આજે આ વિષય, રી-પોસ્ટ કરતા ખુશી થઇ રહી છે.. સુદાનમાં અત્યારે શ્રી અધિકમાસ ખુબ જ સુંદર રીતે ઉજવાઈ રહેલ છે અને શ્રી ગોવર્ધનનાથજીને છપ્પન ભોગ ધરાવેલ તથા આ ઉત્સવ ઘરમંદિરમાં જ ઉજવાઈ રહેલ છે, જ્યાં શ્રી ગણપતિજી, શ્રી પુરુષોત્તમભગવાન, શ્રીગીરીરાજજી, શ્રીગોવર્ધનનાથજી, લાલન તથા ગોરમાંની સ્થાપના કરેલ છે.. સાથે વ્રજના ગોપ-ગોપી અને ગૌશાળા પણ બનાવેલ છે..!!
પદ્મિની-એકાદશીના આપ સહુને જયશ્રીકૃષ્ણ ..!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*****
Date – Aug 1, 2007 @ 1:33
..” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત ” એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય – દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં…જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ… અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે… અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ – એમનું કુટુંબ – એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!….આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ‘ સર્વ ધર્મ સમાન ‘ જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે….सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
***
36 Responses to Shri Purushottam Mass – Sudan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments