ગુજરાતી માત્ર મારી ભાષા નથી,
મારી પ્રતિ છે, મારો પ્રતિધ્વનિ છે, મારી પ્રતીતિ છે,
ગુજરાતી મારું એંધાણ જ નથી,
મારી અનુભૂતિ છે, મારો અહેસાસ છે, મારી અભિવ્યક્તિ છે.
ગુજરાતી ખાલી મારી પિછાન નથી,
મારું પ્રમાણ છે, મારો પ્રગટાવ છે, મારી પ્રજ્ઞા છે.
ગુજરાતી મારી શિક્ષા જ નથી,
મારી સમષ્મટિ છે, મારી સંસ્કૃતિ છે, મારું સાસત્વ છે.
ગુજરાતી મારી સીમા નથી,
મારું સાર્થક્ય છે, મારી સકલતા છે, મારું વજૂદ છે.
-પંકજ વોરા.
મિત્રો.. આજે વિશ્વ માતૃભાષા દિને, આપણી માતૃભાષા ગુજરાતીનું જતન કરવા કટિબદ્ધ થઈએ…ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવા બનતા પ્રયત્નો કરીએ.. !
જય ગરવી ગુજરાત..!
***
2 Responses to વિશ્વ માતૃભાષા દિન…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments