***
મિત્રો, તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલ ‘અસ્મિતાપર્વ : ૧૫ ’માં ” સ્ત્રી સંવેદના” વિષે, મારી પ્રિય લેખિકા શ્રીમતિ કાજલબેન ઓઝા વૈદ્યનું હ્રદય સ્પર્શી વક્તવ્ય આપે પણ ”આસ્થા” ચેનલ પર જોયું / સાંભળ્યું હશે.. તેમ છતાં, જે વાંચક મિત્રો આ લ્હાવો ના લઈ શક્યા હોય એમના માટે આજે સમન્વય પર માણી શકે એ હેતુ, ઉપરાંત આ વક્તવ્ય મનને એક્દમ સ્પર્શી ગયું, તેથી અહીં પ્રસ્તુત કરી રહી છું..!
“ગુરુબ્રમ્હા” થી “પરફેક્ટ હસબંડ” સુધીનાં અનેક સુપેરહીટ નાટકો, દુરદર્શન પર ૧૬૦૦ એપિસોડ વાળી વિક્રમજનક ” એક ડાળના પંખી” સહીત અનેક ગુજરાતી-હિન્દી સીરીઅલ તથા આશરે ૪૫ થી વધુ પુસ્તકોના લેખિકા કાજલજીએ
“ઘાત” અને “દિવાનગી” જેવી ફિલ્મો ના સંવાદો પણ લખ્યા છે.
આમ રંગભૂમિ, ટેલીવિઝન, ફિલ્મ અને સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
પ્રસ્તુત વક્તવ્યમાં, કાજલજીનો એક એક શબ્દ, હૈયાના તારને ઝણઝણાવી જાય છે..!!!
વક્તવ્ય દરમ્યાન શ્રી મોરારી બાપુ તથા શ્રોતાગણ પણ એમના શબ્દોને સમર્થન આપતાં નજર આવે છે ..! દરેક સ્ત્રીના મનની વાત , એક સ્ત્રીના”સ્ત્રીત્વ”ની ઓળખ, કાજલજીએ સુંદર રીતે રજુ કરી છે …!! આ વક્તવ્ય ફક્ત સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષવર્ગ પણ એમનો અમુલ્ય સમય ફાળવી, સાંભળે એવી નમ્ર વિનંતી.. આ આજના દિવસની જરુરિયાત છે કે, પુરુષો પણ સ્ત્રી સંવેદનાને સમજી સહકાર આપે..!! સાથે જ દરેક સ્ત્રીઓએ હિંમત અને પ્રેરણા મેળવવી જરુરી છે.. !
મારી અતિપ્રિય બુક ”કૃષ્ણાયન” માં શ્રીકૃષ્ણ ભગવાનનો એક માનવ તરીકે પરિચય આપી, એમના જીવનમાં આવેલી ત્રણ સ્ત્રીઓની સંવેદનાની અનુભૂતિ, જ્યારે શ્રીકૃષ્ણને પરમતત્વમાં ભળી જવાની વેળાએ થાય છે, તેને જે રીતે શબ્દોમાં કંડારી છે, એ અને બીજી અનેક નવલકથાઓ – ટુંકી વાર્તાઓમાં સ્ત્રીસંવેદનોને બખુબી આલેખ્યા છે, એવી લેખિકા-કાજલજી માટે ખરેખર ગૌરવની અનુભૂતિ થાય છે ..!! એમના આ વક્તવ્યને તથા એમને નવાજવા મને શબ્દો જ નથી મળતા..!!
બસ .. આંખોના ખુણે અશ્રુ -બિંદુ ટપકી પડવાની કોશીશમાં જ છે ..!!
***
18 Responses to સ્ત્રી સંવેદના…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments