પ્રિય મિત્રો,
ગુજરાતી બ્લોગ જગત માટે સર્વ પ્રથમ ”શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા” શરૂ કરવામાં આવી છે, જેના આયોજકો છે, માનનીય શ્રી કાંતિભાઈ કરસાળા, શ્રી વિજયભાઈ શાહ, શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારૂ. આ નવા પ્રયાસ માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન.!
આ સ્પર્ધાનો હેતુ હાર-જીત નહીં, પરંતુ ગુજરાતી બ્લોગ્સની આગવી ઓળખ માટે તથા ગુજરાતી ભાષાને વિશ્વ-વ્યાપી બનાવવાનો જ પ્રયાસ માત્ર છે .. આ કાર્ય દ્વારા આપણી માતૃભાષાને વિશ્વમાં ઊચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય, પરદેશ વસનારા આપણા ગુજરાતીઓ કે જેઓ ગુજરાતી બ્લોગ જગતથી અજાણ છે, એમને પણ આ નવા વિશ્વમાં એક આત્મિયતા નજર આવશે .. ‘મારું ગુજરાત – મારી માતૃભાષા’ આ સુત્ર એક મંત્ર બની માનસપટ પર ગુંજતુ રહેશે … આ માટે દરેક મિત્રોને વિનંતી કે એમના મિત્ર મંડળ સુધી આ સ્પર્ધાની માહિતી પ્રસરાવે અને પસંદગીના યોગ્ય બ્લોગ્સ ને મત આપવા પ્રોત્સાહિત કરે ..!
ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ – ૯૫૦ થી વધુ બ્લોગ્સનાં નામ પ્રમાણે બનેલી યાદીમાંથી આપે આપના પસંદગીના પાંચ બ્લોગ્સને મત આપવાના છે. મત આપવાની પ્રક્રિયા સરળ છે…. આપને ગમતા પાંચ બ્લોગના નામ અને તેની વેબકડી (url) ફરજીયાત) અને આપને એ બ્લોગ્સ / વેબસાઈટ્સ કયા કારણે ગમે છે? (મરજીયાત) એ આપે આ સાઇટ – ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી.પર પ્રતિભાવ તરીકે મૂકવાના છે. મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર.
આપના મતોને આધારે સૌથી વધુ મત ધરાવતા પ્રથમ ૨૫ બ્લોગ્સ / વેબસાઈટ નિર્ણાયકો સુધી પહોંચાડવામાં આવશે.
એ યાદીમાંથી વિવિધ ક્ષેત્રવાર ગુણવત્તા ચકાસણીને અંતે નિર્ણાયકો દ્વારા પ્રમુખ ગુજરાતી બ્લોગ (૧૦) વિજેતાઓ નક્કી કરાશે.
ખાસ જણાવવાનું કે, આયોજકોના / નિર્ણાયકોના બ્લોગ્સ આ સ્પર્ધાની બહાર છે, જે નીચે મુજબ છે, જેને મત આપી શકાશે નહીં.
કૃષ્ણકાંતભાઈ ઉનડકટ (તંત્રીશ્રી, સંદેશ) http://krishnkantunadkat.blogspot.com
જયશ્રીબેન ભક્તા પટેલ (ટહુકો વેબસાઈટના સંચાલક) http://tahuko.com
નીલમબેન દોશી (વાર્તાકાર અને બ્લોગર) http://paramujas.wordpress.com
વિશાલભાઈ મોણપરા (વેબ ડેવલપર અને કવિ ) http://www.vishalon.net
ચેતનાબેન શાહ (સમન્વય વેબસાઈટના લેખિકા / સંચાલક) http://samnvay.net
વિનયભાઈ ખત્રી (ફનએનગ્યાન વેબસાઈટના સંચાલક) http://funngyan.com
જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અક્ષરનાદ વેબસાઈટ સંપાદક) http://aksharnaad.com
જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અધ્યારૂ નું જગત બ્લોગના સંચાલક) http://adhyaru.wordpress.com
વિજયભાઈ શાહ (વિજયનું ચિંતન જગત બ્લોગના સંચાલક) http://www.vijayshah.wordpress.com
કાંતિલાલ કરસાળા (ઋષિચિંતન વેબસાઈટના સંચાલક) http://rushichintan.com
***
વધુ માહિતી માટે –
http://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/
***
4 Responses to શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments