આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી પિતા,
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
– કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)
સાગર અને શશી(ચન્દ્ર)નું અદભુત સાયુજ્ય, કવિની દ્રષ્ટી જ નિહાળી શકે છે..! આ ઉમદા કવ્યનો રસાસ્વાદ આલેખવા અસમર્થ છું. પરંતુ આ કાવ્યના શબ્દો અને વર્ણન હૃદયને સ્પર્શી જાય છે..!
[કવિ શ્રી કાન્તની આ ઉત્તમ રચના ” સાગર અને શશી ” તરફ ધ્યાન દોરવા બદલ શ્રી ધુફારીજી, શ્રી ભજમનજી તથા શ્રી પ્રકાશભાઇનો ખૂબ ખૂબ આભાર.]
9 Responses to સાગર અને શશી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments