home-purple

મારી વેણીમાં…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

પહેલું ફૂલ… જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીર ને સૌમાં અતુલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

બીજું ફૂલ… જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

ત્રીજું ફૂલ…જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ..!!

ચોથું ફૂલ…જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસે ના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ…

મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
અંબોડલે સોહે સોહામણી ઝૂલ…!!

…….

આ ગીત પર સ્ફુરેલ પંકિતઓ …

પાંચમું ફૂલ… જાણે પેલા નોકરજી શોભતા
જાણે પેલું વિલાયતી ફૂલ
એની હાજરીથી શોભે સ્ટેટસ કુટુંબનું
બોસ થઇને એ તો સહુને ડરાવતા
કામ ચિંધવાની જો થઇ જાય ભૂલ…!!
બધી વેણીમાં પાંચ પાંચ ફૂલ ..!! 🙂

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

9 Responses to મારી વેણીમાં…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ketan Shah says:

    aha…sundar kavita

  2. ખૂબ સરસ ગીત. લખાણમાં બીજા ફૂલ અને ત્રીજા ફૂલમાં ફેરબદલી જણાય છે. પણ સાંભળવામાં આનંદ થયો. .. ને પાંચમું ફૂલ? મજાની વાત!!

    • samnvay says:

      બીજું અને ત્રીજું ફૂલ યથા સ્થાને ગોઠવી દીધેલ છે … ધ્યાન દોરવા બદલ આભાર યશવંતભાઈ ! પાંચમું ફૂલ તો ઘર ઘરની શોભા – જરૂરીયાત – પ્રાણવાયુ …!!! 🙂

  3. Ullas Oza says:

    સુંદર ગીત.

  4. sejal says:

    ખુબ સરસ ગીત ……………..

  5. pragnaju says:

    aખૂબ સરસ ગીત

  6. heena says:

    સરસ ગીત પાંચમું ફૂલ બદ્ધા નાં હયયાની વાત

  7. DEAR OHA WHAT A NICE POEM…BHAI AA GEETE TAU AAMONE MANE FAGAN NU EK FUL AAPOKE LAAL MORA ..OHA KESHARIYO KAAMAAN GARO JI HO RE…NI YAAD AAPAVI…
    ANE PANCHMA FUL NI UMERAANI BADAL DHANYAVAD..
    SADAY AAPNOJ
    SANATBHAI DAVE…

  8. nkd says:

    ચોથું ફૂલ…જાણે મારા હૈયાના હારનું
    જાણે પેલું રાતરાણી ફૂલ
    દિવસે ના બોલે એ મોટાના માનમાં
    રાતડીએ બોલે બૂલબૂલ…

    મારી વેણીમાં ચાર ચાર ફૂલ..
    અંબોડલે સોહે સોહામણી ઝૂલ…!!