જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવે છે…. ત્યારે આપણે કહેતાં હોઈએ છીએ… ધાર્યું ધણીનું થાય. સંબંધો પણ જીવનમાં ઘણીવાર અણધાર્યા પ્રગટે છે. ન જાણે કયો… કેવો ને ક્યાંથી કોઈ ઋણાનુબંધ ફૂટી નીકળે છે એ પામી શકાતું નથી. પરંતુ ક્યારેક કશુંક તો જીવનમાં એવું બનતું રહે છે જેનો જવાબ માત્ર બુદ્ધિથી કે તર્કથી પામી શકાતો નથી ત્યારે નાસ્તિક માણસને પણ બુદ્ધિથી પર પણ કોઈક તત્ત્વ છે એવું સ્વીકારવું પડતું હોય છે.
– નિલમબેન દોશી.
***