home-purple

મારી ભીતર…

collage30


“મારી ભીતર” શબ્દ અનેક રચનાઓમાં વણાયેલો છે.. પરંતુ… આ તો જરા,

અમથું-અમસ્તું કંઈક સ્ફૂર્યું મારી ભીતર, ને કાવ્યપંક્તિ જેવું કંઈક રચાયું મારી ભીતર
🙂


લાગણી ઝણઝણે મારી ભીતર,

સંગીત રણઝણે મારી ભીતર,

સપના ઝળહળે મારી ભીતર,

સાગર ખળભળે મારી ભીતર,

આશા ટળવળે મારી ભીતર,

કાશ ..! આવું કંઈક તો સળવળે તારી ભીતર ..!!

*

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

25 Responses to મારી ભીતર…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. જ્યારે લાગણી સન્ગીતમય સપના સાથે સાગરમાઁ આશાને નિરાશાના મોઁજામા મનમે ઝોલાવે ત્યારે જીવ આત્મા પરમાત્મા ને ઝઁખતો હોયછે.

    ધવલરાજગીરા

  2. સુંદર અને સ-રસ અભિવ્યક્તિ
    ચેતનાબેન,
    દરેકના મનમાં તમે જે વ્યક્ત થતી બતાવી એ તમામ લાગણીઓ ઈશ્વરે પ્રથમથી જ સ્થાપિત કરેલી જ હોય છે,જરૂર હોય છે એને ઉજાગર કરવાની…..
    આશા રાખીએ કે આપણી આજુબાજુ અને લાગુ, તમામ જનમાં પ્રભુ આ બધી લાગણીઓ અને ઊર્મિઓને અખંડ અને હાથવગી રાખે…..!
    જય શ્રીકૃષ્ણ.

  3. અગમ્ય ઝંખનાની ભાવવાહી અભિવ્યક્તિ.

  4. Ketan Shah says:

    સુંદર રચના…

  5. nishit joshi says:

    વાહ બહુ સુંદર રચના…. મને પણ કઈક સુજ્યુ તે લખી નાખ્યુ…

    એવુ તો ઘણુ સળવળે છે સૌની ભીતર,
    સમયનો અભાવ માને છે ઝાકવા ભીતર,
    મળશે ખજાનો ન જોયેલો ને જાણેલો,
    નજર જ જો કરશે તેઓ જરા ભીતર…

    નીશીત જોશી

  6. nikesh says:

    સુંદર અને સરસ

  7. ચાંદ સૂરજ. says:

    બહેન, અંતરે અંતરે જો આવું પડઘાય તો કવિ કાન્ત કહે છે તેમ ‘ પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ જેવું ભાસે.

  8. Zankhna says:

    વાહ સુંદર

  9. sneha-akshitarak says:

    વાહ્…ખૂબ જ સરસ ચેતુદી’…ભીતર ભીતર કેટલાં ખીલેલ છો તમે.મજા આવી રચના વાચવાની…પ્રેમની સરવાણી ફૂટે મારી પણ ભીતર……

  10. Prabhulal Tataria"dhufari" says:

    દિકરી ચેતના,
    ભલેને ૬ જ પંકતિઓ લખી પણ લખી ૬૦ જેવી વાંચી ખુબ જ આનંદ થયો
    આમ જ સ્ફૂરણા થાય ત્યારે લખીને વંચાવતી રહેજે
    અસ્તુ,

  11. ANITA says:

    jai shree krishna.aapne shabdho bahut hi sunder reet se moti ki mala mein piroya hai.

  12. samnvay says:

    આપ સહુ નો ખુબ આભાર …આપનુ પ્રોત્સાહન જ મારી પ્રેરણા બની રહેશે ..!

  13. Prakash Palan says:

    બેના વાચક મન(concious mind)અને અવાચક મન(subconcious mind)એટલે કે મનુષ્યના જાગૃત મન અને અજાગૃત મનની બંન્ને પરિસ્થિતી નો તાગ આપની સ્વરચિત પંક્તિઓમાં માણવા મળ્યો.ઇશ્વરને પામવા મનુષ્યનું મન અને હ્ર્દય હંમેશા આ બંન્ને પરિસ્થિતિમાં ઝંખતુ હોય છે.આપનું નિખાલસ મન અને કોમળ હ્રદય જ મુઠ્ઠી ઉંચેરા માનવી સ્વરૂપે આપને લઈ આવ્યું છે આટલું ઇશ્વરની સમીપ (તદ્દન નજીક – verge-on)આપ જ છો મારા પ્રેરણાસ્રોત અને પ્રોત્સાહન……જય શ્રી કૃષ્ણ !

  14. Rekha says:

    im very touched by ur eternal feelings and the words you very naturally used shows how deep a person you are and who better to know you then me dear!
    the connection of the heart and the soul is the most beautiful and the most priceless thing ever god has given us butto a chosen few like you my dear friend chetu …………………

  15. Chetu says:

    What A Pleasant Surprise Rekhu..!!!! nice to read U here ..!! Thanks.. & yes, U know me very well – better then me, my dear..! 🙂

  16. nilam doshi says:

    તારી ભીતરમા રહેલું સ્નેહનું ઝરણું એવું પ્રચંડ છે કે એમાં આવું કશું ન ખળખળે તો જ નવાઇ…
    સરસ….હમેશા આમ છલકતી ને મલકતી રહે….

  17. Chetu says:

    એ ઝરણામાં આપ સહુના સ્નેહનો સમન્વય પણ થયેલો છે ને દી..!!!

  18. ખુબ ખુબ સરસ અભિવ્યક્તિ…નિલમબેન કહે છે તેમ તારા જેવેી વ્યક્તિમાં કશું ન ખળભળે તો જ નવાઇ.!!!

  19. samnvay says:

    THANKS DI.. ! ખરેખર તો આપ સહુનાં સ્નેહની સરવાણી પણ વહે છે મારી ભીતર..!!

  20. આહ્હા..!! આજે જ વાંચી રચના, દિ.. ખૂબ જ સરસ.. આવુ તો ઘણું ઘણું ખીલે છે આપની ભીતર.. આ રીતે ક્યારેક એને વર્તાવતા રહો તો મજા આવે..

  21. ચેતનાબેન, આપના સાનિધ્યમાં જ આ પંક્તિઓ પાછળની પ્રેરણા જાણીને, આ પંક્તિઓનો અસલ સ્વાદ માણવાની મજા પાડી.

    આશા રાખુ છું કે આખરી લાઇન નું રૂપાંતર થઇ ચુક્યુ હશે!!

  22. hiral says:

    વાહ વાહ…”શું સુર-તાલ ને સરવાણી છે તમારી ભીતર!”

  23. samnvay says:

    Thanks to All of you ..!! 🙂

  24. prakash soni says:

    અહા .. જરૂર ટળવળે છે મારી ભીતર ચેતુજી …હૈયું ટળવળે છે મારી ભીતર ..જેમ ટળવળે છે તારી ભીતર