” ધબકાર ” ગ્રુપનાં સંમેલનમાં રજુ થયેલી ધારિણીબહેનનાં સૂરીલા કંઠ દ્વારા પઠિત મારી રચનાઓ..
આ સાથે ધારિણીબહેન, દેવલબહેન, જીજ્ઞાબહેન, શૈલ્યભાઈ,મંથનભાઈ,કાંક્ષિતભાઈ,ડૉ.પાર્થભાઈ તથા આપણા ”ધબકાર” ગ્રુપનાં દરેક સભ્યમિત્રો નો ખૂબ આભાર તથા ” ધબકાર ”નાં ધબકારા સૂર શબ્દ અને સંગીતનાં સથવારે પૂરાં વિશ્વનાં હૃદય માં અવિરત ધબકે એવી હાર્દિક શુભેચ્છાઓ..!
*
..તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઇ.
તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઇ…
શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ થઇ…
તારાં હૃદય માં થી નીકળી મારાં હૃદય માં વસી ગઇ… !
*
ખુલ્લી આંખોએ જોયું મેં એક શમણું,
શમણાંમાં જોયું મેં મુખ તારું નમણું,
એ નમણાં મુખ પર રેલાઇ રહ્યું છે મંદ મંદ સ્મિત ,
જાણે કે વાંસળી માં થી વહી રહ્યું મધુર સંગીત..!
હે સમય, તું ધીરે ચાલ, શમણું મારું જાય ના ટૂટી,
શમણાંની આ શરુઆત છે, હજુ તો એને છે પાંખો ફુટી..!
*
.. જિંદગી નાં કેવા અજીબ મોડ પર આવી ને અટકી છું..!
તને શોધવા જ્યાં ને ત્યાં ભટ્કી છું..!
સગડ મળે જો ક્યાંય થી પણ તારાં,
તને નિહાળવા બેચૈન છે નયનો મારાં..!
કેવી રીતે ભુલાઇ ગયાં જે દીધા હતાં તે વાયદા..?
ઝુરવું ને મરવું શું એ જ છે પ્રીત કેરા કાયદા..?
આંસુ બની ટપકી રહે છે યાદ તારી…
ક્યારેક તો નિરાશા મટી આશા ફળશે મારી..!!
22 Responses to સ્વરચિત કાવ્યપંક્તિઓ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments