સ્વર – શ્રી મનહરભાઇ ઉધાસ
શબ્દો – શ્રી સૈફ પાલનપુરી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
માનનીય મિત્ર શ્રીમનહર ભાઈના સ્વર માધુર્યની વાત જ નિરાળી છે.. દરેક ગીત – ગઝલમાં પ્રાણ રેડીને સૂર વહાવતા હોય છે .. શ્રી સૈફ પાલનપુરીની આ સુંદર રચના, મધુરા સ્વર અને સંગીતના સમન્વયથી એક્દમ કર્ણપ્રિય લાગે છે…!!
શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …!!
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું
એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી
એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજરને નીચી રાખીને એણે સમયને રોકી રાખ્યો તો
એ મોજાં જેમ ઉછળતી’તી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી’તી
એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી..!!
વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..
ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી
બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન
મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું?
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….!!
બહુ સુનું સુનું લાગે છે ….!!
***
7 Responses to શાંત ઝરુખે…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments