home-purple

વીણેલા મોતી…

ક્યારેક તારું નામ છે, ક્યારેક આહ છે
ક્યારેક હસતી છે, ક્યારેક ભીની નિગાહ છે
છે દર્દ ‘શાલીગ્રામ’ અને આંસુ ‘તુલસીદલ’
બારેય માસ મારે તો તુલસી-વિવાહ છે …

-શ્રી અમૃત ઘાયલ

This entry was posted in વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

6 Responses to વીણેલા મોતી…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. સરસ ! ખુબ સરસ ! !

    શું લખું બીજું, અમ્રુત ઘાયલના વિચારો પર ?
    આશા એટલી કે કોઈક વાંચશે “સુવિચારો”મારા “ચંદ્રપૂકાર”પર !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Chetu….See you on Chandrapukar !

  2. Ramesh Patel says:

    છે દર્દ ‘શાલીગ્રામ’ અને આંસુ ‘તુલસીદલ’
    બારેય માસ મારે તો તુલસી-વિવાહ છે …

    હૃઉદયની લાગણીઓને શ્રી અમૃત ઘાયલે ઉમદા અને અનોખી રીતે કહી દીધી.
    સરસ .
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. Neela says:

    સુંદર મુક્ત છે.

  4. દિકરી ચેતના,
    તેં મોકલેલ અમૃત”ઘાયલ”ની રચના વાંચી મારી પાસે સચવાયેલ તેમના ૪ શે’ર અને એક મુક્તક લખી મોકલાવું છુમ જે ની.મુ. છે
    (૧)તારા અભાવની જ એ છાયા હશે કદાચ;
    વસમી જીવનની એટલે યાત્રા હસે કદાચ.
    (૨)રાખે છે એક્સ લાગણી મુજને અમીરની જેમ;
    હું એટલે તો આમ ફરૂં છું ફકીરની જેમ.
    (૩)મહોબ્બતન નથી રાખી શકાતી કોઇ બંધનમાં;
    પડ્યું છે પિંજરે પંખી ને ટહુકો દૂર ગામી છે.
    (૪)આ દુનિયાની મજાને દૂરથી મારી સલામી છે;
    દવા તો છે પણ મારા દર્દો પર નકામી છે.
    મુક્તકઃ
    મહોબ્બતના સવાલોના કોઇ ઉત્ત્ર નથી હોતા;
    અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
    નથી મળતી હરકોઇને દિલ સાચી લગન;
    બધા ઝહેર પીનારા કંઇ શંકર નથી હોતા.
    અસ્તુ,

  5. ……………………….

    ……………………….

    ……………………….

    “અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
    મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
    આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
    શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.”

    ……………………….

    ……………………….

    ……………………….

  6. hiral says:

    સરસ 🙂