home-purple

મુલાકાતોની શ્રૃંખલા ~ એક યાદગાર સફર…

મુલાકાતોની શ્રૃંખલા ~ એક યાદગાર સફર

મિત્રો…, યાદ એક એવી અવિસ્મરણીય અને અવિભાજ્ય પળ હોય છે જેને આપણે ક્યારેય હૃદયથી અળગી કરી શકતાં નથી ….અને આ વખતની સફર ખરેખર યાદગાર બની રહી….!!.. મન તો અત્યારે પણ એ સ્મરણ પ્રદેશમાં વિહરી રહ્યું છે..!!…

મારાં પૂ.મમ્મી–પપ્પા તથા પૂ.કાકા-કાકીનાં લગ્નજીવનની સુવર્ણ જયંતી, ભાઇ-ભાભીની રજતજયંતી તથા પૂ.પપ્પાનાં જન્મદિનની હીરક જયંતી નિમીતે બધા ભાઇ બહેનોએ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરેલું. લંડન, સુદાન અને દુબઇથી અમે બધી દિકરીઓ પણ આ પાર્ટીઁ માં સરપ્રાઇઝ આપવા આવ્યાં.. ત્યારે જે માહોલ સર્જાયો અને હર્ષ-મિશ્રીત અશ્રુભીની લાગણીઓનાં પૂર ઉમટયાં હતાં એ પ્રસંગ ને શબ્દોમાં વર્ણવી શકવા અસમર્થ છું… ! સમગ્ર ઘીયા-પરિવારનું આ ” અનોખુબંધન ” આમંત્રિત મહેમાનોની પલકોને પણ છલકાવી રહ્યું હતું….!..અને મહેમાનો તરફથી આ પંક્તિઓ પણ સાંભળવા મલી..કે, પહેલાં એમ કહેવાતું કે દિકરી સાપનો ભારો છે પણ અત્યારે દેખાય છે કે સાપનો ભારો નહીં પરંતુ વ્હાલનો દરિયો છે…!!.. ખરેખર અમે પણ ઘીયાપરિવારની દિકરી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ..!

17157_247581402676_5427587_n

…આ પાર્ટીઁમાં શ્રી અમિતભાઇ પિસાવડિયાને મળવાનો લાભ પણ મળ્યો… ત્યાર બાદ મારી બહેનના પુત્ર ચિ. પાર્થ કે જેણે રાજકોટથી જ લંડનની ટ્રિનીટી મ્યુઝિક કૉલેજમાં કીબોર્ડ પર પહેલો અંક પ્રાપ્ત કરેલ છે, તેણે પણ સંગીતની રસલ્હાણ કરી…!!..ત્યાર બાદ મારાં ભાઇઓ અને બહેનોએ મને પણ સરપ્રાઇઝ આપી..!!.. શ્રીજી, સૂર-સરગમ તથા અનોખુંબંધન ને આવકારી અને પ્રોત્સાહન રૂપે પૂ. ભાભુનાં હસ્તક મને શિલ્ડ એનાયત કર્યું..!!…જે મારાં માટે આશીર્વાદ રૂપ છે…!!… પ્રભુની કૃપા, વડીલોનાં આશીર્વાદ અને સ્નેહીજનોની શુભેચ્છાઓ સાથે હોય એનાથી રૂડું બીજું શું હોઇ શકે..?
17157_247581412676_4615875_n

શ્રીનાથદ્વારા તથા વડોદરા હવેલીમાં શ્રીજી દર્શન સાથે જ વૈષ્ણવો અને મિત્રો સાથેની મુલાકાતો નો સિલસિલો શરૂ થયો…એક તરફ પ.પુ. ગોસ્વામી શ્રી યદુનાથજીનાં વચનામૃત સાંભળવાનો લાભ મળ્યો …જે સાંભળી ને ખરેખર મન પાવન થઇ જાય ….!!!..એમની વાણી સાંભળવી એ પણ એક અમુલ્ય લ્હાવો છે..!.. અને એમનાં આશીર્વાદ પણ મળ્યાં….

બીજી તરફ મારા પુજ્ય સર શ્રી ધીરજલાલ પી. ભૂત કે જેમને હું આટલાં વરસો પછી શોધી અને મળી શકી…!! …આ ગુરુ-શિષ્યાની મુલાકાત પણ અનોખી હતી…! .. બન્નેનાં નયનોમાંથી અશ્રૃધારા વહી રહી….!! હું સર પાસે વરસો પહેલાંનો એમણે લખેલ આશીર્વાદ રૂપ પત્ર લઇ ને ગઇ તો તેઓ પણ મારા જ ગુરુજી છે …! એમણે પણ મારી વરસો પહેલાંની નોટબુક બતાવી કે જેમાથી તેઓ આજે પણ વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ કરાવે છે…!..

બીજી પણ એક આશ્ચર્ય જનક વાત કે આ વખત તો જાણે કે નેટ જગતનાં મિત્રો ને મળવા માટેનાં જ સંયોગો નિર્માણ થયા હતાં , જેમને ક્યારેય જોયાં ના હતા …મળ્યાં ના હતાં એ બધા જ મિત્રો…જાણે કે પોતાના સ્વજન સમા લાગ્યાં…વાંચક મિત્રો, બ્લોગર્સ મિત્રો તથા “ ધબકાર ” ગૃપ નાં સભ્યમિત્રો…! આ દરેક મિત્રો સાથેની મુલાકાત એક સોનેરી યાદ બની રહી…!! દુબઇમાં શ્રી નિલેષભાઇ વ્યાસ (નીપ્રા) તથા (કવિ અક્ષય – (અખાનાં છપ્પા) એમનાં વંશજ શ્રી નીરજભાઇ સોનાવાલા, લંડનમાં નીરજભાઇ શાહ (રણકાર) અને ધ્વની જોષી (લાગણીની કલમે) આ બધા મિત્રો સાથેની નિર્દોષ મજાક મસ્તી તો ક્યારેય ભુલી નહી શકાય ..!..અલ્પ સમયમાં કોઇ અનોખાંબંધન થી જોડાઇ ગયાં બધા એક્બીજા સાથે…!…તો ઇંડિયામાં અમિતભાઇ પિસાવડીયા (અમીઝરણુ) જે સાઇટ દ્વારા જ ખબર પડી કે અમે તો એક જ વતનનાં, અને ખરેખર અમીતભાઇનો શાંત અને સૌમ્ય સ્વભાવ હૃદયને સ્પર્શી ગયો..! તથા મૃગેશભાઇ શાહ (રીડ ગુજરાતી).જે સાઇટ જ મારા આ ત્રણ બ્લોગ્સ બનાવવાની પ્રેરણા છે )…મૃગેશભાઇએ શ્રીજીહવેલી દર્શન કરાવ્યાં..સાથે જ એમનાં નિખાલસ અને લાગણીસભર સ્વભાવનાં દર્શન પણ થયાં…. તો સમયના અભાવે દિપાલીબહેન-કેતનભાઇ ( વ્રજવેલી )ની વ્રજધામ હવેલી દર્શન માટેની ઇચ્છા ને માન ન આપી શકાયું,અને તેઓ બન્ને ખાસ મને મળવા આટલાં દૂર થી પણ આવ્યાં એમની લાગણી ને કેમ ભૂલી શકાય ..? જ્યારે કૃણાલભાઇ ચોક્સી અને જાગૃતિબહેન-રવિભાઇ શેઠ જોડે નાથદ્વારામાં સત્સંગ થયો, જે છપ્પનભોગનાં દર્શન સમયે ભક્તજનોની ભીડમાં કદાચ અશક્ય જ લાગતું હતું કે મળી શકાશે…પણ શ્રીઠાકોરજીએ જ મુલાકાત કરાવી આપી..!..જે ક્યારેય ભુલી નહીં શકાય… આ મુલાકાત ઉપરાંત માલતીબહેન-મહેશભાઇ માલવિયા,કૈલેશભાઇ ઝવેરી તથા જાગૃતિબહેન-પંકજભાઇ શાહ સાથે થયેલી મુલાકાત, તો હર્ષભાઇ , કુલીનભાઇ, અંકિતભાઇ તથા અશિતભાઇ પટેલ,કિંજલબહેન-અશોક્ભાઇ પટેલ ( સબ-રસ )સાથે ફોન પર થેયેલી મુલાકાત પણ અવિસ્મરણીય છે…..! માત્ર ઔપચારીકતા નહી પરંતુ હૃદયનો ભાવ મહેસુસ થયો છે આ બધી જ મુલાકાતોમાં…!

જ્યારે રેખાબહેન-વિશ્વદીપભાઇ (ફૂલવાડી)U.S.A ) ને મળવાનો લાભ પણ મળ્યો તો દેવિકાબહેન ધૃવ (શબ્દને પાલવડે)U.S.A ) જોડે ફક્ત ફોન પર જ વાત થઇ શકી…
બીજી તરફ ધબકાર+બ્લોગર્સ મિત્રો એ ખાસ મારા માટે આ સંમેલન યોજ્યું એ જ મારા અહોભાગ્ય કહેવાય .!..એ માટે ખરેખર હું અંત:કરણ પૂર્વક બધાજ મિત્રો ની આભારી છું. આ સંમેલનનું આયોજન કરનાર શ્રી શૈલ્યભાઇ શાહ ( વિસ્તરતી ક્ષિતિજો )+ Singer + Yoga master) અને પીંકીબહેન ( શબ્દશ: ) ખૂબ ધન્યવાદને પાત્ર છે… અને પૂજ્ય જુગલકાકા( જુગલ ભાઇ વ્યાસ (નેટ-ગુર્જરી) તથા પૂજ્ય હરીશઅંકલ ( હરીશ ભાઇ દવે (મધુ સંચય) , નવીનભાઇ બેંકર ( Member of Gujarat Sahitya Parishad-Houston.U.S.A ) કે જેઓ બધા વડીલ હોવા છતાં ધબકાર સમેંલનમાં તેઓ એ હાજરી આપી અને મને એમની મુલાકાતનો લાભ મળ્યો એ પણ મારા માટે એક ખુશીની વાત છે ..આ સંમેલનનું આયોજન કરવામાં શ્રી શૈલ્યભાઇ અને પીંકીબહેનને સાથ આપ્યો ધારીણીબહેન શાહ ( Artist – singing & painting ), જીજ્ઞાબહેન શાહ , પ્રીતીબહેન મહેતા ( મન ઝરુખો ), બિજલબહેન,( Poetry writer), તન્વીબહેન, ખુશ્બુ ભટ્ટ-( કવિ શ્રીબાલકૃષ્ણ ભટ્ટની દોહીત્રી – Singer ), સુધાબહેન ભટ્ટ (Head of dhabkar literature team ), કાંક્ષિતભાઇ ( Shafak’s world )+ Singer), જિગરભાઇ શાહ ( શબ્દોનાં સથવારે ), વત્સલભાઇ (Tabla player), હરદીપભાઇ (Tabla player), તેજસભાઇ દવે ( Singer+Tabla player ), ગિરીશભાઇ ( Guitar Player), અશ્વિનભાઇ ચૌધરી ( Vinayak Creation ), ડો. પાર્થ ભાઇ ઇત્યાદિ મિત્રો એ…!!….તથા મારી સાથે આવ્યાં હતાં કવિયત્રી છાયાબહેન ત્રિવેદી.( Senior sub-editor of Divyabhaskar + writer )…

ત્યાં પરિચય વિધિ બાદ ગુજરાતીભાષા ને નેટ દ્વારા જીવંત રાખવાની તથા સંગીત વિષયક ચર્ચાઓ થઇ.થોડી ગુજરાતી બ્લોગજગત વિષે વાતો થઇ અને બ્લોગર્સ મિત્રો ને યાદ કર્યાં.
ત્યાર બાદ વધારે આશ્ચર્યજનક વાત તો એ હતી કે…અચાનક જ પૂજ્ય રાજેન્દ્ર અંકલ ( Dr. Rajendra Trivedi – Neuro Psychiatrist. U.S.A (તુલસીદલ ) પણ ત્યાં આવ્યાં…!!…જેમની મને કલ્પના પણ ના હતી…!.. ..જેમણે નેટ પર જ મને દિકરી માની હતી એમને પ્રત્યક્ષ નિહાળ્યાં…ખરેખર એક સુખદ આશ્ચર્ય હતું એ..!… એમની જોડે આવ્યાં હતાં એમનાં મિત્રો શ્રી હરિતભાઇ પંડ્યા,શ્રી નવિન ભાઇ ત્રિવેદી તથા શ્રીચન્દ્રાંશુ ભાઇ પંડ્યા ( IAF – Retired Flight Captain / MIG Engineer )…જેઓ એ રશિયન ગીત ગાઇ ને બધા ને સ્તબ્ધ કરી દીધા હતાં …!
પુ. રાજેન્દ્ર અંકલે – પૂ. સુરેશભાઇ જાની જોડેનાં એમનાં જુના સંસ્મરણો તાજા કર્યાં,( પછી તો ગીતાઆંટી જોડે પણ મુલાકાત થઇ. )
અને સુધા બહેને ,પૂ. જુગલકાકાએ અને પૂ. હરીશઅંકલે માનનીય કવિવરો તથા કવિયત્રીઓનાં જીવન પ્રસંગો વિષે કહ્યું.

ત્યાર બાદ ચા-નાસ્તા ને ન્યાય અપાયો …પછી શ્રી અશ્વિનભાઇ ચૌધરીએ એમનાં સ્વરચિત કાવ્યો ને સ્વર અને સંગીતમાં રૂપારિંત કરેલી Audio C.D.નું વિતરણ કર્યું. ત્યાર બાદ ધારીણીબહેને …” આંધળી માં નો કાગળ “..એ ગીત ગાઇ ને કરૂણરસ વહાવ્યો… તો ચિ. ખુશ્બુ એ ..” મેં તો ઝેર નો કટોરો ..” એ ગીત ગાઇ ને બધા ને ભાવ વિભોર બનાવી દીધાં..!!..જે ખરેખર પ્રશંશનીય છે…! પરંતુ સમયના અભાવે શૈલ્યભાઇ અને કાંક્ષિતભાઇનાં સુમધર સ્વરમાં એમની રચનાઓ સાંભળવાથી વંચિત રહ્યાં..!

સંજોગોવસાત નિલમદીદી ( નિલમબહેન દોશી (પરમ સમિપે ) + writer + director ), દેવલબહેન ( Singer ) ,મંથનભાઇ ભાવસાર ( ગુજરાતી ગઝલ ), કુમારભાઇ શ્રીમાળી ( Singer ), શિવાંશભાઇ, અશોકભાઇ પટેલ ( સબ રસ ) , ડો. વિવેકભાઇ ટેલર (શબ્દો છે શ્વાસ મારા) , સ્વાતિબહેન વિગેરે અમુક મિત્રો આવી શક્યાં નહોતાં પણ ફોન પર જરૂર વાતો થઇ …જેમાં પણ લાગણીઑનાં પડઘા સંભળાતાં હતાં..!

બધાં જ મિત્રોની આટલી બધી મૈત્રી ભરી લાગણી મહેસુસ કરીને ખરેખર મારું હૃદય ગદગદ થઇ ગયું..આંખો ભીની થઇ ગઇ…!!…ખરેખર આ અનોખુંબંધન નહીં તો બીજુ શું? સાચે જ એવુ જ લાગતું હતું જાણે કે ઇશ્વરે આ બધી જ મુલાકાતોને પહેલેથી જ ગોઠવી રાખી હતી…!… જાણે કોઇ ઋણાનુબંધ જ હોય એવી રીતે બધા હળ્યાં – મળ્યાં…!..આટલો સમય હતો,તો પણ ઓછો પડ્યો…!..કોઇ ને છુટ્ટા પડવાનું મન નહોતું થતું….!!….

એ ઉપરાંત મુંબઇમાં શ્રી કપીલભાઇ દવે ( ભૃગુ સંહિતા ) અને નીતાબહેન કોટેચા (મન ના વિચારો )ને મળવા નો મોકો મળ્યો…!..મુંબઇમાં આટલા દૂરથી મળવા આવવુ એટલે સારો એવો સમય જાય … એ માટે ખૂબ ખૂબ આભાર…જ્યારે નીલાદીદી (નીલાબહેન કડકિયા ( મેઘ ધનુષ ), દિગિશાબહેન શેઠ ( દિવ્ય ભાવ ),વિકાસભાઇ ચાવડા ( Coming back to life ),ઉન્નતિબહેન,તથા સોનલબહેન ( s.v.પ્રભાતનાં પુષ્પો) જોડે ફોન પર વાતો થઇ શકી…આમ જોઇએ તો ભલે જેમને પણ પ્રત્યક્ષ મળી ના શકાયું પરંતુ ફોન પર એમનો લાગણી મિશ્રિત સ્વર સાંભળી ને રૂબરુ મલ્યા તુલ્ય આનંદ થયો… !

અને ખાસ તો એક્બીજાને ક્યારેય જોયાં પણ ના હોય અને ફક્ત કલ્પના ચિત્ર પરથી જ મિત્રો ને ઓળખવાનાં હોય ત્યારે સર્જાતી રોમાંચક પળોની અનુભૂતિ જ કૈક અનોખી હોય છે …!..

આ દરેક સોનેરી પળો ને હું ક્યારેય ભુલી નહી શકું….!…અને ખરેખર મને આપ સર્વેનો આભાર માનવા માટે શબ્દો નથી મળતા…! ઇશ્વરને એ જ પ્રાર્થના છે કે આપણાં બધા વચ્ચે આ મૈત્રી ભરી લાગણીનાં ધબકાર અવિરત ધબક્તાં રહે…!!…

અત્યારે યાદ આવે છે આ પંક્તિઓ..!

આભાર તમારો કે આવી સુંદર મિત્રતા આપી, આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી..!

દુનિયામાં લોહીનાં સંબંધ પણ છળી જાય છે, તમે દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી..!

નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે, આપણાં સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી..!

અપુર્ણ હતાં અમે તમારી મિત્રતા વગર, તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી..!

આ બધાં જ દિવસો મારા માટે એક્દમ યાદગાર બની રહેશે..!.. ખરેખર અતિથિ માટે આવી રીતે આયોજન કરી ને સન્માન આપવું એ આપણાં ભારતદેશની અને ગુજરાતની ગરિમા છે..તથા હિંદુસ્તાનીનાં વ્યક્તિત્વની ઓળખ છે….!!!..

અંતે, બધાં જ મિત્રો ની લાગણીભરી મૈત્રીને આ ઊર્મિસભર અંતરની શુભેચ્છાઓ….!

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

25 Responses to મુલાકાતોની શ્રૃંખલા ~ એક યાદગાર સફર…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Suresh Jani says:

    જે મારે માટે માત્ર નામો જ છે અથવા બહુ બહુ તો તેમના ફોટા જ મારી પાસે છે, તે બધાંને આ સુદાન/ લન્ડનવાસી ‘ રમતારામ’ મળી આવ્યા: તે જાણી તમારી ‘અનોખી ઈર્શ્યા’ થઈ !!!

  2. kapil dave says:

    chetana ben

    tame tamara vyst time table mathi amne malvano samay aapyo e badal tamaro khub khub aabhar

  3. neetakotecha says:

    હા કપિલ ભાઈ ઇ વાત સાચ્ચી છે કે ચેતના બેન એ પોતાનાં વ્યસ્ત સમય માં થી આપણને સમય આપ્યો.
    હવે આવો ત્યારે બરોબર સમય લઈને મુંબઈ આવજો..
    વાતો કરવાની તરસ અધુરી રહી..
    ચેતના બેન તમારી સાથે મલીને બહુ જ આંનદ થયો..

  4. nilam doshi says:

    ચેતુ, લાગણીનો આટલો સુન્દર પડઘો પાડવો પણ આસાન નથી. આ વાંચીને એક જ વાત યાદ આવી..

    સૌન્દર્ય પામતા પહેલા સૌન્દર્ય બનવુ પડે…એવુ કવો શ્રી કલાપી કહી ગયા છે……તેની જેમ જ પ્રેમ અને લાગણી પામતા પહેલા લાગણી આપવા પડે. અને તેં એ આપ્યા છે તેથી તને મળે જ એમા કોઇ શંકા નથી. જેટલુ આપીએ તેટલુ પામીએ….એ સત્ય સાચુ જ છે. બસ આમ જ સ્નેહના વારિથી સૌ સાથે નેટવિશ્વમાં ભીંજાઇને ભીંજવતા રહીએ..મળી છે જે પળો બસ..મૌન રહીને માણતા રહીએ…

    nilam…http://paramujas.wordpress.com

  5. kakasab says:

    Daddiiiii
    i really missed all,
    wel… don worry..
    next time we’ll go together

  6. નીરજ શાહ says:

    અહીં બેઠા બેઠા જ બધાને મળી આવ્યા એવું લાગ્યું..

  7. Anonymous says:

    Chetu I was not there but I felt like I missed Golden opportunity to meet you.
    Beautiful
    Pravina kadakia (Houston)

  8. @mit says:

    hi chetna ben kem cho?

  9. @mit says:

    chetna ben tamru anokhu bandhanblog ma j vanchyu te joi ne tamari tamra vadilo prtye ni j lagni joi che te joi ne apni bhartiy sanskruti vishe koik j hase jene ahobhav na thay

    tame tamra sabdo ne je vacha ahi api che te samnya jan na dil lagi pahnche che avu hu manu chu
    matru rune ke pitru rune kyrey koi chukvi sakyu nathi,Swayam Bhagavan Ramji ne pun pita na vachan rupi runr ne chkvava mate van ma javu padyu hatu ne…
    tame navi padhi ne jo teo tamne samje too…ek navu margdarshn puru padvanu ek bahgirath kary kari rahya cho jema yatkinchit falo ame pun apisu to amne kaik kary no santosh malse ….

  10. Devika Dhruva says:

    સુંદર અભિવ્યક્તિ,ચેતના..અભિનંદન.
    જોગનુજોગ મેં ગઇકાલે જ “યાદોના છીપલાં”
    બ્લોગ પર પાથર્યા છે !!!!

  11. Jay says:

    ખરેખર..આ વાંચીને મને જાણે હું પણ તમારા બધાં સાથે સંગીતની ‘રસલ્હાણ’ માણી રહ્યો છું એવી પ્રતીતિ થઈ.
    ખૂબ સરસ લખાણ..હાર્દિક અભિનંદન..

    ‘અપુર્ણ હતાં અમે તમારી મિત્રતા વગર, તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી..!’ very true!
    જય

  12. Ketan Shah says:

    તમે તમારા આટલા વ્યસ્ત શીડ્યુલમા પણ અમને મળવા આવ્યા એ જ સાબિત કરી આપે છે તમારી ‘અનોખા બંધન’ પ્રત્યેની અનોખી મૈત્રી ભરી ભાવના.

  13. harsh patelia says:

    ચેતનાબેન તમને મડવાની ઈછ્છા અ વખતે અઘુરી રહી ગઈ પન હવે જ્યારે પન તમે ગુજરાત મ આવો ત્યારે અહી બેથકજી ન અને સોમનાથ દાદા દર્શન કરવા ચોક્કસ અવજો. જય શ્રી ક્રિષ્ના

  14. ...* Chetu *... says:

    આપ સહુનાં લાગણીભર્યાં પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર…!!..

  15. jjugalkishor says:

    આટલો સરસ રીપોર્ટ આપીને તમે સૌનેગુજરાતની ભુમી સંભારી આપી.

    તમારો વતનપ્રેમ જ આ બધું કરાવી ગયો. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આ શક્ય બનાવવા બદલ તમે સૌના અભીનંદનાધીકારી છો.

    ધન્યવાદ.

  16. nixon says:

    જ્યા હતા પત્થર, ખડક ત્યા રસ્તો કરી દીધો,
    સગર ને પાર કરવા સેતુ રચિ દીધો.
    બસ એકલી નીકલી હતી,તોય કાંરવા નો ઢગલો કરી દીધો.
    ચેતુ તને આ બંધ બેસતુ નથી?
    નિરજ સોનાવાલા- પગલું

  17. Dhwani Joshi says:

    પ્રિય દીદી,
    મને લંડન માં જ આપણા મિત્ર મંડળ ની સફર કરાવી દીઘી..આ આખો અહેવાલ વાંચતી જ હતી અને આંખો માં ઝાંખપ આવવા ની શરૂ થઈ ગઈ..!! આપનાં લાગણીસભર અનોખા બંધન નો અહેવાલ દિલ ને સ્પર્શી ગયો.. અને ખાસ કરી ને તમારા ગુરુજી વાળી વાત મને ક્યાંક ભુતકાળ માં છોડી આવી છે..મને પાછી વર્તમાન માં લાવો હવે.. 😉 ખુબ જ સરસ રીતે લાગણીઓ ને કંડારી છે..બસ..જલ્દી થી લંડન પાછા આવો..લંડન એરપોર્ટ પરની એ ક્ષણ હજીયે આંખ સામે તરવરે છે..! missing u…

  18. Chirag Patel says:

    I really envy you Chetanaben. I wish I could meet all of these family members.

  19. હું.. દિગીશા શેઠ પારેખ, says:

    akho parivaar “Dhabkaar”…tamara aa lekh ma avi gayo..kevu saras koi ne kyay sodhava na javu pade..kharekhar tamaro bhaav..Chek tyathi pan ketalo niralo che…vanchi khub anand thayo…comment lakhava ma late chu..pan tamara jevo anubhav hu pan lai avi ane..bahu j maja avi

  20. Pinki says:

    ચેતનાબેન,
    ૧૫”નો એક નાનકડો screen
    આપણને સૌને કેવા ‘અનોખા બંધન’માં
    બાંધી ગયો છે ?!!

    બસ આપ સૌની લાગણી છે તો
    આ પ્રેમનો છોડ પાંગરી રહ્યો છે,
    અને વટવૃક્ષની જેમ ફેલાતો રહે …….!!

    “નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે,
    આપણાં સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી..!”

  21. Anonymous says:

    Chetna..1st time to your website.. Nice site CONGRATULATIONS…Please do visit my site at>>>>
    http://www.chandrapukar.wordpress.com
    Dr. Chandravadan Mistry

  22. Chetu says:

    આપ સહુનાં લાગણેીસભર પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર …

  23. Ketan Shah says:

    यादगार मुलाक़ात
    केतन ~दीपाली