home-purple

માં..મને તું…

આજે જગતમાં નારી-દિન ઉજવાઇ રહ્યો છે… ત્યારે અવનીમાં ઊભી દિકરી આપણી પાસે શું માંગી રહી છે ..? જો નારી-દિન ઉજવાતો હોય તો પછી અમારો ન્યાય પણ થવો જોઇએ …!!! ખરેખર આ શબ્દો હૈયા-સોંસરવા નીકળી જાય એવા છે … આ સાંભળીને ચોક્કસ આપ સહુની આંખો ભીની થશે જ ..!!

આલ્બમ – ”તમારી આંખોની હરકત નથીને ?”

સ્વર – ગાર્ગી વોરા

શબ્દો – ?

( આ રચના આપણા માનનીય બ્લોગર શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના સુપુત્રી યામીનીબેન વ્યાસ ના લઘુનાટક ‘જરા થોભો’ મા ની છે )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંગળી પકડીને તારી ચાલવા દે, માં..મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે, ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભૄણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી, મહેંદી.. બાળપણના રંગ કંઇ છ્લકાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે, આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું, લાગણીના બંધનો બંધાવવા દે.

માં… મને તું આ જગતમાં આવવા દે……………………..!!!!!

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

18 Responses to માં..મને તું…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dilip Gajjar says:

    તું પરીક્ષણ ભૄણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે.
    ચેતુજી ,…શું ભાવ છે ભીના થઇ જવાયું ..ભાવથી ..આપનો આભાર ..આ ગીત રજુ કરવા માટે ..
    આપને બાળપણ ને ખીલવવાનું છે કેટલી આશા લઇ આવે છે તે ખે છે બાળકી …પ્રભુ તો આશા રાખે જ છે ..સાપનો ભારો…ઓહ …તુજ અંશ છું ..

  2. Ramesh Patel says:

    ભાવ અને સંદેશ શબ્દમાં નીતરી રહ્યા છે.
    રમેશ પટેલ (આકાશાદીપ)

  3. Illa Gajjar says:

    thank you chetu ben for sharing this lovely song yes you are correct it has brought tears to my eyes. Daughters are a great gift from God.
    Illa Gajjar

  4. ચેતનાબેન,

    આ પોસ્ટ તમારા બ્લોગ પર ખુબ જ મહેક આપે છે.

    યામિનીબેનના નાટકમાં આ રચના એમની જ હશે,

    આ ભાવભરી રચનાના એક એક શબ્દો હ્રદયના ઉંડાણમાં ગુંજે છે…કારણ કે

    ગાંગીબેન વોરાએ સુંદર સ્વરોમાં ગયું છે.

    યામિનીબેન તેમજ ગાંગીબેનને અભિનંદન !

    ચેતુ,,,,પોસ્ટ પ્રગટ કરવા માટે આભાર !>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Not seen you recently on Chandrapukar..Hope to see you for NEW or OLD Posts !

  5. માં અને દીકરીના ની:સ્વાર્થ પ્રેમની રજૂઆત કરતી સુંદર રચના.
    યામીનીબહેનાને ખુબ ખુબ
    અભિનંદન

  6. આ કાવ્ય અગાઉ વાંચેલુ ખરું પણ સાંભળવાનું આજે થયું. સુંદર રજૂઆત…

  7. Rajni Raval says:

    ચેતનાબેન,
    જે શ્રી કૃષ્ણ.
    સત્ય અને ભાવનો સમન્વય.આ કૃતિને શબ્દોની જરૂર નથી.
    રજનીભાઈ.

  8. Maheshchandra Naik says:

    શ્રી ચેતનાબેન,
    દીકરી વહાલનો દરિયો અને દીકરી એટલે દીકરી એમનેમ નથી કહેવાયું, કવીયત્રીશ્રી યામિનીબેન વ્યાસને અભિનદન, સરસ ગાયકી માટે શ્રી ગાર્ગી વોરા પણ એટલા જ અભિનદનના અધિકારી છે, ભાવસભર ભીનું હૈયું કરવા બદલ આપનો આભાર અને વિશ્વ મહિલા દિવસે આપ સૌ બેનોને લાખ લાખ સલામ ……………………

  9. jigar says:

    ચેતના બેન ખુબજ સુંદર રચના આપણે બધા જ્યારે જગત નારી-દિન ઉજવી રહ્યા છે ત્યારે હદય સ્પર્શી રચના સાંભળી ને ખુજ આનદ થયો

    આં શ્રી ને જગત નારી-દિન ની સુભ કામનાઓ

  10. sejal says:

    ખુબ જ સરસ .

  11. તું પરીક્ષણ ભૄણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે.
    ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી, મહેંદી.. બાળપણના રંગ કંઇ છ્લકાવવા દે.
    વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે, આંગણે સંવેદના મહેકાવવા દે.
    સાપનો ભારો નથી, તુજ અંશ છું, લાગણીના બંધનો બંધાવવા દે.
    માં… મને તું આ જગતમાં આવવા દે…

    એક આવનાર જીવની વેધક ભાવ સાથેની રજૂઆત કરતી રચના પસંદ આવી.

  12. pragnaju says:

    ધન્યવાદ
    ભૃણ હત્યા અંગે જન જાગૃતિ માટે આ કાવ્ય લખાયું હતું.
    ત્યાર બાદ તે અંગે લઘુ નાટક “જરા થોભો” લખાયું અને ભજવાયું,
    સમગ્ર ગુજરાતમાં તેના ૧૫૦ ઉપરાંત પ્રયોગો થયા
    અને હ્જુ પણ તે સફળતા પૂર્વક ભજવાય છે.
    આ કાવ્ય દરેકને પોતાની વેબ પર મૂકી
    “ભૃણ હત્યા રોકો બેટી બચાવો” આ અંગે પ્રચારમા મદદ કરવા વિનંતિ .

  13. ચાંદસૂરજ says:

    ” માના ઉછંગ ( હૈયા ) જેવો માનો ઉચ્છંગ ( ખોળો ) જેમાં રમવાને ઉછળે ઉમંગ મારો !” એમ કહેતી દીકરી તો માના ઉત્સંગની હૂંફ માણવા વાત્સલ્યને મંદિરયે પદાર્પણ કરે છે. ઉમંગે ભરેલી બાળકી તો મમતાની બારસાખે આનંદના તોરણિયા બાંધી માતૃત્વનાં ઝરણાં વહાવા ચાહે છે !

  14. heena says:

    દીકરી અતો ભગવાન ના આશીર્વાદ છે

  15. દીકરી વ્હાલનો દરિયો ,કોઈની દોસ્ત ,મારા માટે
    તુલસી ક્યારો !જ્યાં નારીપૂજા થાય, ત્યાં દેવો વસે !
    યામિનીબહેના ,ગાર્ગીબહેના ,ચેતનાજીનો આભાર !

  16. bijal shah says:

    khub j saras vaat!!!
    saachi vaat…

  17. bindul says:

    ખુબ જ સરસ … આજે આની ખુબ જ જરૂર છે ….આભાર

  18. મારા પર પ્ર્ગ્યાજુબેનનો ઈમેઈલ આવ્યો
    આ “લિંક” મળી અને આવ્યો
    એક સુંદર યામિની રચનાને ગાંગી બેનનાં સૂરમાં સાંભળી ખુબ જ આનંદ થયો !
    ……ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Chetu…Nice Post !
    I wish I can play this AUDIO clip with my Post in the near future with a appropriate Kavya !
    Hope to see you on Chandrapukar !