home-purple

પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક… Poll (2)

..મિત્રો, ..

પ્રેમ અને ” પ્રેમ ની પરાકાષ્ઠા ” વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે એવી આશા ..! .

આજનો બીજો સવાલ છે ” પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે …”

અને જવાબ રૂપે છે, શ્રેષ્ઠ ત્રણ પ્રતિકો ….રુકિમણીજી …રાધાજી …અને મીરાંબાઇ..!

આમ તો અલૌકિક દ્રષ્ટીથી જોઇએ તો શ્રીકૃષ્ણ ભગવાને તો ભક્તો, ગોપ-ગોપીઓ, રાણી-પટરાણી દરેક પર એક સરખી અમીદ્રષ્ટી રાખી સ્નેહ વરસાવ્યો છે … જે ખુદ શ્રીનારદજી એ પણ નિહાળ્યું છે..એમણે એક જ સમયે, એક એક ગોપી, એક એક રાણી સાથે શ્રીપ્રભુને બિરાજેલાં નિહાળ્યાં છે… પણ આજે આપણે અલૌકિક નહીં પરંતુ લૌકિક દ્રષ્ટીએ વિચારીને આપણાં મત અને મંતવ્યો આપવાનાં છે…

આપણે સહુ જાણીએ છીએ કે રુકિમણીજીને શ્રીકૃષ્ણ ભગવાને એમની જીવનસંગીની બનવાનું સૌભાગ્ય આપ્યું અને આવી રીતે રુકિમણીજીને ભગવાનનો જીવનભરનો સાથ પ્રાપ્ત થયો… તો રાધાજીને પ્રભુએ અનંત યુગો સુધી પોતાના નામની પહેલાં રાધાજીનું નામ બોલાય એવી રીતે એમનાં નામને અગ્રસ્થાન આપ્યું….આ સૌભાગ્ય રાધાજી ને પ્રાપ્ત થયું, તો મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિને લીધે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુ પ્રગટ થયાં અને અંતે પ્રભુએ એમને પોતાનામાં સમાવી લીધાં..( ત્યારે અચાનક જ મંદિરનાં દ્વાર બંધ થઇ ગયાં અને મંદિરમાંથી મીરાંબાઇ અદ્રશ્ય થઇ ગયાં હતાં અને પછી જ્યારે દ્વાર ઉઘડ્યાં ત્યારે એમની સાડી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પર વિંટળાયેલી હતી અને વાંસળીનાં સૂર સાથે મીરાંબાઇનાં જ સ્વરમાં ભજન સંભળાઇ રહ્યું હતું…)

આમ આ ત્રણ શ્રેષ્ઠ પ્રતિકો છે જેમનો પ્રેમ પરીપૂર્ણ થયો છે …પણ આપ સહુનાં મતે પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક કોણ હોઇ શકે? . ..આ વિષય પર પણ આપના અમુલ્ય પ્રતિભાવો લખશો એવી આશા…!

અત્યારે આ સાથે જ એક ગીત પણ યાદ આવે છે .. ખૂબ સરસ શબ્દો છે..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક રાધા, એક મીરાં, દોનો ને શ્યામકો ચાહા…

અંતર ક્યા દોનો કી ચાહ મે બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની…

રાધાને મધુબનમેં ઢુંઢા, મીરાંને મનમેં પાયા…

રાધા જીસે ખો બૈઠી વો ગોવિંદ, મીરાં હાથ બિઠાયા…

એક મુરલી, એક પાયલ, એક પગલી, એક ઘાયલ…

અંતર ક્યા દોનો કી પ્રીતમેં બોલો ? એક સુરત લુભાની એક મુરત લુભાની…

મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મન મોહન…

રાધા નીત શ્રિંગાર કરે ઔર મીરાં બન ગઇ જોગન…

એક રાની, એક દાસી દોનો હરિ-પ્રેમ કી પ્યાસી…

અંતર ક્યા દોનો કી તૃપ્તીમેં બોલો ? એક જીત ના માની એક હાર ના માની…

એક રાધા ..એક મીરાં.. દોનોને શ્યામ કો ચાહા…

અંતર ક્યા દોનો કી ચાહમેં બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની…

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

12 Responses to પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક… Poll (2)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. jayeshupadhyaya says:

    રુકમણી એટલે સ્વીકાર કૃષ્ણનો સમગ્ર પણે સ્વીકાર રધા સાથેના સત્યભામા સાથેના દ્રોપદી સાથેના એને ખબર છે કૃષ્ણનો અંશ માત્ર મળશે તો પણ આ બધા સંબધો સાથે ના કૃષ્ણનો સ્વીકાર
    મીરાં એટલે સમર્પણ એનો ભાવજ સમર્પણનો સમર્પીત થઇ જઇ ને પ્રેમનો સાક્ષાત્કાર કરવો એ મીરાની નીષ્ઠા છે
    રાધા નથી સ્વીકાર નથી સમર્પણ બસ સહજ જ સંબધો
    નીભાવ્યા છે કૃષ્ણ મળે એવી કોઇ ઇચ્છા નથી કે નથી એમાં કૃષ્ણમય થવાની તાલાવેલી સહજ જેમ શ્વાસ લેવાય એમ કૃષ્ણ ની સાથેના એના સબંધો છે અને કોઇ પણ ભાર સ્વીકાર આકાર કે સાક્ષાત્કાર વગરનો પ્રેમ સંપુર્ણ ગણાય

  2. Dhwani Joshi says:

    પ્રેમ.. સાચો પ્રેમ કરવો અને સાચો પ્રેમ પામવો એ જ સહુ થી મોટી વાત છે.. જેને પ્રેમ કર્યો એ વ્યક્તિ ને પામ્યા કે ન પામ્યા, એ જુદી વસ્તુ છે..

    મારા મતે પ્રેમ અને ભક્તિ,બન્ને અગલ વાત છે..અને એ પણ દરેક વખતે શક્ય ન પણ બને કે જેને પ્રેમ કર્યો હોય,એને પામી જ શકાય..
    પણ સાચો પ્રેમ હમેંશા અમર હોય છે.. ભલે એ સંબંધ નુ નામ ખાલી મિત્રતા જ હોય.. અથવા તો ભલે ને એ સંબંધ નું કોઇ નામ જ ન હોય.. બસ.. નિઃસ્વાર્થ, અમર સાત્વિક પ્રેમ.. રાધા અને કૃષ્ણ જેવો..!!

  3. RADHEKRISHNA says:

    hmmmm khub saras che chetna ji kharekhar adbhoot che me prem vishe aana karta saru lakhan mara jivan ma kyay nathi vanchyu me ghana pustako vanchya che prem vishe ane sambandh vishe parantu atlu saras rite hu mara ma utari nathi shaki ……i just love ur anokhubandhan…..!!!

  4. Kirit shah says:

    Rukmani no prem etlo majboot hato ke tene Radha ane krishna na prem ne pangarva didho.

    Kirit Dubai

  5. Kirit Dubai says:

    Hi Chetna

    You are doing amazing job -we all are trying to find the real meaning of love

    JSK Kirit Dubai

  6. vishwadeep says:

    પ્રેમ શાશ્વત છે, પ્રેમના મૂલ્યો યુગે, યુગે બદલાતા હોય…જુદા જુદા મુલ્યાકાંન ભલે થતાં હોય..કદાચ પ્રકાર બદલે( પ્રેમ કરવાનાં)..છતાં પ્રેમ…બસ પ્રેમજ રહેવાનો!!વ્યાખ્યા બદલાય…પ્રેમને નહી બદલી શકાય!

  7. ડો.મહેશ રાવલ says:

    ચેતુ !
    ‘પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે પ્રેમ..”
    રૂક્મણી,રાધા અને મીરા તો માત્ર ઉદાહરણ તરીકે રજુ થયા છે !
    અને પ્રેમમાં વળી પામવાનું શું ?
    પ્રેમ તો ત્યાગની ભાવના છે.પ્રેમ પોતે જ એક અલૌકિક પ્રાપ્તિ છે,જેને પામ્યા પછી કંઈજ પામવાનું રહેતું નથી.

  8. ChandSuraj says:


    નિસવાર્થ,પરિપૂર્ણ,શુધ્ધ,સાત્વિક અને નિર્મળ પ્રેમ એટલે જ મીરાંબાઈ.સંપૂર્ણ સમર્પણના નિર્ભેળ સંગેમરમરમાંથી કોરાયેલી એ પ્રેમની પરાકાષ્ઠા!
    રાધાજી,રુકિમણીજી અને મીરાંબાઈ એ ત્રણેના શ્રીક્રુષ્ણ સાથેના પ્રેમ સંબંધો જોઈએ તો રુકિમણીજી અને રાધાજીએ શ્રીક્રુષ્ણ પર પોતાનો અધિકાર જમાવ્યો છે જેમાં દાસ્ય ભક્તિનો અંત આવી જાય છે અને સમયે સમયે શ્રીક્રુષ્ણ પર દબાણ લાવવા બન્ને વિદુષીઓએ રિસામણા પણ કર્યાં છે જેમાં સ્વાર્થ અને પોતાપણાનો દાવો છે.મીરાંબાઈએ તો હરદમ સમર્પણને જ આવકાર્યું છે અને પોતે એક સમર્પિત પ્રતિમારુપે આખું આયખું જીવી છે.પોતાનું સર્વસ્વ બસ પ્રભુ શ્રીક્રુષ્ણની ખુશીમા ઓગાળીને એ જીવી છે.જે ગમ્યું ક્રુષ્ણને એજ સાચું એવો તો અજોડ મીરાંબાઈનો દાસ્યભાવ છે.શુધ્ધ પ્રેમમાં શું અધિકારનાં અહંકારો શોભે કે પછી મીરાંબાઈની જેમ બસ ત્યાગના જ તપ હોય?
    શ્રીક્રુષ્ણને કાજે ઝેરના કટોરા કયારેય રાધાજી કે રુકિમણીજીએ પીધાં જાણ્યા છે? એતો ફક્ત મીરાંબાઈ પી શકે અને પચાવી શકે.
    મીરાંબાઈની જેમ રુકમણીજી અને રાધાજી કયારેય ક્રુષ્ણભક્તિને કાજે રાજમહેલોના સુખ અને વૈભવો છોડી શકયા છે?
    ક્રુષ્ણનું પરમ સાનિધ્ય છતાં રાધાજી કે રુકિમણીજી ક્રુષ્ણમા એકાકાર થઈ લીન ન થયાં પણ મીરાં ક્રુષ્ણને કાજે તડપતી રહી તો પણ શ્રીક્રુષ્ણમાં સમાઈ પરમ લીન થઈ ગઈ.
    ચાંદસૂરજ

  9. Jay says:

    પ્રેમ વિષયક કંઈ પણ લખવું એ અત્યંત અઘરૂં છે.’પરીપૂર્ણ પ્રેમ’ વિષે આપણે ઘણું લખી શકીએ પણ જીવનમાં એને અનુભવવો કે આપવો એ મારા મત પ્રમાણે અતિ-દૂર્ગમ વસ્તુ છે, અને એટલે જ મારાં મત પ્રમાણે રુકિમણી, રાધા અને મીરાંબાઇ વચ્ચે આ સરખામણી થઈ જ ના શકે. પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને વંહેચવાથી એ વધે છે. એની કોઈ સીમા નથી. શા માટે આપણે પણ વંહેચીને દુનિયાભરમાં પ્રેમના સ્ત્રોતને ન ફેલાવીએ? રુકિમણી, રાધા અને મીરાંબાઇ -ત્રણે પ્રતિકો પોતપોતાની રીતે ‘પરીપૂર્ણ પ્રેમ’દર્શાવી ગયાં છે, અને હજી પણ એનો અંગૂલિનિર્દેશ આપણને કરી રહ્યાં છે.

  10. કુણાલ says:

    મારું માનવું છે કે જ્યારે ઈશ્વરનો પોતાના ભક્તો પ્રત્યેના પ્રેમની વાત હોય ત્યારે અથવા ભક્તોના ઈશ્વર પ્રત્યેના પ્રેમની વાત હોય ત્યારે … કોઇ પણ પ્રકારની સરખામણીને અવકાશ નથી હોતો … કારણકે એ ઈશ્વર ક્યારેય ભક્તોના પ્રેમનું માપ નથી જોતા હોતા… ઈશ્વરને તો ફક્ત ભક્તનાં દિલની તડપ અને એના હ્રદયમાં માત્રને માત્ર ઈશ્વર પ્રત્યેનો એકાકી પ્રેમ જ પૂરતો થઈ રહેતો હોય છે ભક્તને પોતાનામાં લીન થવાની ઘડી લાવવા માટે …
    રાધા, મીરાં, કે રુકમણી .. દરેકને ઈશ્વરે દુન્વયી નજરોમાં અલગ અલગ રીતે પોતાને મેળવવાની રીત આપી .. પણ અંતે તો એ ત્રણેનું લક્ષ્ય સધાયું … ઈશ્વરમાં લીન થવાનું …

  11. હું.. દિગીશા શેઠ પારેખ, says:

    ચાહ્યો જેને રાધાએ એ હતો માત્ર યાદવ,
    પણ ચાહ્યો મીરા એ તો બન્યો એ માધવ.

    પણ આ પૉલ માં હું મારો મત રુક્ષમણી ને આપી કેમ કે..ક્રિષ્ણ જેને રધાને દિલથી પ્રેમ કર્યો,મીરા ના જે સ્વપ્નમાં રહ્યો હમેંશા.આને બિજા ઘણા નો લાડકો..ચહિતો અને છતા પણ રુક્ષમણી કોઈ ઈર્ષાના ભાવ વગર એમની જીવન સંગીની બની..અને પોતાના સ્વામીની બધી લિલાઓ સ્વિકારી,ભલે એ ભગવાન હતા પણ હતા તો પતી અને પ્રેમી પણ..એમના પ્રેમ બાબતે મને કોઈ વ્યાખ્યા આપવા હક નથી.

  12. ...* Chetu *... says:

    મિત્રો..

    આપ સહુનાં સહકાર અને અમુલ્ય પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર ..