home-purple

પ્રણય…

અનોખુંબંધન માટે સહુ પ્રથમ લખેલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલીસબ-રસ વાર્તા હરિફાઇ માં પ્રથમ પારિતોષિક વિજેતા કૃતિ..

~-~ 2014 Class! ~-~ - 2zxD0-H636 - normal

હરિફાઇ આયોજક શ્રી અશોકભાઇ તથા સર્વે નિર્ણાયકો નો ખૂબ ખૂબ આભાર…!

ગુલાબી સંધ્યાનો પાલવ ઓઢી ને પવનની એક લહેરખી આવી ને વહેતાં ઝરણાંનાં નીરની સાથે ભળી અને એની શિતળ બુંદોની છાલક, ત્યાં ખડક પર બેઠેલાં તીર્થ ને સહેજ ભીંજવી ગઇ… એ સાથે જ તીર્થની નજર સમક્ષ આવી જ એક ગુલાબી સંધ્યા આવી ગઈ … ત્યારે પણ તે અને વૃષ્ટિ આ જ ઝરણાં પાસે બેઠાં હતાં… આવીજ રીતે ગુલાબી સાંજ ઢળી રહી હતી અને બન્ને એ જીવનભર એકબીજાનો સાથ નીભાવવાના કૉલ આપ્યાં હતાં… કેવી હતી એ સ્વપ્નો તણી દુનિયા..??..

જાણે જન્મો જન્મથી એકબીજાની તલાશ કરતા હતાં ને આ જન્મે મળી ગયા ..!!.. પ્રણયની અનુભૂતિ કરીને બન્ને જાણે કે ધન્ય બની ગયા હતાં..વૃષ્ટિની તો સૃષ્ટિ જ બદલાઇ ગઈ…! એક્દમ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતી વૃષ્ટિ, તીર્થને પોતાનો ભગવાન માનતી હતી ….!…તીર્થ પ્રત્યેનાં પોતાના પ્રણયને એ પૂજા માનતી હતી…! તીર્થને જરાપણ કંઈ થાય તો પળવારમાં ચિંતિત થઈ જતી…!!..એની અસર પોતાની તબિયત પર પણ થતી…સામે તીર્થ પણ વૃષ્ટિ માટે બધુંજ કરી છૂટતો…વૃષ્ટિ બોલે એટલી જ વાર હોય..! આમ જ બન્ને એકબીજા પર પ્રેમની વૃષ્ટિ વરસાવતા.!

……થોડાં દિવસો તો બન્ને સ્વર્ગમાં વિહર્યા …. !…………….પરંતુ………..નસીબ ની બલિહારી કે … સંજોગોની એક જ થપાટે બન્ને દૂર થઈ ગયાં…અચાનક જ તીર્થે વૃષ્ટિને મળવાનું બંધ કરી દીધું… વૃષ્ટિએ એને મળવાના દરેક મરણીયા પ્રયાસો કરી જોયાં પણ બધુંજ વ્યર્થ…!! તીર્થે વૃષ્ટિની સતત અવગણના કરી…! ..

 આમ જ એક દિવસ તીર્થ ભારત છોડી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો… અને આ તરફ વૃષ્ટિ પર તો જાણે કે પહાડ તૂટી પડ્યો… આસમાનમાંથી એકાએક જમીન પર પછડાઈ ગઈ હોય એવી અનુભૂતિ થઈ…રડી રડીને દિવસો વિતાવ્યાં … તબિયત પણ બગડી …! હોસ્પિટલમાં દાખલ કરવી પડી… ત્યાં ડૉકટર પૂજનની સારવાર હેઠળ તબિયત જરા સુધરી… સમય જતાં ડૉ. પૂજન અને વૃષ્ટિ સારા મિત્રો બની ગયાં… પણ વૃષ્ટિએ તીર્થનું નામ હૈયામાં જ દબાવી રાખ્યું…એક દિવસ પૂજને વૃષ્ટિ અને તેના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો… પરિવારમાં તો બધાએ સહર્ષ સ્વીકારી લીધો..પણ વૃષ્ટિ વિમાસણમાં પડી ગઈ..!.. એક તરફ માતા પિતા અને પૂજન જેવો મિત્ર હતો તો બીજી તરફ પોતાનો પ્રણય અને તેમાં મળેલું દર્દ ..!!… પણ પોતાના દર્દને લીધે ક્યાં સુધી એ બીજા બધાને પણ દુ:ખ આપશે…??… અંતે તેણે બધાની વાતને માન આપ્યું અને પૂજન ને પરણી એ સાસરે આવી..

                  સમય ને વિતતા ક્યાં  સમય  લાગે છે..??.. વરસ આમ જ પસાર થઈ ગયું …વૃષ્ટિએ સાસરે આવીને ઘર અને પરિવાર તરફની જવાબદારી પૂર્ણપણે નિભાવી …પણ હૈયાનાં એક ખૂણે તીર્થની યાદ ધરબાયેલી પડી હતી…રહી રહી ને એક જ સવાલ ઉઠતો હતો કે આખરે તીર્થે મારી સાથે આવુ કેમ કર્યું ?? એવી તે એની શું મજબૂરી હશે..?? શું અમારી લેણ-દેણ પૂરી થઇ ગઇ હશે..?? એના તરફનાં મારા પ્રેમ અને ભક્તિમાં ક્યાં કચાશ રહી ગઇ ?? ..ક્યારેક ભગવાનની પ્રતિમા સામે જઇને આંસુ સારી લેતી…અને આ બધી જ વાત તીર્થ જાણતો હતો કે વૃષ્ટિને ખૂબ દુ:ખ થશે, પણ વૃષ્ટિનાં જીવનમાંથી દૂર ચાલ્યા જવા માટે જ તો એ ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો..!!.. આજે વરસ પછી એ આ મિલન સ્થળે આવ્યો હતો..!!.. અને એ દરેક પળો ને યાદ કરી રહ્યો હતો, જે એણે પોતાના પ્રેમ સાથે-વૃષ્ટિ સાથે વિતાવેલી હતી…! તીર્થનાં નયનોમાંથી આંસુઓની બુંદો ટપકી ને આ ઝરણામાં પડી ને એના વહેણ સાથે વહી ગઈ..! અને ભારે હૈયે એ ઘર તરફ વળ્યો …

                          પણ ઘરે જતાં જ એ ચોંકી ગયો..સામે વૃષ્ટિ બેઠી હતી…!!! તીર્થ ત્યાં જ થંભી ગયો …વૃષ્ટિએ અશ્રુભરી આંખોથી એની સામે જોયુ ને એ નજર ને પોતે જીરવીના શક્યો અને ત્યાંથી ચાલ્યા જવા જેવુ પગલું ભર્યું કે વૃષ્ટિ બોલી…,

   ” તીર્થ …!! …આખરે મારી ભૂલ શું હતી..?.. એ જ ને કે મેં તને મારો આત્મા માન્યો.? મારો ભગવાન માન્યો..? તને ચાહવાની મને આ સજા મળશે એ મને નહોતી ખબર…! અરે એકવાર તો તે મને સાચી વાત કહી હોત..! એક વાર તો મને મારો પ્રેમ સાબિત કરવાની તક આપી હોત…!   હું જેવી આટલો સમય તારા વિના દર્દ સહી ને રહી છું એવી રીતે નહીં, પણ ખુમારીથી તારા વિના પણ તારી સ્નેહભરી યાદનાં સહારે જીવન વિતાવી લેત ..! પણ એક નારીનાં હૈયાને, એમાં રહેલી લાગણીને તું શું સમજે..?..તું મને સમજી શક્યો નહીં પણ મારાં પતિ મારાં દર્દને સમજતાં હતાં ..તેઓ જ મને અહીં લાવ્યાં છે…” અને તીર્થે પાછળ ફરી ને જોયું તો પૂજન પણ ત્યાં જ હતો …તીર્થ કશુંજ બોલી શક્યો નહીં… એની નજર સમક્ષ એ દિવસ આવી ગયો … જ્યારે તેણે પૂજન પાસેથી-પોતાના અંગત મિત્ર પાસેથી આ વચન લીધું હતું… કે તે વૃષ્ટિનો જીવનસાથી બને અને વૃષ્ટિ એક લાગણીશીલ, સુશીલ અને સમજુ યુવતી છે…નામ એવા જ ગુણ છે ..તે પૂજનનું જીવન સુખની વૃષ્ટિ કરીને ભરી દેશે ..!!..

અને તેણે પૂજનને વચનથી બાંધી લીધો કે પોતાની આ બિમારી વિષે વૃષ્ટિને એ ક્યારેય ના જણાવે… પૂજને અત્યાર સુધી વૃષ્ટિ પાસે તીર્થનાં નામ નો ઉલ્લેખ પણ નહોતો કર્યો અને વૃષ્ટિએ પણ પોતાનું દર્દ હૈયામાં છૂપાવી રાખ્યું હતું..એ જ વિચારીને કે તીર્થે મને આપેલાં દર્દની વાત પૂજનને કહીને પોતે એને શા માટે દુ:ખી કરવો જોઈએ..? આમાં પૂજનનો શો વાંક ?.. નાહક અમારા સંબંધમાં મુશ્કેલી આવી જાશે..અને એ ચુપ રહી…! પણ પૂજન ઘણી વખત વૃષ્ટિનાં દર્દને મહેસુસ કરી શક્તો હતો…ભલે આટલાં સમયમાં વૃષ્ટિએ પત્ની તરીકેની દરેક ફરજ પ્રમાણીકતાથી નિભાવી તો પણ એ સમજી ગયો હતો કે વૃષ્ટિનાં હૈયામાં હજુય તીર્થ છે …!

પરંતુ તીર્થ ને આપેલાં વચનને લીધે એ પણ ચુપ રહ્યો…! એને તો બમણું દુ:ખ થાતું હતું.. એક તરફ તીર્થની જીવલેણ બિમારી તો બીજી તરફ વૃષ્ટિની વ્યથા..!!..

પણ એક દિવસ બન્યું એવુ કે પૂજનની બહેન ગ્રિષ્મા કોલેજથી આવીને વૃષ્ટિને વળગીને રડી પડી કે, ભાભી, શિશીર મને છોડીને અમેરિકા ચાલ્યો ગયો..મને મોટા મોટા વાયદાઓ આપ્યા ને ત્યાં જઇ લગ્ન કરી લીધાં..!!!!….

આ સાંભળીને વૃષ્ટિ પણ ચોંકી ગઇ…કારણકે શિશીરનાં કુટુંબ સાથે એમને વરસો જૂનાં સંબંધો હતાં..શિશીર અને ગ્રિષ્મા વચ્ચે આટલાં વરસોની મૈત્રી હતી અને છેલ્લાં ત્રણ વરસથી તો બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો હતો …અને અચાનક જ શિશીરે આ પગલું લીધું તેથી વૃષ્ટિને વાગેલો ઘા તાજો થયો, તીર્થે પણ આમ જ મારી સાથે બેવફાઇ કરી.. અને એની આંખો છલકાઇ ગઈ .. ગુસ્સાથી પુરુષ વિરોધી વાક્યો બોલવા લાગી…!

વૃષ્ટિનું આ રૂપ બધાએ પહેલી વાર જોયું ને અવાચક બનીને સાંભળી રહ્યાં… આટલા સમયથી દબાયેલ દર્દની લાગણીએ ગુસ્સારૂપી જવળામુખીનું સ્થાન લઈ લીધું અને તીર્થ પ્રત્યેનો પ્રણય, જે દર્દ બનીને હૈયે ધરબાયેલો હતો એ જ્વાળામુખી બનીને બહાર આવ્યો કે, આ દુનિયામાં નારીનું એક યા બીજી રીતે માનસિક શોષણ જ કરે છે આ પુરુષ ..! પોતાને જ્યારે પ્રેમની જરૂર હોય છે ત્યારે નારી પાસે એવો અભિનય કરે છે કે નારી એને પોતનો ભગવાન માની એની પૂજા કરે છે.. પણ જેવો પોતાનો સ્વાર્થ પુરો, પોતાને જે માનસિક આધાર, જે સમયે જોઇતો હતો એ સમયે મળી ગયો અને જેવી એ જરૂરત પૂરી થઈ કે, કોણ તું અને કોણ હું..? જાણે કે ઓળખતો જ નથી..!!…

આ બધું સાંભળીને પૂજન સમસમી ગયો – ” વૃષ્ટિ પ્લીઝ, ભગવાનને ખાતર, તું આ બધું બોલવાનું બંધ કર…!.. હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે.. ” અને તે વૃષ્ટિને તીર્થનાં ઘરે લઇ ગયો…!!! રસ્તામાં તેણે બધી જ વાત કહી .. પણ એ સાંભળીને વૃષ્ટિની આંખો વરસી પડી..!!..દુ:ખ એ જ વાતનું હતું કે જેને પોતે અંતરનાં ઉંડાણથી ચાહ્યો એ જ મને સમજી ના શક્યો… અને જેણે મને આટલો સમય સંભાળી એના પ્રત્યે મેં ફરજ તો નિભાવી પણ આટલાં ઉંડાણપૂર્વક ચાહી ના શકી..!!..

ત્યારે પૂજને કહ્યું કે, આ તો અંતરમાં ઉદભવતી કુદરતી લાગણી ..!! આ લાગણીને ઉત્પન્ન કરવી એ માનવીનાં હાથમાં નથી…હું પહેલેથીજ જાણતો હતો કે તારા હૈયામાં જે સ્થાન તીર્થનું છે એ હું ક્યારેય લઇ નહીં શકું..ભલે એના તારી સાથેનાં આ વર્તનથી તું દુ:ખી કેમ ના હોય..?.. ચાહે એણે તારું દિલ તોડ્યું કેમ ના હોય..?? એણે ભલે તારી અવગણના કરી હોય અને તને દુ:ખ પહોચાડ્યું હોય પણ…. પ્રણય પોતાનું સ્થાન ક્યારેય છોડતો નથી..!! તમારી વચ્ચે બાહ્ય રીતે ભલે કોઈ જ બંધન ન હોય પણ આંતરીક બંધન છે એ અનોખું છે..જે કુદરતી જ છે એ હું સમજી શકું છું…કારણકે જેવી લાગણી તને તીર્થ માટે હતી એવીજ લાગણી મને તારા માટે છે..!

વૃષ્ટિ, પૂજનની આ સમજ, લાગણી અને ખેલદિલીને મનોમન વંદી રહી..!!..પરંતુ સાથે-સાથે તીર્થની હાલત વિષે જાણીને હૈયું કલ્પાંત કરવા લાગ્યું..! અફસોસ એ જ હતો કે કાશ, તીર્થે એને મોકો આપ્યો હોત તો જીવનભર એની પૂજા કરીને એની સેવા કરી શકી હોત…!.. પણ ..!! ..નસીબ પાસે ક્યાં કોઈનું યે ચાલ્યું છે..??..

આ તરફ તીર્થ પણ વ્યથિત હતો, આંસુઓને ખાળી ના શક્યો… તેણે પણ વૃષ્ટિની જેમ જ “પ્રણય”ની પૂજા કરી હતી..બન્નેનાં અનોખાંબંધનને ખૂબ માન આપ્યું હતું…!!  પણ સંજોગોને લીધે તેણે વૃષ્ટિ સાથે આવો વહેવાર કરવો પડ્યો એ પણ વૃષ્ટિનાં સુખ માટે જ તો..!!!.. વૃષ્ટિની આ બધી વાતો સાંભળીને એ વ્યથિત થઈ ગયો પણ પરિસ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સફાઇ આપવી ઉચિત ના સમજી… અને બીજે દિવસે અચાનક જ એક નિર્ણય લઇ લીધો …..!

એરપોર્ટ જતાં પહેલાં તીર્થે, પૂજન અને વૃષ્ટિને પત્ર લખ્યો કે,  જીવનની જે ક્ષણો બચી છે એ વિતાવવા ફરી ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો છું .. પહેલાં પણ વૃષ્ટિને સુખી રાખવા મેં આ પગલું ભર્યું હતુ…! મારા ગયા પછી એ એકલી ના પડી જાય અને એને સુખ આપી શકે એવો એક માત્ર પૂજન તું જ હતો ..તેથી હું તમારા બન્નેની જિંદગીથી દૂર જતો રહ્યો હતો…બની શકે તો મને માફ કરી દેશો..!..બચેલી ક્ષણોની હર સંધ્યા મારે, અમારા મિલનસ્થળ પર પેલાં ઝરણાં પાસે વિતાવવી હતી એટલે હું અહીં આવ્યો હતો ..પણ હવે મેં વિચાર બદલ્યો છે અને જઇ રહ્યો છું.. તમારાં બન્નેની જિંદગીથી દૂર …. આ વખત હું મારા નવા ઘરનું સરનામુ કે ફોન નંબર નહીં આપુ..!!.. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા કોઈ જ સમાચાર તમારા જીવન પર અસર કરે …! તમે બન્ને સુખી રહો એવી પ્રભુને પ્રાર્થના..!

હૈયામાં પોતાના પ્રણય-પૂજાની સામગ્રી રૂપી ઝાકળભીનાં સ્પંદનો લઇ ને તીર્થ ચાલી નીકળ્યો … તેની કાર એરપોર્ટ તરફ રવાના થઈ, ત્યારે રેડિયો પર આ ગીત ગુંજી રહ્યું હતું…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,

યે પ્રિતમ કા ઘર હૈ…

હર ધડ્કન હૈ આરતી બંધન, આંખ જો મીંચી હો ગયે દર્શન …

મૌત મિટાદે ચાહે હસ્તી, યાદ તો અમર હૈ..!!!

હમ યાદોં કે ફૂલ ચઢાયે ઔર આંસુ કે દીપ જલાયે ,

સાંસો કા હર તાર પુકારે યે પ્રેમ નગર હૈ…

દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,

યે પ્રિતમ કા ઘર હૈ…!

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

35 Responses to પ્રણય…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. લગભગ આવી જ વાત એક ફિલ્મમાં હતી પણ,કોલેજકાળમાં જોઈ હતી એ યાદ છે-નામ યાદ નથી આવતું !
    સારી વાત અને એવું જ શબ્દાંકન
    અભિનંદન !

  2. કથાને અનુરુપ ગીત

  3. Dhwani joshi says:

    good 1… n congrts as this is ur 1st story… keep writng..

  4. જય says:

    બહુ જ સરસ..સુંદર હ્રદયસ્પર્શી વાર્તા..માનવમનની પ્રેમાળ ઉષ્માભરી મીઠી લાગણીને વાચા આપતી વાર્તા..’અનોખું બંધન’ને સાર્થક કરતી વાર્તા..
    હાર્દિક અભિનંદન ..જય

  5. How true!
    Keep Thy in the heart and worship till you depart!
    With love to all.

    “Tulsidal” and Trivedi Parivat

    http://www.yogaeast.net

  6. Very good story. Congratulation.

  7. Prakash Palan says:

    ભલે કદાચ “પ્રણય…..” સહુ વાચક મિત્રોને વાર્તા રૂપે રજુ થયાની લાગણી થઈ હશે ! પણ મારે મન તો એક સત્યકથા રૂપે નજર સમક્ષ આવી ને ઉભી રહી ગઈ છે.

    હજી પણ ક્યાંક્, ધરતી ના કોઈ ખૂણે વસે છે……!! , તિર્થ, પૂજન અને વૃષ્ટિ…!!

    શત પ્રતિશત ગુણાંક સૌ.ચેતનાબેનને …!! વાર્તાલેખન માટે નહિં, પરંતુ પાત્રમાં પ્રાણ પુરવા બદ્લ !!!

    એજ હ્રદય પુર્વકના અભિનંદન !!

  8. નિરજ ' પગલું ' says:

    ભરી ને હ્રદય મા દર્દ ને જીવુ છુ,
    નયનો મા રાખી ને ગંગા જીવુ છુ,
    જોવા ને મુખે થી મુસ્કાન તમારી,
    વિરહ માંય તમારી સમીપે રહુ છુ.
    ‘પગલું ‘
    chetna now u r rockin…
    keep it up with new storys.

  9. jigna says:

    hi v nice one, congrates

  10. Ketan Shah says:

    આજે તમારી એક નવી પ્રતિભા વિશે જાણવા મળ્યું.
    સુંદર હ્યદયસ્પર્શી વાર્તા.

  11. હાર્દિક અભિનંદન !

  12. dipti patel says:

    હાર્દિક અભિનંદન ચેતનાબહેન, સુંદર વાર્તા અને ભાવો…

  13. રજની રાવલ says:

    મેળવવા કરતા ત્યાગનો અનુભવ અલગ જ છે.

  14. Chetuji, Hearty Congretes to you! I have read the story and it was touching heart. I have to admire your thoughts and overall very fine story. We want many more from you!!

    From:
    Gaurang Goradiya,
    Website Developer and Google website Promoter in Mumbai
    Website: http://www.pushtiwebindia.com

  15. હાર્દિક અભિનંદન…

  16. vishwadeeo says:

    please accept my heartily congratulation. we are taking big proud about you. keep it up.

  17. Devendra Gohil says:

    Essence of true love isn’t loving the perfact person but loving the imperfact person perfactly. Love does not have a happy ending bcoz love simply never ends…
    Congratulations.

  18. chetu says:

    આપ સહુનો અંતઃકરણ પૂર્વક આભાર…!

  19. kanak says:

    pranay varta vanchi, bahuaj fine che.. keep it up, biji varta aavij saras lakhi ne vanchavsho

  20. વાર્તામાં ભાવ વર્ણન પ્રશંસનીય છે. હાર્દિક અભિનંદન !

  21. samnvay says:

    આભાર ભજમનભાઈ..

  22. વાહ અતિ સંવેદનશીલ વાર્તા…અને રસાળતા અને પ્રવાહિતા અને શબ્દોની સાદગી એ આ વાર્તાને જીવંત બનાવી છે ,,, અલબત આ વાર્તા જાણે ક્યાક બની રહેલી ઘટનાના પડઘા રૂપ પણ લાગી થયુ કે આ જગત માં આવા ઉમદા પાત્રો પણ છે.જેટલા ચેતનાજી બોલકા છે તેટલી જ તેની વાર્તા બોલકી – ભાવવિભોર અને ભાવસભર

  23. naren dodia says:

    સંસારને મિથ્યા માનવાં મારૂં મન ના પાડૅ છે.એના અનેકવિધ રંગોમાં ભલે જાદુગરી હોય તો પણ આ જાદુગરી મારા આંનદનૉ વિષય બની શકે છે.સંસાર માયાવી હોય કે ના હોય,પંરતુ એની રસસમૃધ્ધિ એટલી બધી છે કે આ માયા મારાં આંનદનો વિષય બની શકે છે.

  24. ખૂબ ખૂબ અભિનંદન દીદી ……

  25. વાહ, મજા આવી ગઈ. અભિનંદન -અભિનંદન …

  26. Dipti Shama says:

    ગંગા-જમુના-નર્મદાનો પવિત્ર સંગમ તો મારા ધ્યાનમાં નથી,
    પણ અહિં પ્યારનો – સાચ્ચા પ્યારનો ત્રિવેણી સંગમ જોયો…
    જેને ભગવાન માનીને પૂજ્યો હોય, અને હર ક્ષણ તેની આરતી
    ઉતારી હોય, તે આમ છોડીને ચાલ્યો જાય તો … કલ્પના કરતાં
    પણ ધ્રુજારી છુટે છે. સારું છે કે તીર્થ વૃષ્ટિના સુખ માટે ચાલ્યો જાય
    છે – છેહ આપીને નહીં.
    સાચો પ્યાર છેહ નહીં, નેહ જ આપે!
    સુંદર વાર્તા – સુરીલા શબ્દો – ભાવનાનું ઊંડાણ અને ચેતુબેન
    અભિનંદનને લાયક.

    • samnvay says:

      ખરી વાત છે .. સાચો પ્યાર છેહ નહિ નેહ આપે ..!!..સુંદર પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દિપ્તીબેન !

  27. Rupal Lodhia says:

    Very nice congrats