home-purple

તમે કોઈ દિવસ…

શ્રીમુકેશ જોષીની સુંદર શબ્દોથી કંડારેલી આ રચના, મિત્ર શ્રી કેદારભાઈ ઉપાધ્યાયનાં સ્વરાંકન તેમજ મધુર સ્વરમાં પ્રસ્તુત છે..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા…આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના..મારગથી કાંટાઓ શોધ્યા?

તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના..તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ..કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી..ખુદમાં વરસાદ થતો જોયો?

તમે કોઈના આભને મેઘધનુષ આપવા..પોતાના સૂરજને ખોયો?

તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં..માથુ મૂકીને રડ્યા છો ?

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

4 Responses to તમે કોઈ દિવસ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. મંદિરની મૂર્તિને નીરખવાનું મહત્ત્વ છે.
    ગીત ગાવામાં પ્રશ્નાર્થ ભુલાયો ખૂચે છે. .
    કાવ્ય સરસ છે.આભાર .જય શ્રી કૃષ્ણ !

  2. riddhi.bharat says:

    khub j saras.sparsi jay tevu kavya 6.

  3. Rajendra says:

    “વૃત્તિ સહિત મારો અહંકાર ઓગાળી દે
    મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિની છાપ ઉઠવા દે
    મારું મન તારાં ચરણોમાં રહેવા દે
    મારા દેહ-ઇન્દ્રયાદી સર્વ તારામય થાઓ
    મારું નામ શેષ ન રહો…”
    *********************

    હે પરમાત્મા
    મને શુભ કર્મમાં દ્રઢતા પ્રદાન કરો.
    સર્વ પ્રાણીઓ મને મિત્રની દ્રષ્ટિથી જુએ
    હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં
    અમે બધાં એકબીજાને મિત્રની દ્રષ્ટિથી જોઈએ..
    ***********
    પ્રાર્થના કરવી એટલે ફરી ફરી
    શબ્દો ઉચ્ચારવા – એમ નહિ;
    પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી,
    પરમાત્માનું ચિંતન અને અનુભવ..
    –સ્વામી રામતીર્થ
    **********************
    પ્રાર્થના માંગણી નથી..
    આત્માની ઝંખના છે.
    પ્રાર્થના, ડોશીમાનું
    નવરાશની પળોનું મનોરંજન નથી;
    પ્રર્થન અંતરનું જોડાણ છે..
    — ગાંધીજી
    *************************

    હે પરમપિતા પરમેશ્વર, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો…
    અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો…
    અને અમારી બુદ્ધિને શુભ વિચાર કરતી બનાવો….
    અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતા રહો…