home-purple

મારા રામ તમે…

70a0b007e3588a94be3a6dd5a5a2ebba

{ અહીં આ પ્રસ્તાવના અને ગીત આપણા ઇશ્વર શ્રીરામને નહિ, પરંતુ એક માનવ, એક સ્ત્રીના પતિ કે જે એક રાજ્યના રાજા પણ હતાં, તેમને ઉદ્દેશીને કહેવાયેલ છે, તેની ખાસ નોંધ લેવા વિનંતી. }

આપણે સહુ શ્રીરામ અને સીતાજીના જીવન ચરિત્રને જાણીએ છીએ… ભગવાન શ્રીરામ એ શ્રી વિષ્ણુનાં જ અંશ, પણ માનવ તરીકે અવતાર ધારણ કર્યો તેથી સ્વાભાવિક જ છે કે, માનવ સહજ ગુણધર્મો એમના વ્યક્તિત્વમાં હોય કદાચ..! સત્ય જાણતા હોવા છ્તાં ભલે તેઓએ દુનિયાના લોકો માટે, એમની પ્રજા માટે, એક રાજા તરિકે અગ્નિપરીક્ષાનું પગલું લઈને ”બેસ્ટ રાજા” નો ખિતાબ મેળવ્યો હોય, પરંતુ… એક પતિ તરિકે તેઓ સિતાજીના તોલે ક્યારેય ના આવી શકે..!

આ અગ્નિ પરિક્ષાનો એક પ્રસંગ, સ્ત્રી ઉપર યુગોથી થોપી દેવાયો છે.. હંમેશ સ્ત્રીની જ અગ્નિપરિક્ષા હોય છે .. પુરૂષની કેમ નહી ?? યુગોથી ચાલી આવતી આવી અનેક પરીક્ષાઓ પરિણિતા સ્ત્રીને, યા તો પતિ ને લીધે, યા તો સસરિયાને લીધે આત્મ વિલોપન કરવા પ્રેરે છે… ”સાસરીમાં બે ચાર વરસ સહન કર .. માં સીતાજીએ પણ સહન કર્યુ.. તો આપણી શું વિસાત?” વડીલોના આવા સલાહ સુચનથી બિચારી સહન કરવાની કોશીષ પણ કરે .. આખરે જાતે જ અગ્નિપરીક્ષા આપી આયખું ટુંકાવી દે છે..ક્યારેક વળી શ્વસુરપક્ષ જ ”હક્ક” થી એ ”ફરજ” નિભાવીને ક્યારેક શારીરિક તો ક્યારેક માનસિક અગ્નિમાં વહુને હોમતાં રહે છે..! એ શ્વસુરપક્ષના આ કાર્યમાં વધુ તો સ્ત્રીઓ સામેલ હોય છે એ પણ કેવી વિચિત્રતા..!!!!

( આ લખતા યે મન ચિત્કાર કરી રહ્યું છે ! ) …

જો કે હવે આવા કિસ્સા જવલ્લે જ બને છે .. પણ બને તો છે જ …! દુનિયાના કોઇ ખૂણાઓમાં, જ્યાં આપણી નજર નથી પહોંચી..! પરંતુ સંભળાય છે આવુ બધું ..!!.. અને ત્યારે દિલ દ્રવી ઉઠે છે..!!!!!

ફિલ્મ: મહેંદીનો રંગ

સંગીત : અવિનાશ વ્યાસ

[ આ ગીત એશ્વર્યા એ ”સમન્વય-ગુજરાત સમાચાર કાવ્ય સમારોહ” દરમ્યાન રજુ કરેલ એ સમયનું લાઇવ-રેકોર્ડીંગ છે અને ખુબ જ મધુરા આલાપથી સ્વરમાં ઘુંટ્યું છે..! ]

સ્વરઃ એશ્વર્યા મજ્મુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વરઃ અશિતભાઈ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વરઃ આશાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે

ફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે…!

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે?

અગ્નિ પરીક્ષા કોની કીધી?

તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો

એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી

છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે…!

તમથીયે પહેલા અશોક વનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

દૈત્યોના બીચમાં નિરાધાર નારી

તોયે દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ

અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે…!

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

*

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

10 Responses to મારા રામ તમે…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ખરી વાત છે કે યુગોથી સ્ત્રીઓ પર અત્યાચાર થતા જ આવ્યા છે ને સ્ત્રી પણ લાચારીથી બધુ સહન કરતી આવી છે … પણ જેમ જેમ શિક્ષણ વધ્યું છે એમ એમ સ્ત્રીઓ ની આત્મનિર્ભરતા પણ વધી છે … જો કે અત્યાચાર સાવ બંધ થઇ ગયા છે એવુ પણ નથી… છતાંય ફરક તો પડ્યો જ છે ….

  2. Bhagwat Shah says:

    જયારે જયારે કોઈ પણ સમાજ ની લક્ષ્મણ રેખા પાર કરે છે, ત્યારે ત્યારે તેને અગ્નિ પરીક્ષા આપવી પડે છે.
    પછી તે સ્ત્રી હોઈ કે પુરુષ, રામ કે સીતા.

  3. pragnaju says:

    ખૂબ સુંદર ગીત
    અને
    બધાની મધુર ગાયકી
    પ્રભુ ભક્તીમા પ્રેમ પ્રધાન છે પછી તમે તેને ચાહતા સવાલ પૂછી શકો..ફરિયાદ કરી શકો અને લડી પણ શકો

  4. એક વખત લખેલી કોમેન્ટ જતી રહી.
    બધાને સાંભળી એક વાત કહેવી છે :
    “સીતાજી તમે ઉર્મિલાની તોલે નાં આવો”
    ગીત મારી પાસે છે.જાણવું છે ?

  5. dilip says:

    આપે સુંદર રજૂઆત કરી ..જુદી જુદી વર્ઝન મૂકી ..અને સમજ વ્યક્ત કરી ..
    એવું કંઈ નથી કે ભગવાન છે( અને ભગવાન શબ્દ જ ક્રિએટર ને અનુલક્ષી નથી છ ગુણો યુક્ત .. યશ.. શ્રી.. ભાગ ..ઐશ્વર્ય વિગેરે ) તો ભૂલ કે દોષારોપણ ન થાય ..સમગ્રતા કોન્સેપ્ટ માં ..બધું આવી જાય ..સુખ દુઃખ ..
    એક ને માટે જે સારું તે બીજા ને માટે ખરાબ તેવું જ સ્ત્રી પુરુષ બધાને ન્યાય આપવો કઠણ જ નહીં દુષ્કર છે ..લોકવતત્તું લીલા કૈવલ્યમ ..પણ સગુણ સાકારત્વ આવતા દોષ આવે જ..આડી અંત ..સુખ દુખ ..યશ અપયશ
    રામ તો ..પોતાને આત્માન્મ માનુષમ મન્યે રામમ દશરથ આત્મજ ..ઓળખાવતા હતાં …આ ગીત સાંભળતા હૃદય દ્રવિત થઇ ગયું …આ નબળાઈ નથી પણ સ્ત્રી ઓ પર સદીઓથી જુલમ થાય છે ..તેને ભોગ દાસી ગુલામડી દિન દુખિયારી બાપડી પાપી .. અવતાર પયંબર જનતી હૈ ફિર ભી શેતાન કઈ બેટી.. ? નરકની ખાણ..કહી છે…ગૌરવ થવું જોઈએ માનવ માનવનું ..અસ્મિતા અને તેજસ્વીતા સાચવીને..

  6. સરસ ગીતની સરસ પ્રસ્તાવના …

    કદાચ આ માટે જ મને કહેવાતી મહાન વિભૂતિઓને ભગવાન ગણી પૂજવાનું ગમતું નથી.
    રામ મહાન નહોતા. રામત્વ – રામના જીવનનાં ઉદાત્ત પાસાં જ મહત્વનાં હતાં. એમ જ કષ્ણ માટે.

    જો કે,, હવે સમય બદલાયો છે, હવે તો રામને પણ અગ્નિપરીક્ષા આપવી પડે છે!!
    કોઈ કોઈની પરીક્ષા લે તે કેટલું યથાર્થ?

  7. kalpanamerwana says:

    very nice rchna.

  8. સૂર્યશંકર લ . ગોર says:

    આવા દિવ્ય અને ભવ્ય ભક્તિ ગીતો અંતર આત્મા ને ઢંઢોળવાનું કામ કરે છે . જગાડવાનું મોટું કામ એ કરે છે ,આપ ના સાત્વિક પ્રયાસ ને હૃદય થી પ્રણામ કરું છુ !

  9. podara says:

    aa sarooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo karyaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa chheeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee