***
શુભ આજે બહુ વ્યસ્ત હતો … એક પછી એક કાર્ડ લખીને એક તરફ મૂકી, બોલતો જતો હતો કે ઉફ્ફ ..હવે આ કાર્ડ્સ પુરા થાય તો સારું … અને હાથમાં એક કાર્ડ આવ્યું .. વળી એકતરફ મુક્યું .. ને બીજું લીધું .. હમમમ … આ દીપને માટે સારું છે … પેલું બંટી માટે .. હા, આમાં ખાસ કશું લખેલ નથી એ પેલી ચિબાવલી ટીશા માટે.. લાસ્ટ યર એ મારી નોટબુક લઇ ગઈ તે પાછી આપી જ નહિ .. ને કહે કે ખોવાઈ ગઈ.. સાવ ખોટાડી છે એ તો. આમ તો એને કાર્ડ મોકલવાની ઈચ્છા જ નથી થતી .. પણ ગૃપમાં રહી ને ? કર્ટસી માટે પણ મોકલવું પડે ..! ચાલે ..એટલે જ એને તો આવું સિમ્પલ કાર્ડ જ મોકલી આપીશ … આવા બે કાર્ડ્સ છે ..પેલા અંશુને પણ એ જ મોકલું .. કાયમ મારી સાથે આર્ગ્યુંમેન્ટ જ કરતો હોય…!!…પછી કૈક સારા લખાણ વાળું કાર્ડ હાથમાં આવ્યું .. હમમ .. આ પીન્ટુ ને મોકલું .. !! એ તો ગૃપમાં આવે તો પણ શાંતિથી બધાને સાંભળે …કશા પ્રોબ્લેમ્સ ક્રિએટ ના કરે .. એના માટે આવું કૈક સારું જ મોકલાય ..! અને અહા.. આ તો કે ..ટ ..લુ .. સરસ કાર્ડ છે !! આ તો નીલને જ મોકલું … એ કાયમ મારી વાત માને છે ..!! હંમેશ મારી ફેવરમાં જ હોય ..!!
શીલા ક્યારની તેના ૧૧ વર્ષના પુત્રની આ બધી હરકત જોઈ રહી હતી .. તેને પૂછ્યું …શુભ, શું આ બધા પથારા કર્યા છે ? અને આટલા બધા કાર્ડ્સ ?
‘ઓહો મમ્મી .. તને એટલું પણ યાદ નથી કે આજે ” ફ્રેન્ડશીપ ડે ” છે ? તો બધા ફ્રેન્ડસ ને કાર્ડ્સ મોકલવા પડે ને ?”
શીલા હસી… ‘શુભ, તું તો એવી રીતે કાર્ડ્સ લખવા બેઠો છે જાણે કે કંકોત્રીઓ લખી રહ્યો હોય..!!’ બેટા તમે લોકો જેને ફ્રેન્ડશીપ ડે કહો છો એવા અમારે તો ૩૬૫ દિવસ હોય .. !!
ત્યાં તો ડોરબેલ રણકી ..વર્ષો જુના નોકર કેશવે બારણું ખોલ્યું …શીલા અને શુભ રૂમમાંથી બહાર આવ્યા …ને શીલાની આંખ ચમકી ઉઠી ..!!
***
આ તરફ રાજનની ઓફીસમાં મહત્વની મિટીંગ ચાલી રહી હતી..પરંતુ રાજનનું મન ના જાણે કેમ બેચેન હતું .. વારે વારે ઘડિયાળ તરફ નજર કરતા રાજનને તેના સેક્રેટરીએ પૂછ્યું કે સર, આજે આપનું ધ્યાન ક્યા છે ? જે વિષય પર ચર્ચા ચાલી રહી છે, એનાથી વિરુદ્ધ મંતવ્યો તમે આપી રહ્યા છો..પરંતુ રાજનની અકળામણ વધી ને અંતે કહી દીધુ કે આજની મિટીંગ કેન્સલ ..!! બધા આશ્ચર્યથી જોઈ રહ્યા ..!! જે બોસ કાયમ સમયના પાબંધ .. પુરેપુરી ડિસીપ્લીનના આગ્રહી..કોઈ કાર્ય અધૂરું ના મુકે એવા બોસ, આજે આ મહત્વની મીટીંગને કેન્સલ કરીને કેટલું મોટું નુકશાન વ્હોરી રહ્યા છે ? .. અંદરોઅંદર સ્ટાફમાં પણ ઘણી વાતો થઇ પરંતુ, રાજનને તો ઉતાવળ હતી ..ઓફિસમાંથી નીકળીને જલ્દી કારમાં ઘર તરફ જવા નીકળી ગયો…રસ્તામાં ડ્રાઈવરને પણ કારની સ્પીડ વધારવાની સુચના આપી … પરંતુ ટ્રાફિક .. !! અને એ પણ મુંબઈનો ..!! આજે તો રાજનની હાલત જોઈ ડ્રાઈવરને પણ કુતૂહલ થયું ..અંતે એ ઘરે તો પહોચ્યો.. રઘવાયો થઈને ઘરમાં કોઈને શોધવા લાગ્યો… !!
કોઈ ના દેખાયું એટલે શીલાના નામની બુમો પાડી … શીલા આવી ને કંઈ કહે એ પહેલા,
‘શીલા .. શીલા.. કેટલા વાગ્યા ..? ડ્રાઈવરને મોકલ્યો ?
‘મેં ભૂલ કરી ..આજે હું ઓફીસ ના ગયો હોત તો…અરે ઓફીસથી સીધો હું સ્ટેશન પર ગયો હોત તો..!!’
શીલા મીઠું મલકી : શાંતિ રાખો રાજન … !
‘અરે પણ તને ખબર છે કે …’
‘હા હા.. મને બધી ખબર છે ..’
‘તો પછી..? ચાલ હવે જલ્દી જઈએ …’
‘કયાંય જવાની જરૂર નથી …વિરેનભાઈ આવી ગયા છે ..
‘હેં ..??? ક્યા છે ? મને કેમ દેખાતો નથી ..??
ડ્રાઈવર અને ઘરના નોકરોએ ક્યારેય પોતાના શેઠને આવી રીતે રઘવાયા થતા નહોતા જોયા ..શુભ પણ ડેડીનું આવું રૂપ પહેલી વાર જ જોઈ રહ્યો..!!
‘અરે શાંતિ રાખો રાજન… વિરેનભાઈને જરા ફ્રેશ થવા માટે ગેસ્ટરૂમમાં મોકલ્યા છે …’ શીલા ફરી મલકી ને શુભ તરફ જોયું … શુભ તો અવાચક… ડેડીની સામે જ જોઈ રહ્યો હતો …!!
ત્યાં તો વિરેન પણ રૂમમાં થી બહાર આવ્યો … રાજને તો હાથમાંની એટેચી-બેગને સોફા પર ફંગોળી અને વિરેનને ભેટી પડ્યો …બન્નેની આંખોમાંથી અમીધારા વહેવા લાગી .. ઓફિસમાં કડકાઈ અને કઠોરતાનું મહોરું પહેરતો રાજન અત્યારે મીણ જેવો નરમ દેખાતો હતો.. આફટર ઓલ ૧૫ વરસ પછી બન્ને મિત્રો રૂબરૂ મળી રહ્યા હતા ..!!!
વિરેન ગુજરાતમાં સ્થાયી થયો હતો અને રાજનને બિઝનેસ માટે દેશ-વિદેશ ફરવું પડતું .. તેથી બહુ સમય મળતો જ નહીં .. પરંતુ બન્નેની દોસ્તી અતુટ હતી … ભલે રૂબરૂ નહોતા મળતા, પરંતુ પત્રવ્યવહાર ચાલુ હતો એ પછી ફોન અને ઈમેલ દ્વારા પણ સંપર્ક ચાલુ જ રહેતો …રાજનની આર્થિક પરિસ્થિતિ વિરેન કરતા ઘણી સારી હતી છતાં પણ ક્યારેય બન્નેના સંબંધ વચ્ચે એવા કોઈ જ પરિબળો નહોતા આવ્યા કે એમની મૈત્રીમાં કોઈ ભંગ પડે… અગર કોઈ ગેરસમજ થતી તો પણ બંનેને એકબીજા વિના ચેન ના પડતું.
રાજને ઘણીવાર વિરેનને ખબર પણ ના હોય એવી રીતે ગુપ્ત મદદ કરી હતી ..કારણકે એ જાણતો હતો કે વિરેન જેવો સ્વમાની વ્યક્તિ એમ જ તો મદદ નહીં જ સ્વીકારે .. અને વિરેને પણ ક્યારેય રાજન તરફથી કોઈ જ અપેક્ષા રાખી નહોતી .. !!
પછી તો અલકમલકની વાતોનો દોર ચાલુ થયો .. વચ્ચે વચ્ચે જુના સંસ્મરણો તાજા થયા.. બાળપણમાં કેવા તોફાનો કરતા .. કોઈના ખેતરે જઈને કાંઈ ને કાંઈ ટીખળ કરી આવતા …અને એકના બદલે બીજા એ સજા ભોગવી હતી વિગેરે, બંનેની મૈત્રીના અનેક પ્રસંગો, શુભ એકાગ્રતાથી સાંભળતો રહ્યો…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
બચપણમાં હંમેશ જે ગીત લલકારતા, ‘તિનક તિનક તીન્તારા …’ એ શીલાના આગ્રહથી ફરી બન્નેએ સાથે ગાવાનું ચાલુ કર્યું, જેમાં શીલા અને શુભ પણ જોડાયા ને મૈત્રીની મ્હેંકથી વાતાવરણ સુગંધિત થઇ ગયું ..!!! ..
ગીત ગાતા ગાતા શુભનું ધ્યાન પેલા કાર્ડસ તરફ ગયું..તેણે બધા જ કાર્ડસ ફાડી નાખ્યા અને એક નવું કાર્ડ લખવા બેસી ગયો..!!
***
Related Posts
ફ્રેન્ડશીપ
દોસ્તી
***
20 Responses to મૈત્રીની મ્હેંક…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments