home-purple

જન્મદિન…

મિત્રો, આજે સમન્વય તથા મારાં પૂજય મમ્મીનો જન્મદિન.આજનાં પાવન દિવસે મમ્મીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રણામ.🙏

આજે ઘણા સમયે આપની સમક્ષ પોસ્ટ રજૂ કરી રહી છું..

એક વેબસાઈટ પર વાંચેલો આ લેખ અહીં પ્રસ્તુત છે.

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો, વાત્સલ્યની મૂર્તિ એટલે “માં” ! એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાનું જો ઈશ્વરે સર્જન જ ના કર્યું હોત તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત? કોણે આટલો પ્રેમ લૂંટાવ્યો હોત? માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ,બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમનાં ચાંદ જેવી ઝળહળે છે.   જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘માં’!!

અમેરિકા, બ્રિટન કે ભારતમાં મધર્સ ડેની ઉજવણી સ્થળ-કાળના બંધનના કારણે અલગ અલગ દિવસે થાય છે. બ્રિટનમાં ૧૫ માર્ચે મધર્સ ડે ઉજવાય છે જ્યારે અમેરિકામાં ૧૦ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે તો માતૃભક્તિનું આ જ પર્વ ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મનાવાય છે.

આ શુભ અને પાવક દિને સમગ્ર માતૃશક્તિને વંદના. કદાચ કેટલાક એવું પણ માનતા હશે કે મધર્સ ડેની ઉજવણી કોમર્શિયલ બની ગઇ છે. કાર્ડ મોકલવા, ગુલદસ્તો આપવો કે કેક-ચોકલેટ વહેંચવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ધંધાદારી વલણની અસર વર્તાતી હોય તો પણ માનવમાત્રને ઉત્સવ પ્રત્યે કંઇક અલાયદો અનુરાગ હોય છે તેને કોણ નકારી શકશે. યથામતિ-યથાશક્તિ થોડોક ખર્ચો પણ થાય, પરંતુ જરા એ તો જૂઓ કે મનનો ભાવ વ્યક્ત કરવા કેવો સોનેરી અવસર સાંપડે છે. ફાધર્સ ડે, મધર્સ ડે કે વીમેન્સ ડે જેવા અવસરોને ઉત્સવ તરીકે મૂલવીએ તે જ વધુ યોગ્ય ગણાય.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !  માતા એ માતા જ છે. પછીએ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની  માતાના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માં તુજે સો સો સલામ…. !

આખા જગતનો આધાર માતાની આંગળી છે,એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘માં’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એક માતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “માં”બનવું પણ સહેલું નથી, કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે…..!!
જીવનનુ સબરસ “માં” છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

(અજ્ઞાત)

This entry was posted in Anokhu Bandhan, Uncategorized. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *