home-purple

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…

* Happy Friendship day *

waterfalls1

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજે જ્યારે સમગ્ર જગત મિત્રતા દિન ઉજવી રહ્યું છે, ત્યારે પ્રભુને એ જ પ્રાર્થના છે કે …

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે…!

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે…!

દીન દુ:ખીયાને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે…!

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું…!

માનવતાની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…!

*

Related Posts:

Friendship 

Dosti

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

16 Responses to મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. આ ઝરણુ તો હંમેશા મારા હ્રદયમાં છે ….આજે બે સ્વરોમાં સાંભળી આનંદ થયો !
    હવે, ચેતના, ચંદ્રપુકાર પર આવીશ ને ?….ચન્દ્રવદન
    http://www.chandrapukar.wordpress.com

  2. mrunalini says:

    પ્રસંગને અનુરુપ
    ખૂબ સુંદર ગીત
    અને
    બે સ્વરમા
    મધુર ગાયકી

  3. pragnaju says:

    તમામ મિત્રોને દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ
    મિત્ર આપણા જીવનનો એક એવો ખુણો છે કે જો તે ના હોય તો જીંદગીમાં અંધારૂ જ અંધારૂ હોત. તેની સામે આપણે દરેક પ્રકારની આપણી લાગણીઓને ઠાલવી શકીએ છીએ. આપણા ભારે હૈયાને શાંત કરી શકીએ છીએ. જીવનના દરેક સુખ દુ:ખની અંદર તે આપણી સાથે એક પડછાયાની જેમ ઉભો રહે છે. જો જીવનમાં કોઈ મોટી આપત્તિ આવી પડે તો આપણને સાંત્વના આપે છે. મારી દિકરી યામિનીની રચના
    ખોવાઈ ચાલી દોસ્તો

    લાગણી કોરાઈ ચાલી દોસ્તો.
    જિંદગી ખોવાઈ ચાલી દોસ્તો.
    કોઈ લક્ષ્મણ પણ નથી સામે છતાં-
    રેખા દોરાઈ ચાલી દોસ્તો .
    યાદનાં અશ્રુને તો રોકો હવે,
    આંખડી ઢોળાઈ ચાલી દોસ્તો.
    દિલ મહીં જે સાચવી રાખી હતી ,
    વાત એ બોલાઈ જાતી દોસ્તો.
    એમ ન માનો કે ઘર ખંડેર છે,
    બારી ખુદ ડોકાઈ ચાલી દોસ્તો

  4. Ketan Shah says:

    મિત્રતા હાથ અને આંસુ જેવી છે
    જ્યારે હાથ ને વાગે છે ત્યારે આંસુ આવે છે
    જ્યારે આંસુ આવે છે ત્યારે હાથ આંસુ લુછવા ઉપર ઉઠે છે

    A good friendship does not depend
    on how good understanding we have.
    But it depends on how better
    we avoid Misunderstandings.

    WISHING YOU A VERY HAPPY FRIENDSHIP DAY

  5. Heena Parekh says:

    ખૂબ સરસ. અગાઉ આ ગીત ઘણી વાર સાંભળ્યું છે પણ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે સાંભળીને વધુ ગમ્યું.

  6. sejal says:

    Stars have 5 ends,squares have 4 ends,triangles have 3 ends,lines have 2 ends,life has 1 end and I think friendship has no end.

  7. મૈત્રીભાવનું આ પવિત્ર ઝરણું સમગ્ર વિશ્વના દરેકેદરેક હ્રદયનાં ખૂણે-ખૂણાને પલાળતું અવિરત વહ્યાં કરે એજ ભાવના.
    મૈત્રી મુબારક.

  8. જુનું,જાણીતું અને મનગમતુ સુંદર ગીત..મૈત્રી-દિન મુબારક ચેતના.

  9. Khyati says:

    Happy Friendship Day, Di.

    આશા છે કે આવી મિત્રતા મળતી રહે, જળવાતી રહે અને ઉજવાતી રહે.

  10. Dhwani Joshi says:

    ચેતુદીદી,
    હેપ્પી ફ્રેન્ડશીપ ડે..

    yup, Agree with Khyati… God bless ‘Our Gang’ with love, care n TIME for each other..!! 😉

  11. Dhwani Joshi says:

    Pragya Aunty,

    really like ur Daughter’s poem… very very good… convy my msg to her pls… thnx…

  12. hiral says:

    This stavan/stuti is written by Acharya shri Citrabhanu maharaj saheb.

  13. hiral says:

    Nice collection. great efforts 🙂

    hiral

  14. Mrs Purvi Malkan says:

    चेतु बहन स्कूल के दिनो की याद आपने दिलादी ।गीत के प्रत्येक बोल के साथ आंखो के सामने बचपन पंख लगाकर तैर रहा है।

  15. mrs Purvi Malkan says:

    અમારી સ્કુલમાં ગવાતી આ પ્રાર્થના .આ ગીત સંભાળતા જ સ્કુલ દિવસોની યાદ આવી ગઈ લાગે છે કે બચપણ પાછું આવી ગયું.