મિત્રો,
…..આજે ” પ્રેમ ” નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ઝાંકળભીનાં સ્પંદનની અનુભૂતિથી કોઇ વંચિત તો નહીં જ રહ્યું હોય..!! …તો ચાલો આજે એ વિષય પર, વ્યક્તિગત મત દ્વારા એકબીજાનાં મંતવ્યો આ ‘ પોલ ‘ દ્વારા જાણીએ. જેમાં એક સવાલ અને તેના જવાબ રૂપે અમુક વિકલ્પો હશે જેમાંથી તમારા મતે જે વિકલ્પ સાચો હોય એની બાજુમાં ક્લિક કરવાનું રહેશે …ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરતાં અચકાય છે તો એમનાં માટે આ પોલની વિશેષતા એ છે કે અહીં કોઇનાં પણ વ્યક્તિગત નામ પ્રદર્શિત નહીં થાય પણ સરેરાસ મતની ગણતરી જ પરીણામ રૂપે જોઇ શકાશે. આ પોલ પર મત આપવા ઉપરાંત આપે એ મત શા કારણથી આપ્યો એ વિષે આપના પ્રતિભાવો પણ જણાવશો એવી આશા ..!. આ પોલની અવધિ એક સપ્તાહ સુધીની રહેશે, ત્યાં સુધીમાં આપનો મત આપી દેવા વિનંતી ..
આજ નો પ્રથમ સવાલ છે…પ્રેમની પરાકાષ્ઠા ( સર્વોચ્ચ સ્થિતિ ) કઇ હોઇ શકે?
કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે …તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે … કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે…તો વળી કોઇ ગમે તે સંજોગોમાં પણ પ્રેમમાં નિર્ભેળ (શુદ્ધ) આનંદ પામે છે …
કહે છે ને કે ” તુંડેતુંડે ભિન્ન મતિ ” એટલે કે દરેક વ્યક્તિ એકજ વાત ને પોતાની વિચાર-દ્ર્ષ્ટીથી કે અનુભવ વાણીથી, જુદી જુદી રીતે મુલવે છે…
અત્યારે યાદ આવે છે શ્રીમનુભાઇ ત્રિવેદી ” ગાફીલ ” ની આ રચના..
જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે, કાયા જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે….
તો મિત્રો …આપ સહુ આપનો મત અવશ્ય આપશો એવી નમ્રવિનંતી.
આ પોલનાં વિચારની પ્રેરણા એક નવલિકાનાં વાંચન દરમ્યાન બે પાત્રો વચ્ચેનાં સંવાદ દ્વારા મળી એટલે મેં આ વિચાર અમુક મિત્રો – સહેલીઓ સમક્ષ રજુ કર્યો અને એ બધાએ વધાવી લઇ સહકાર આપ્યો એ માટે એમનો ખૂબ જ આભાર …!
44 Responses to પ્રેમની પરાકાષ્ઠા… Poll (1)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments