મિત્રો, આજે માણીએ સુપ્રસિદ્ધ ગઝલકાર ‘મરીઝ’ ની આ ગઝલ શ્રી અનુરાધા પૌડવાલના સુમધુર સ્વરમાં …સિતાર-બંસરી-તબલા મિશ્રિત સંગીત પણ મધુરું બન્યું છે…
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે..!
કેવો સુંદર આ શેર ..!!!
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિતું, ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સુકા નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
***
6 Responses to એવો કોઈ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments