આજે આપણા બ્લોગજગતની લાડલી ચિ. ધ્વની જોષી- ભટ્ટનાં જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ … !
***
અત્રે પ્રસ્તુત છે તેના જ શબ્દોથી કંડારેલી આ સુંદર રચના.. !! ..આમ તો જો કે, દરેક વ્યક્તિના મનમાં રોજબરોજ સંબંધો માટે આવુ જ મનોમંથન ચાલતુ હોય એવું નથી લાગતું ?
કેવી સચોટ વાત છે..!! ….આ સંબંધોની આવન-જાવન ક્યારેક મૂંઝવી દે છે સાચે જ ..!!
*
સંબંધ નાં તાણાવાણા ન મને કદી સમજ આવ્યા,
સંબંધે તેની વ્યાખ્યામાં ન કોને કોને સમાવ્યા!!
પળમાં કરતાં પુલકિત હૃદય સંબંધો,
પળમાં અસ્તિત્વય ભુલાવતા સંબંધો.
ક્યાંક ઝૂકતાં, ક્યાંક અક્કડ રહેતા સંબંધો,
લાગણીડાળે ઝૂલતાં, ક્યાંક છળતાં સંબંધો.
મારાપણાંથી આપણાંપણાં માં વિસ્તરતા સંબંધો,
ને આપણાંપણાંથી ઓટ લઈ વિષમતાં સંબંધો.
ન કોઈ ગણિત કામ આવે, ન દે કોઇ અનુભવ સાથ,
સંબંધે સંબંધે રંગ નવા લેતા સંબંધો.
ક્યારેક….
આ બધાજ થી પર થઈ હું,
જોયાં કરું છું… અનુભવ્યા કરું છું
આ સંબંધોની
આવનજાવન ને!!!
***
8 Responses to સંબંધો…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments