*
અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!
આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!
અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી જમનાદાસ હરજીવનદાસ ઘીયા તથા પૂજ્ય દાદી સ્વ. જયાકુંવર જમનાદાસ ઘીયાએ એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને ઘીયા કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. જયેષ્ઠ પુત્ર સ્વ. શ્રી મગનભાઇ ઘીયા, દ્વિતિય પુત્ર સ્વ.શ્રી ઇન્દુભાઇ ઘીયા, તૃતિય પુત્ર શ્રી ચિમનભાઇ ઘીયા તથા ચતુર્થ પુત્ર શ્રી વિનોદભાઇ ઘીયા એ વેપાર વાણીજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી..તથા સૌરાષ્ટૃનાં દાનવીર ભામાશા કહેવાયા..! ચારે પુત્રો એ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું…એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાં માં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ….! ..
સાત સાત ફેરે સાત ભવના કોલ, કોઈ કાળજાનો કટકો, કોઈ કાળજાની કોર, બંધન અનોખું …!..
આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?…
અમને બધાને જન્મ આપી, દીકરાઓને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ ઘીયા કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા….! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..!
પૂજ્ય મમ્મીએ હંમેશા એમનાં નામ મુજબ જ નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર…!!….અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..!
એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ…એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનો નાં લાખ લાખ પ્રણામ ..! આજે શ્રીજી પાસે એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને ઘીયા કુટુંબમાં જ જન્મ મળે દીકરાંનો..!.. કારણ કે દીકરી બનીને એમનાંથી દૂર રહેવું પડ્યું…હવે દીકરો બનીને ઋણ ચુકવવું છે..!..છે ને આ અનોખું બંધન ..?..એમની મમતા અને વાત્સલ્ય નાં બંધન થી દૂર નથી થવું..!
આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહી..!
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!
***
17 Responses to સુવર્ણજયંતી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments