home-purple

સ્ત્રી અને સંવેદના…

મિત્રો, આજે પ્રસ્તુત છે  સ્ત્રીના જીવનમાં, અમુક ઘટનાઓની થતી વિપરીત અસર અને એ અસરને નાબુદ  કરવાની  પ્રક્રિયા પર એક મહત્વનો લેખ .. 

જેમનાં લેખક છે,  પ્રિય મિત્ર શ્રી પ્રિયદર્શી-અર્થ.  

***

સ્ત્રી અને સંવેદના — આ બંને શબ્દો એકબીજાના પર્યાય સમા છે. દરેક સ્ત્રી પોતાના જીવનમાં બનતી કોઈપણ ઘટના સાથે પોતાની લાગણીઓ દ્વારા સંકલિત થઇ જાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રી પોતાના સ્ત્રીત્વ સાથે સમાધાન કરીને ક્યારેય શાંતિ અનુભવતી નથી. પોતાના સ્ત્રીત્વ સાથે સમાધાન કરવું એ સ્ત્રીનો સ્વભાવ નથી. એટલા માટે જ કદાચ સ્ત્રીઓના જીવનમાં અનેકવિધ સમસ્યાઓ સર્જાયા કરતી રહે છે. હવે ખરો સવાલ એ છે કે શું સ્ત્રીઓ પોતાની સંવેદનાઓને ખરેખર ઓળખી શકે છે? સંવેદનાઓ તો કદાચ બાદની વાત છે પણ શું સ્ત્રીઓ પોતાની અંદર રહેલી સાચી સ્ત્રીને ઓળખી શકે છે ખરી? મોટા ભાગની સ્ત્રીઓ સમક્ષ જયારે આ સવાલ આવે છે ત્યારે લગભગ દરેક સ્ત્રીઓનો જવાબ અમુક અંશે એવો જ હોય છે કે “સ્ત્રીને કોઈ સમજી શકતું નથી” અથવા વધારે પર્સનલ રિસ્પોન્સ એવો હોય છે કે “મને કોઈ સમજી શકતું જ નથી” અથવા “સ્ત્રીને સમજવા માટે સ્ત્રીનો અવતાર લેવો પડે”… અનાદિકાળથી સ્ત્રીઓ માટે કહેવાતું આવ્યું છે કે “ભોજયેષુ માતા – શયનેષુ રંભા – કાર્યેષુ મંત્રી અને કરણેષુ દાસી”… જીવનમાં એકજ સમયે સ્ત્રી અનેક કિરદારો ભજવતી રહે છે પરંતુ પોતાની જાત પ્રત્યે કે સ્વ પ્રત્યે જે સહિષ્ણુતા દાખવવાની હોય છે તે કદાચ દાખવી શકતી નથી અને પોતાના પ્રત્યે બેદરકાર જ રહે છે. લગભગ સ્ત્રીઓ એવી પણ ફરિયાદ કરે છે કે “મેં તો મારી જાત ઘસી નાખી પણ મારી કોઈએ ક્યારેય કદર જ ના કરી” ખરેખર તો સ્ત્રી પોતે જ સ્ત્રી તરીકે પોતાની જાતની કદર કરતી નથી, ઘણી સ્ત્રીઓમાં તો એવી ગ્રંથીઓ ઘર કરી ગઈ હોય છે કે “આ સ્ત્રીની જાત જ ના હોત તો સારું હોત”, “ભગવાને મને ક્યાં આ સ્ત્રીનો અવતાર આપ્યો”, “બસ, મારા નસીબમાં તો આખી જિંદગી ઢસરડા જ કરવાના લખ્યા છે”, “સ્ત્રીઓએ જ બધું સહન કરવાનું હોય છે” વગેરે… આવા તો અસંખ્ય સ્ટેટમેન્ટ્સ સ્ત્રીઓ પોતાના જીવનકાળ દરમ્યાન બોલ્યા કરતી હોય છે, અને જીવન પ્રત્યેની પોતાની નકારાત્મકતાઓનો બોજ પોતાના મનમાં ઉચકી ઉચકીને જીવ્યા કરતી રહે છે.

 માનસશાસ્ત્રીઓના મત અનુસાર સ્ત્રીઓનું મન અને હૃદય બંને ભાવનાઓ એટલેકે લાગણીઓ સાથે સંકળાયેલા હોય છે આથી જ સ્ત્રીઓ વધારે પડતી સંવેદનશીલ હોય છે. દરેક સ્ત્રીને હંમેશા એક ભાવનાત્મક સહારાની, એક ઓથની જરૂર પડે છે અને તેને એક હુંફની તો ખાસ જરૂરત મહેસુસ થતી હોય છે, ચાહે તે સ્ત્રી કોઈ મોટા પદ પર હોય કે ગૃહિણી હોય. અને આજની લાઇફ સ્ટાઈલ પ્રમાણે વધુને વધુ પ્રમાણમાં સ્ત્રીઓ એકલતાનો શિકાર બનતી જાય છે. માનસિક સ્વાસ્થ્યના એક રીપોર્ટ અનુસાર આજના આ આધુનિક યુગમાં અંદાજે ૩૦% થી ૫૦% સ્ત્રીઓ માત્ર એકલતા અનુભવવાને કારણે ડીપ્રેશનનો શિકાર બનતી જાય છે, અને તેનું પ્રમાણ સ્ત્રીઓને થતા કેન્સર અને હૃદયરોગ કરતા પણ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રીપોર્ટ પ્રમાણે આવનારા સમયમાં વિશ્વનાં અનેક દેશોની સ્ત્રીઓમાં “માનસિક તનાવ” એ મોટામાં મોટા ઘાતક રોગ તરીકે બહાર આવશે. આ એક ચોકાવનારી હકીકત છે અને આધુનિક યુગમાં સ્ત્રીઓ માટે માનસિક તનાવ એ મોટામાં મોટો અભીશાપ છે.

 આપણા રાષ્ટ્રીય કવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે “લાગણીની બારીકીઓને સ્ત્રીઓ જ વધારે સારી રીતે દર્શાવી શકે છે”… એમની વાત ૧૦૦૦% સાચી છે, પરંતુ રોજીંદા જીવનમાં વ્યાવહારીક રીતે આ લાગણી જ સ્ત્રીઓની સૌથી મોટી દુશ્મન બની બેસે છે અને કમજોરી બની જાય છે. જયારે સ્ત્રીઓ નકારાત્મક ભાવનાઓનો શિકાર હોય છે ત્યારે ક્યારેક તો સ્ત્રીઓ પોતાના મોટાભાગના નિર્ણયો અજાગ્રતપણે જ દિલથી લઇ લે છે અને પરિણામે ક્યારેક તો સ્ત્રીઓ હાથે કરીને પોતાની સમસ્યાઓ પેદા કરે છે. પણ સ્ત્રીઓ જાણી-જોઈને આવું નથી કરતી પરંતુ આ વર્તણુંક એમની જાણ બહાર જ થતી હોય છે.

 સામાન્ય સંજોગોમાં સ્ત્રીઓ હંમેશા પોતાના દિમાગના બંને હિસ્સાઓનો ઉપયોગ કરે છે એટલે કે દિમાગનો ડાબો હિસ્સો કે જે તર્કસંગત છે અને જમણો હિસ્સો કે જે ક્રિએટીવ છે અને લાગણીસંગત છે તે બંનેનો સંતુલિત ઉપયોગ કરે છે. આથી સ્ત્રીઓ જે નિર્ણયો લે છે તે હંમેશા તર્ક અને લાગણી બંનેનો ઉપયોગ કરીને યોગ્ય સમન્વય દ્વારા લીધેલા નિર્ણયો હોય છે. કહેવાય છે કે“સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ”… આ કહેવત સામાન્ય રીતે કટાક્ષમાં અથવા નકારાત્મક સંદર્ભમાં બોલાતી હોય છે પણ તેનો સહી મતલબ સાવ જુદો જ છે અને અત્યંત પોઝીટીવ છે. કારણ કે… સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોવાનો મતલબ એમ છે કે જયારે પુર આવવાનું હોય અને પાણી આવે ત્યારે પાણી પગને સ્પર્શે ત્યાજ સ્ત્રી એ આવનારી આફતને ઓળખી જાય છે અને ત્વરિત પોતાના નિર્ણયો લઇ લે છે… આથી ઉલટું, આવે સમયે પુરુષો તો “નેવાના પાણી મોભે ચડી જાય” ત્યાં સુધી તો એ આફતને ઓળખી પણ નથી શકતા અને પછી ઘાંઘા થઇ જાય છે… અને આવે વખતે સ્ત્રીઓ જ તેમની વહારે આવે છે. પોતાના પર આવેલી કોઈપણ પ્રકારની જવાબદારીઓને સ્ત્રી બખુબીથી નિભાવવા માટે હમેશા સક્ષમ હોય છે. અને આ ગુણ સ્ત્રીઓમાં જન્મજાત પડેલો હોય છે.

 કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે… હાથની તો ખબર નથી પણ સાથ જરૂર હોય છે. કેમકે આમાં સ્ત્રીની ધીરજ કામ કરતી હોય છે. પુરુષ ગમે તે ક્ષેત્રે નિર્ણય લેવામાં ઉતાવળ કરી શકે છે જયારે સ્ત્રી નિર્ણય લેતા પહેલાં સારી અને નરસી બંને બાજુને યોગ્ય રીતે ચકાસીને પછીજ નિર્ણય લેવાનો આગ્રહ રાખે છે. આથી સ્ત્રીના નિર્ણય લેવાની પદ્ધતિને કારણે ક્યારેક પુરુષ મોટી નુકશાનીમાંથી પણ બચી શકે છે અને પોતાના કાર્યક્ષેત્રે સફળતા પણ હાંસિલ કરે છે. આ બાબતમાં સ્ત્રીની ધીરજ અને સ્ત્રીના દિમાગની નિર્ણયો લેવાની પદ્ધતિ મોટો ભાગ ભજવે છે.

 પોતાના જીવનના દરેક તબક્કાઓમાં દરેક સ્ત્રી કંઈક ને કંઈક જતુ કરે છે. ભારતીય સ્ત્રી હંમેશા પોતાનું જીવન બીજા માટે જીવીને વધારે સંતોષ મેળવતી હોય છે. જેમકે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેની સેવા માટે કાઈપણ કરી છુટવા તત્પર બની જાય છે. અને ત્યારે તે પોતાના શરીર સમું પણ નથી જોતી. પરંતુ જયારે પોતે બીમાર પડે છે ત્યારે પોતાની દવા લેવા જવાની પણ દરકાર નથી કરતી. આમ તેનું જીવન કોઈક બીજી વ્યક્તિઓની સેવા કરવા માટે જ સર્જાયેલું છે તેવું જ તેનું ઘડતર થયું હોય છે, સ્ત્રીને બીજા માટેજ જીવતા શીખવવામાં આવતું હોય છે અને પરિણામે પુરુષ કરતા સ્ત્રી ઉમરમાં મોટી વહેલી દેખાવા માંડે છે કારણકે સ્ત્રીઓ પોતાની જાત માટે લગભગ ક્યારેય વધારે વિચાર નથી કરતી, બહુ બહુ તો પોતાનો દેખાવ અને વજન બાબતે વધારે ધ્યાન આપે છે પરંતુ પોતાની તંદુરસ્તીની બાબતમાં થોડી કેરલેસ હોય છે.

 માનસશાસ્ત્રીઓએ કરેલા એક સર્વેક્ષણ પ્રમાણે ભારતીય સમાજમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ભાવનાત્મક રીતે વધારે સંતુલિત હોય છે. તેનું કારણ એ છે કે આપણા ભારતીય સમાજમાં સ્ત્રીઓને એ રીતે જ ઉછેરવામાં આવતી હોય છે. આથી સ્ત્રીઓ કોઈપણ પરિસ્થિતિઓમાં અને સંજોગોમાં ખુબ સહેલાઈથી અનુકુળ થઇ શકે છે. જયારે એક પુત્રી તરીકે સ્ત્રીનો જન્મ થાય છે ત્યારે કદાચ અજાણપણે જ માતા-પિતા માટે એક ચિંતાનો વિષય હોય છે. માટે જ દીકરાનો જન્મ થાય છે ત્યારે જે ખુશી થાય છે તે કદાચ દીકરીના જન્મ વખતે નથી થતી અથવા તે ખુશીનું પ્રમાણ દીકરા જેટલું તો નથી જ હોતું. દીકરી જયારે પાંચથી સાત વર્ષની ઉમરે પહોચે છે ત્યારે તેના પર ઘણા નિર્ણયો અને નિયંત્રણો ઠોકી બેસાડવામાં આવતા હોય છે અને ત્યાંથી જ તેના ઘડતરની શરૂઆત થાય છે અને કદાચ છેક મૃત્યુ સુધી સ્ત્રીનું ઘડતર ચાલતું જ રહે છે. બાળપણમાં અને યુવાનીની શરૂઆતમાં તેમજ લગ્ન પહેલાં માતા-પિતા સાથે, ભાઈ-બહેનો સાથે, લગ્નબાદ પતિ સાથે, સાસુ-સસરા-દિયર-નણંદ વગેરે સાથે… બધા સાથે એડજસ્ટમેન્ટ જ કરવું પડતું હોય છે. અને હજી તો આ સમસ્યાઓને સમજે ના સમજે ત્યાં તો પોતાના પર સંતાનોના ઉછેરની જવાબદારી આવી પડે છે અને જેના કારણે ક્યારેક તો તે એકદમ એકલી એકલી જ જવાબદારીઓ નિભાવતી રહેતી હોય છે. આવે સમયે એકલતાની ભાવના સ્ત્રીમાં ઘણી સ્ટ્રોંગ બની જાય છે અને તેના કારણે સ્ત્રી માનસિક બીમારીનો શિકાર બની જાય છે. સ્ત્રીનો સ્વભાવ ચીડિયો બની જાય છે, તે એવી અપેક્ષામાં જીવવા લાગે છે કે પોતે જે કહે છે… કે જે માને… છે કે જે કરે છે… તે જ સાચું છે અને બધાએ તે જ માન્ય રાખવું એવું વલણ રાખવા માંડે છે અને જો આવું શક્ય ન બને તો તે સ્ત્રી વાયોલન્ટ પણ બની જાય છે અને કોઈ આત્યંતિક પગલું ભરતા પણ અચકાતી નથી. સ્ત્રીઓ કોઈપણ પરિસ્થિતિ અને સંજોગોને ખુબ સહેલાઈથી અનુકુળ થઇ શકે તેમ હોવા છતાં પણ જીવનના અમુક સ્તરે અને અમુક પ્રસંગે સ્ત્રીઓ પોતાની લાગણીઓને તટસ્થ નથી રાખી શકતી અને પોતાની ભાવનાત્મક નકારાત્મકતાનો શિકાર બનતી રહે છે અને આ નકારાત્મકતાના માઠા પરિણામો પણ સ્ત્રીઓને જ ભોગવવા પડે છે.

 જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે, જેના કારણે  સ્ત્રીઓ હતાશા અનુભવે છે, દુખ અનુભવે છે, આક્રોશ અનુભવે છે, આ ઉપરાંત ઈર્ષ્યાભાવ, અસલામતી, શંકાઓ, અપરાધભાવ તેમજ પોતાનામાં આવડતનો અભાવ છે, પોતે સુંદર નથી, પોતાનામાં જ્ઞાનનો અભાવ છે તેવી અનેક અનેક પ્રકારની લઘુતાગ્રંથિઓથી સ્ત્રીઓ પીડાતી રહેતી હોય છે. ક્યારેક તો સાવ અકારણ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરતી રહેતી હોય છે. આવા બધા અનુભવોને કારણે સ્ત્રીઓ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો પણ શિકાર બનતી રહેતી હોય છે. કારણકે જે નકારાત્મક ભાવનાઓને બહાર નીકળવાનો મોકો પ્રાપ્ત નથી થતો તે બધી નકારાત્મક ભાવનાઓ શારીરિક રીતે કોઈ ને કોઈ વ્યાધિના સ્વરૂપે બહાર આવે છે. આ બાબત પુરુષો માટે પણ એટલી જ સાચી છે. પોતાના વાસ્તવિક જીવનમાં મોટાભાગની સ્ત્રીઓના માનસપટ પર ભૂતકાળના નકારાત્મક અનુભવોની ખુબ અસર જોવા મળે છે અને નાની નાની બાબતોની સતત તેઓના દિમાગમાં છવાયેલી રહેતી હોય છે. જે બાબતો સ્ત્રીઓને સરવાળે તો દુખ, અસંતોષ અને નકામી ફરિયાદોને જન્મ આપવમાં મદદગાર સાબિત થાય છે. આ વાસ્તવિકતા પાછળ રહેલા અનેક કારણોમાં મોટામાં મોટું કારણ એ છે કે સ્ત્રીઓ ભુતકાળમાં બનેલી ઘટનાઓને ક્યારેય ભૂલી શકતી નથી અને ખાસ કરીને નકારાત્મક અનુભવોની યાદ તો સતત તાજી જ રહેતી હોય છે. સ્ત્રીઓ અજાગ્રતપણે સતત ને સતત ભૂતકાળ સાથે સંકળાયેલી રહે છે અને તેની અસર તેના વર્તમાન જીવન પર ચોક્કસ પડતી રહે છે. કારણકે સ્ત્રી વર્તમાનમાં બનતી ઘટનાઓને સ્ત્રી હંમેશા ભૂતકાળના અનુભવો સાથે અજાગ્રતપણે વણી લેતી હોય છે, અને વર્તમાનમાં ઘટી રહેલી ઘટનાનું મૂલ્યાંકન ભૂતકાળના અનુભવ પ્રમાણે જ કરતી રહેતી હોય છે… અને એટલે જ સ્ત્રી વર્તમાનમાં દુઃખી વધારે રહેતી હોય છે.

 એટલા માટે જ સ્ત્રીઓને સલાહ આપવામાં આવતી હોય છે કે “લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે અને એ નિયંત્રણ રાખવું સ્ત્રીઓના જ હાથમાં છે…” પરંતુ જયારે સ્ત્રી નકારાત્મક ભાવનાઓનો અનુભવ કરતી હોય છે ત્યારે આવી કોઈ સલાહ તે સમજી શકતી નથી. આવી ભાવનાત્મકતાને નિયંત્રણમાં રાખવી એ આપણા હાથમાં નથી હોતું. કારણકે સંવેદના શુદ્ધિ ક્રિયાના સિદ્ધાંત પ્રમાણે કોઈપણ ભાવનાત્મક નકારાત્મકતાનું મૂળ કારણ મનમાં નહિ પણ શરીરની ઊર્જા-પ્રણાલીમાં સમાયેલું છે.

 હવે આપણે જોઈએ કે નકારાત્મક ભાવનાઓ ખરેખર કેવી રીતે પેદા થાય છે. નકારાત્મક ભાવનાઓ પેદા થવાનું મૂળ જે કારણ છે તે સ્ત્રી અને પુરુષ બંને માટે કોમન છે. જીવનમાં કોઇ અપ્રિય ઘટના બને તેની પ્રતિક્રિયા રૂપે આવા નકારાત્મક ભાવનાઓ જેવા વિકારો જાગે છે… તો શું એ ખરેખર શક્ય છે કે આ દુનિયામાં ક્યારેય કોઇ અપ્રિય ઘટના બને જ નહીં? જીવનમાં કોઇ ને કોઇ પ્રતિકૂળ પરિસ્થિતિઓ તો આવતી જ રહે છે. નકારાત્મક ભાવનાઓ અને અન્ય મનોવિકારો શા કારણે પેદા થાય છે તેનું પણ એક ચોક્ક્સ વિજ્ઞાન છે અને આ પદ્ધતિ એ વિજ્ઞાનના શુદ્ધ સિદ્ધાંતો પર રચાયેલ તદ્દન નવી જ યોગ-ક્રિયા છે જેને આપણે ઊર્જા-યોગથી ઓળખીશું. સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા આ બધા નકારાત્મક ભાવના દ્વારા પેદા થયેલી શારીરિક નકારાત્મક અસરને આસાનીથી નિર્મૂળ કરવી શક્ય બને છે અને સ્ત્રી આપમેળે જ તમામ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના મનને શાંત અને સંતુલિત રાખી શકે છે… અતિ પ્રતિકૂળ પરિસ્થિઓમાં પણ સ્ત્રીની સમતા બની રહે છે આથી મનમાં તટસ્થભાવ કે સાક્ષીભાવ આપોઆપ જ પેદા થાય છે અને જીવનમાં આનંદ-ઉલ્લાસ અને સુખની પ્રાપ્તિ થાય છે.

 જીવનમાં કોઈપણ અપ્રિય અથવા નકારાત્મક ઘટનાના અનૂભવ દ્વારા આપણાં શરીરમાં રહેલાં ઊર્જા-તંત્રમાં એક કે અનેક જગ્યાએ વિક્ષેપ પેદા થાય છે અને પરિણામે આપણાં અર્ધજાગૃત મનમાં એ નકારાત્મક અનૂભવની સ્મૃતિ સાથે ઊર્જા વિક્ષેપનું જોડાણ થઈ જાય છે. આથી જ્યારે પણ એ નકારાત્મક અનૂભવને આપણે યાદ કરીએ છીએ ત્યારે પણ આપણી ઊર્જા પ્રણાલીમાં ફરીથી એ જ વિક્ષેપ પેદા થાય છે અને પરિણામે ફરીથી અસ્વસ્થતાનો અનૂભવ થાય છે. ટૂંકમાં, આપણાં શરીરમાં અન્ય કોઇ કારણથી નહીં પણ ઊર્જા-તંત્રમાં પેદા થયેલ એ વિક્ષેપ કે અવરોધના કારણે જ આ બધી નકારાત્મક ભાવનાઓ ઉદ્દભવે છે… ઊર્જા-તંત્રમાં પેદા થયેલા આ વિક્ષેપને જો કોઇપણ રીતે દૂર કરવામાં આવે તો તેની સાથે જોડાયેલી નકારાત્મક અસરો પણ દૂર થઈ જાય છે અને સમસ્યાઓમાં તાત્કાલીક રાહત પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઊર્જા-તંત્રમાં ઉદ્દભવેલો વિક્ષેપ દૂર નથી થતો ત્યાં સુધી એ નકારાત્મક ભાવનાઓનો અનૂભવ થતો જ રહે છે અને સમસ્યા યથાવત્ત રહે છે. આપણી ઊર્જામાં થયેલાં આ વિક્ષેપને સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા ખૂબજ સરળતાથી દૂર કરી શકાય છે અને નકારાત્મક ભાવનાઓથી તાત્કાલિક છૂટકારો મેળવી શકાય છે… પરિણામે, એ નકારાત્મક ભાવનાઓ દ્વારા ઉદ્દભવેલી તમામ સમસ્યાઓથી પણ છૂટકારો પ્રાપ્ત થઈ શકે છે. એટલામાટે જ સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા લગભગ તમામ પ્રકારના ભાવનાત્મક પ્રશ્નો, શારીરિક આરોગ્ય તેમજ કાર્યક્ષમતાને સંલગ્ન પ્રશ્નોમાં ખૂબજ અસરકારક રીતે, અત્યંત ઝડપથી અને સરળતાથી સફળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

 સ્ત્રીઓને લગતી લગભગ તમામ સમસ્યાઓમાં જેમકે ભાવનાત્મક અને શારીરિક સમસ્યાઓમાં સંવેદના શુદ્ધિ ક્રિયા કેવી રીતે ઉપયોગી થઇ શકે છે તે અંગે એક ખાસ સ્ત્રીઓ માટેજ સંવેદના શુદ્ધિ ક્રિયા (SSK Yoga) બેઝીક કોર્સ શિબિરનું આયોજન ભારતના વિવિધ શહેરોમા કરવામાં આવે છે અને ભવિષ્યમાં વિદેશમાં પણ વિવિધ જગ્યાઓએ આયોજન કરવામાં આવશે…  શિબિર અંગેની વિસ્તૃત માહિતી તેમજ શિબિર શેડ્યુલ જાણવા માટે રૂબરૂ સંપર્ક કરવો જરૂરી છે. 

 સંપર્ક –  શ્રી પ્રિયદર્શી અર્થ – ૯૨૭૫૧૯૧૧૧૧  ઈમેલ – sskf@aol.in

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

3 Responses to સ્ત્રી અને સંવેદના…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    સ્ત્રી સંવેદના અને ભાવનાઓ પ્રત્યે વધુ સતેજ હોય છે. અમુક વિશેષતાની બાબતમાં મહિલાઓ ચડિયાતી હોય છે, એવું સંશોધન દ્વારા પુરવાર થયું છે. વિશ્રામની અવસ્થામાં પુરુષના મસ્તિષ્કની ગતિવિધિઓ ૭૦ ટકા બંધ હોય છે, જ્યારે મહિલાઓનો ૯૦ ટકા ભાગ ક્રિયાશીલ હોય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ વાતાવરણની સૂચનાઓ અને સંકેતોને સતત ગ્રહણ કરતી રહે છે અને તેનું વિશ્લેષણ કરતી રહે છે. તે સંવેદનશીલ હોય છે.આ અંતરદૃષ્ટિ ગહન સંવેદનાને કારણે વિકસે છે. મનુષ્યની આંખના રેટિનામાં ૧૩૦૦ લાખ રોડ જેવી ફોટોરિસેપ્ટર કોશિકા હોય છે. તે કાળો અને સફેદ રંગ ઓળખવાની ક્ષમતા ધરાવે છે. સાથે એક્સ ક્રોમોઝોમ હોય છે જે કોન સેલનું નિયંત્રણ કરે છે. પુરુષમાં એક્સ ક્રોમોઝોમ એક જ હોય છે જ્યારે સ્ત્રીમાં બે એક્સ ક્રોમોઝોમ હોય છે. આ કારણે મહિલાઓ રંગ પારખવામાં પુરુષ કરતાં વધુ સંવેદનશીલ અને વિશ્લેષણપ્રિય હોય છે. સ્ત્રીની નિરીક્ષણ કરવાની શક્તિ પણ પુરુષ કરતાં વધુ હોય છે. તેની પાછળ કારણ એ છે કે તેના આંખની બનાવટ કંઈક એવી હોય છે કે તે પોતાના માથાની બંને બાજુ પાછળના ભાગમાં ૪૫ ડિગ્રી ત્રાંસુ જુએ છે જ્યારે મહિલા ૧૮૦ ડિગ્રી જોઇ શકે છે તેથી મહિલા પોતાની આસપાસના વાતાવરણનું નિરીક્ષણ બહુ ઝડપથી અને સૂક્ષ્મ રીતે કરી શકે છે. મહિલામાં હજારો રંગો એક સાથે પારખવાની ક્ષમતા પણ રહેલી છે. આ બાબતમાં આંખોના નિષ્ણાતનું માનવું છે કે રેટિના દર સેકંડે ૧૦૦ મેગાવોટ સમાન અબજો પ્રકાશ તરંગો ગ્રહણ કરે છે. હજારો રંગોને એકસાથે પારખવાની ક્ષમતા રેટિનામાં હોય છે, પરંતુ આપણે આપણા મનને અનુકૂળ રંગોને ઝડપથી ઓળખીએ છીએ. મહિલા આ બાબતમાં વ્યાપક પરિમાણમાં રંગોને પારખી લે છે. મહિલામાં રહેલા ઇસ્ટ્રોજન હોર્મોનને કારણે તે ચીજવસ્તુ અને તેના ઉપયોગ પ્રત્યે પણ વધુ સમજણ ધરાવે છે. મહિલાની સંવેદના સતેજ હોવાથી તે અંધારામાં વસ્તુની ચકાસણી કરી શકે છે. જોકે, મહિલાની એક મર્યાદા પણ હોય છે તે રાત્રે દૂર સુધી જોવાની ક્ષમતા નથી ધરાવતી. જ્યારે મહિલામાં સ્પર્શ અને દબાણ માટે જવાબદાર ઓક્સિટોસિન હોર્મોન વધારે સક્રિય હોય છ. તે સ્પર્શની બાબતમાં પણ વધુ સંવેદનશીલ હોય છે. મહિલાઓ સ્વાદની અનુભૂતિમાં પણ પુરુષ કરતાં ચડિયાતી હોય છે. જીભમાં ચાર પ્રકારના સ્વાદ રિસેપ્ટર હોય છે. ગળ્યા, નમકીન, તુરા , ખાટ્ટા વગેરે મળીને ૧૦,૦૦૦ રિસેપ્ટર હોય છે. તેમાં મહિલાઓમાં ગળ્યા સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ વધારે હોય છે. તેથી જ સ્વાદની પરખ માટે મહિલાને પસંદ કરવામાં આવે છે. આવાં બીજાં અનેક ક્ષેત્રો છે જ્યાં મહિલાઓ પુરુષ કરતાં વધુ ચડિયાતી છે. જે તેની તીવ્ર સંવેદનશીલતાને આભારી છે. તો નારીએ પોતાની વિશેષતાઓ, સંભાવનાઓ પ્રત્યે જાગૃત થવું જોઈએ અને કુદરતે આપેલા અનુદાનનો પૂરેપૂરો લાભ લઈને તેની તમામ સૂક્ષ્મ શક્તિ, ક્ષમતાઓને પારખીને તેને રચનાત્મક માર્ગે વાળવી જોઈએ તો નારી સાચા અર્થમાં નિર્માત્રી બની શકે છે. મારા અને મારા પતિના મોતિયાના ઓપરેશન થોડા વખત પહેલા થયા ત્યારે આ વાતની થોડી અનુભૂતિ થઇ હતી…

  2. Gd one….sachu shtree bahu sanvedanshil hoy che

  3. Ramesh Patel says:

    મનનીય લેખ ..એક જીવન દર્શન.

    રમેશ પટેલ(આકાશદીપ)