મિત્રો, હમણા સંજોગવશાત સમન્વયથી સાવ અલિપ્ત રહેવાયું .. આ દરમ્યાન અનેક ઘટનાઓ ઘટી .. જેમાં એક તો ગુજરાતી સાહિત્ય અને બ્લોગજગતને મોટી ખોટ પડી છે .. સમન્વય અને બીજા અનેક બ્લોગ્સનું ઉદભવ સ્થાન અને પ્રેરણા રૂપ રીડ ગુજરાતીનાં યુવા સર્જક મૃગેશભાઈ શ્રીજીચરણ પામ્યા છે. માન્યામાં ના આવે એવી આ ઘટના .. પાંચ વર્ષ પહેલાં જયારે એમની જોડે પહેલી મુલાકાત વડોદરામાં થઈ ત્યારે લગીરે એવું ના લાગ્યું કે પહેલી વાર જ મળીએ છીએ.. અત્યારે એ દિવસ નજર સમક્ષ તાદ્રશ્ય થાય છે ને હૈયું આ દુઃખદ ઘટનાને સ્વીકારી નથી શકતું કે, રીડગુજરાતીની સફરને અધુરી મૂકી અનંત સફરે ચાલી નીકળ્યા મૃગેશ ભાઈ કે જેઓ અનેક બ્લોગર્સ માટે પ્રેરક બળ હતા એ વાતથી તો બધા પરિચિત છે જ.. એમનો સરળ ને નિખાલસ સ્વાભાવ એમની આગવી ઓળખ હતો એમની લાગણી આજે બધાની આંખો ભીંજવી ગઈ ..!
આજે એમનો જન્મદિન સાથે જ રીડ્ગુજરાતીનો પણ દસમા વર્ષમાં પ્રવેશ. !
ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. ૐ શાંતિ…!
રીડગુજરાતી અને મૃગેશભાઈ વિષે – Art is beyond plan.
***
One Response to ૐ શાંતિ…!
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments