home-purple

મહેકતું ગુજરાત…

મિત્રો, આજે ગુજરાતનો સ્થપના દિન ..!!  આ મહત્વના દિને પ્રસ્તુત છે વિશ્વ ગુર્જરીનો સમન્વય ..!!   એટલે કે આ વતનપ્રેમની ભાવનાનાં ઐક્યની અનુભૂતિ આપ અહીં કરી શક્શો .. ! અલગ અલગ દેશોમાં રહેતાં ગુજરાતી – ભારતીય મિત્રોની વતન પ્રત્યેની  ભાવનાઓનો સમન્વય ..!!

 

Gujarat565

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

     ‘મહેકતું ગુજરાત’

 રચના – કવિ શ્રી રમેશ પટેલ ( કેલીફોર્નિયા- યુ.એસ.એ.)

 રજૂઆત – ચેતના ઘીયા શાહ ( ખર્ટુમ સુદાન – આફ્રિકા )

ગાયકો – શ્રી દિલીપ ગજજર ( લેસ્ટર લંડન – યુ.કે.)   રોશની શેલત ( અમદાવાદ ગુજરાત- ભારત )

સંગીતકાર – શ્રી નારાયણ ખરે,  (અમદાવાદ ગુજરાત- ભારત) 

મિક્સિંગ અને માસ્ટરીંગ , ડી  ગજજર

***

ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત 

ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત

જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત

શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત

શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત

તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત

છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત

***

This entry was posted in અન્ય રચના, ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

14 Responses to મહેકતું ગુજરાત…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dilip says:

    ચેતુબેન, આપે સુંદર રજૂઆત કરી આભાર ..જ્યાં હો ત્યાં રહી પણ વંદે ગુજરાત

    • samnvay says:

      આપ સહુની લાગણીને માન આપવું જ રહ્યું.. ખરૂને ??? વિશ્વ ગુર્જરીનો સમન્વય જો કરવાનો હતો ..!! 🙂

  2. સાથે કવિતના શબ્દો મૂકો તો વધુ મઝા પડે.

    • samnvay says:

      હા પંચમભાઈ .. પહેલા યાદ હતું ને ફરી ભુલાઈ ગયું ! 🙂 હવે શબ્દો પણ મૂકી દીધા છે .. યાદ કરાવવા બદલ આપનો ખૂબ આભાર ..

  3. pragnaju says:

    રજુઆત,શબ્દો સુંદર
    ગુજરાત દિનના અભિનંદન

  4. YOGESH CHUDGAR says:

    ચેતુબેન ,
    કેટલી સુંદર રજૂઆત ખુબખુબ અભિનંદન
    દેશ વિદેશ માં વસતા ગુજરાતી કસબીઓએ સમન્વય સાધી રજુ કરેલી
    યાદગાર રચના ગુજરાતના સ્થાપના દિવસને ઉજાગર કરી ગઈ . ફરી સૌને અભિનંદન. યોગેશ ચુડગર .

    • samnvay says:

      આપના સુંદર પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ ..!!

  5. પ્રિય ચેતુ,
    સાંભળનારા ગુજરાત પહોંચીગયા.

  6. Ramesh Patel says:

    સુંદર યુ ટ્યુબ વિડીઓથી ગીત અને સંગીત સાથે મીઠડો સ્વર ..ગુજરાત ને ઝગમગાવી ગયું.સરસ અસરદાર પ્રસ્તાવના..સુશ્રી ચેતુબેન ઘીયા શાહ દ્વારા ..સૌને ગમી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)યુ એસ એ

    • samnvay says:

      આપના વતનપ્રેમને પ્રસ્તાવના રૂપી ભાવ થી વ્યકત કરતાં ખુબ જ ખુશી થઇ છે રમેશભાઈ.. આપ આવી અનેક રચનાઓ રચતા રહી દરેકને પ્રેરણા આપો એવી શુભેચ્છાઓ ..જય ગરવી ગુજરાત !

  7. Gunvant Jani says:

    Sunder Rajuat. Abhinanadan.