મિત્રો આજે પ્રસ્તુત છે શ્રી ભાવેશભાઇ ગાંગરની આ રચના.. સજીવ નિર્જીવ બન્ને તત્વોને આવરી લઈ કવિએ આ સુંદર રચના રચી છે .. જેમકે પ્રણયની અનુભૂતિ થાય ત્યારે વ્યક્તિને પોતાના હૈયાની સાથે સાથે આસ પાસનું સમગ્ર વાતાવરણ જાણે કે હિલોળે ચઢયું હોય એવું દિસે છે .. દરેક સ્થુળ તત્વ કે નિર્જીવ વસ્તુ પણ જીવંત દેખાય છે.. !!
***
જો ને સાજન તારા વર્ણનથી ગઝલ શરમાય છે,
પ્રેમ તારો જોઇ ને પ્રકૃતિ પણ હરખાય છે,
ચાંદ હવે વાદળો પાછળ શરમાઈ ને છુપાય છે,
શિતળતા તારી જાણી ને ચાંદની ખિલી જાય છે,
ઝરણા પણ જોને અહીંથી ખળ-ખળ વહી જાય છે,
શંખ-છિપલા પ્રેમ તણા પાણીથી ભીંજાય છે,
પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે
યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,
સ્વપ્નોની યાદોમાં મારી ઉર્મિ પણ હરખાય છે,
ઝાકળની બુંદો પણ હવે મોતી બની ઝબકાય છે
***
One Response to ગઝલ શરમાય…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments