મ્હોર્યા કરે…

 

મૃગજળની પ્યાસમાં કોઈ ચોતરફ ભટક્યા કરે,

ને ઝંખના અણદીઠ સાગર, મેઘ થઈ વરસ્યા કરે..!!

મૌનની સંવેદના, વિહવળ બની જ્યાં વિસ્તરે,

અહેસાસ છે ત્યાં સ્પંદનો, શબ્દો થકી સ્ફુર્યા કરે..!!

હોય કો’ ઉન્માદ કે અવસાદની પળમાંય પણ,

સૂર બની કો’ વેણુના હરદમ પછી શ્વસ્યા કરે..!!

લાગણીનાં બીજને કોઈ સ્નેહનું સિંચન કરે,

ને પછીતો પ્રીતનાં ગુલમ્હોર બસ મ્હોર્યા કરે..!!

અલબત્ત ચકોરી-ચાંદનું ક્યારેય ના થાતું મિલન,

પડછાયામાં પાણી તણાં, એ રોજ આલિંગ્યા કરે…!!!

 – ભરત કવિ. ” ઊર્મિલ ”

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

8 Responses to મ્હોર્યા કરે…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. છેલ્લા શેરને માટે ખુબ સુંદર ફોટો શોધ્યો આપે !!

    સુંદર ગઝલ … સંવેદનાના તરંગોથી તરબોળ એવી ગઝલ …

  2. Khyati says:

    આ રચના માટે દાદ દેવી પડે, ખરેખર અદ્ભુત શબ્દો છે, અને એટલું સરસ વર્ણન ચે, આવી રચનાઓ વાંચીને ખરેખરે દિલ ખુશ થઇ જાય છે.

  3. naraj says:

    sudar gazal …………..
    majaa aavi keep it up

  4. sejal says:

    Good One.

  5. dilip says:

    હોય કો’ ઉન્માદ કે અવસાદની પળમાંય પણ,
    સૂર બની કો’ વેણુના હરદમ પછી શ્વસ્યા કરે..!!
    લાગણીનાં બીજને કોઈ સ્નેહનું સિંચન કરે,
    ને પછીતો પ્રીતનાં ગુલમ્હોર બસ મ્હોર્યા કરે..!!
    આખી જ રચના આસ્વાદ્ય છે ..મનોભાવને યથાર્થ રજુ કરી દે..ભરત કવિ ને અને આપને
    રજુ કરવા બદલ અભિનંદન..ઓડિયો હશે ને..?

  6. DEAR SIMPLY SUPERB NO WORDS TO EXPRESS…
    SANATBHAI..JSK..

  7. ભલે ભલે !અલબત્ત ચકોરી-ચાંદનું ક્યારેય નાં થાતું મિલન..
    પડછાયામાં^ પાણીતણા …એ રોજ આલિગ્યા કરે !
    આભાર ! આભાર ! આભાર !