ” પણ સાંભળ્યું. તમારી તમામ ગીતોની પસંદગી ખૂબ સરસ છે.

  4. sonal mehta says:

    ખરા દિલ ની વ્યથા છે… આ તો બે પ્રેમીઓં જ સમજી શકે.
    સંભાળતા ખૂબ રડી પડાયું. જુના સંસ્મરણો તાજા થયા.

  5. dharmesh kapadia says:

    વેદના થી ભર્યું આ ગીત સાંભળીયે તો આંખો સહેજે ભરાઈ આવે… ખરેખર સંગીત નો ખજાનો એ એક અમુલ્ય વારસો છે આપણા સૌ માટે… આભાર…

  6. Deejay says:

    ખૂબ સુંદર ગીતો રજુ કરો છો.આભાર.