..દિલના દરવાજેથી નિકળેલું આ અનોખું બંધન,
હૃદયની ધડકન બની ધબકતું આ અનોખું બંધન,
કાળજાની કોર બની કંડારાયેલું આ અનોખું બંધન,
તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.પ્રેમનાં તાતણે વણાયેલું આ અનોખું બંધન,
સ્નેહનાં તાતણે ગુંથાયેલું આ અનોખું બંધન,
લાગણીથી થયું તરબોળ આ અનોખું બંધન,
તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.સુતરનાં તાર જેવું અતુટ આ અનોખું બંધન,
નદીનાં નીરની જેમ વહેતું આ અનોખું બંધન,
દિવાની જ્યોતની જેવુ પ્રકાશીત આ અનોખું બંધન,
તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.
વાદળોની જેમ ગુંજતું આ અનોખું બંધન,
વીજળીની જેમ ચમકતું આ અનોખું બંધન,
વરસાદની જેમ વરસતું આ અનોખું બંધન,
તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.
ચાંદની જેવુ શીત છે આ અનોખું બંધન,
ફુલો જેવુ કોમળ છે આ અનોખું બંધન,
‘કપિલ’ જીંદગીભર જાળવજો આ અનોખું બંધન.
તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.
-કપિલ દવે
5 Responses to ઉપહાર…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments