***
મિત્રો, આજના જેટયુગ સોરી, નેટયુગમાં આપણે હવે ઈશ્વરને પણ નેટ જગતમાં પ્રગટ થવા આમંત્રણ ( ફ્રેન્ડ રિક્વેસ્ટ ) મોક્લવી પડે એવુ નથી લાગતુ ?
આવી જ એક વાત ગુજરાતી બ્લોગજગતના માનનીય સભ્ય શ્રી-દેવિકાબેનનાં શબ્દોમાં પ્રસ્તુત છે.
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના..!!
***
– દેવિકાબેન ધૃવ ( USA )
5 Responses to નથી હું મીરાં કે…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments