Category: Others

Sab Aarti Utaro…

By Chetu, September 2, 2010 12:00 am

untitledplm

आज बधाई को दिन निकौ… सब मिली मंगल गावो माई …आज लाल कौ जन्मद्योस है, बाजत रंग बधाई !!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ ..!!

*

સબ આરતી ઉતારો મેરે લાલન કી, મેરે લાલન કી, મેરે બાલન કી
માતા યશોમતી કરત આરતી, ગિરિધરલાલ ગોપાલન કી
કંસ નિકંદન, જય જય જગવંદન, કૃષ્ણ કૃપાળ દયાલન કી
બ્રજ જન મિલી સબ મંગલ ગાવત, છબી નિરખટ નંદલાલન કી
મોર મુગુટ પિતાંબર કુંડળ, મુખ પર લાલી ગુલાલન કી
સાંવરી સુરત મોહની મુરત, બાંકી છટા મેરે મોહન કી
નયન મધુર રસીલે તોરે, ચિતવન ચિત્ત ચુરાવન કી
કેસરી તિલક મોતિયન માલા, કટી બીચ ટીકડી સોહાવન કી
અધર સુધારસ મુરલી બાજત, નેપુર ધૂન મનભાવન કી
ગોપીજન મન પ્રાણ પ્યારે, નટખટ નંદ કે લાલન કી
કૃષ્ણચંદ્ર બલિ જાઉં તિહારી, કૃષ્ણ કનૈયા લાલન કી …!!

*

Related Post

Pragat thaya…

Happy Janmashtami

Janmashtami Darshan

Janmashtami Mahotsav

***

.

Mitha Mitha Naad…

By Chetu, June 29, 2010 4:32 pm

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા મીઠા નાદ વેણુના દુરથી, આવી આવીને મારે કાને અથડાય ..!

નંદનો કિશોર પેલો માખણ ચોર ઘેલો, ગાયોને ચારવા વનમાં જાય ..!!
માથે મુગુટ એને મોરર્પીછ શોભતું, ફૂલોના જુમખા કાને લહેરાય …!!

મૂકી મૂકી ઘર કામ સહુ ગોપીઓ, વૃંદા તે વનમાં દોડી દોડી જાય..
કામ કાજમાં તેનું ચિતડું ના ચોટતું, વેણુના નાદમાં મનડું મોહાય…!! મીઠા મીઠા ..

છમ છમાછમ ઘૂઘરીઓ વાગતી, ઢોલકને ઝાંજ સંગ વાગે પખવાજ
એક તાળી એક તાળી દઈને સહુ નાચતા, ગોપીને ગોપ આજ ભૂલ્યા છે ભાન ..!! મીઠા મીઠા ..

પૂનમનો ચાંદલીયો શોભે આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય ..!
આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીઓ, વચમાં રાધાને કાન કેવા સોહાય !! મીઠા મીઠા ..

દાસ દયાના સ્વામી શામળિયા, ગાયોને ચરવા વનમાં જાય ..!!
મીઠા મીઠા નાદ વેણુના દુર થી આવી આવીને મારે કાને અથડાય ..!

Tara vina…

By Chetu, June 1, 2010 12:18 am

***

થોડા દિવસ પહેલા આપણે ગોપીઓ અને કૃષ્ણ ભગવાન ના હૈયાની વેદના સાંભળી .. કાન્હાના વિરહમાં તડપતી ગોપીની વેદના દર્શાવતું આ ગીત પણ કેમ ભુલાય ..? ભગવાન જ જેમનું સર્વસ્વ છે, છતાં એક અજાણ ભય તેને ઘેરી વળે છે કે આ વિપરીત પરિસ્થિતિમાં પ્રીત કેવી રીતે નિભાવશું ..? તો પણ તે તો અનેક વર્ષો સુધી કાન્હાની રાહ જુવે છે .. પ્રભુ સાથેની પ્રીતમાં જે શુદ્ધ ભાવ છે એ જ ભાવ આ બધા ગીતોમાં પણ જોઈ શકાય છે ..!

તેરે લીયે

પ્રણય પૂજા

જાને જા

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ કાન્હા …ઓ.. કાન્હા…!!!
તારા વિના વેરણ લાગે આ રાતડી .. વાટ્યુ જુવે છે મારી આંખડી ..!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું …!!

કેમ રે નિભાવશું પ્રીત રે ગોપાલા..?
તું તો જગત નો સ્વામી, બ્રિજની હું બાલા ..!!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું …!!

પૂરવ ભવની પ્રીત રે અમારી..
વિરહની વેદના હૃદયે ભાળી…
ઓ કાન્હા …હું તને ચાહું .. હું તને ચાહું …!!

તારા વિના વેરણ લાગે આ રાતડી .. વાટ્યુ જુવે છે મારી આંખડી ..!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું.. હું તને ચાહું …!!

***

Mara Vhalane../ Nandbawa ne..

By Chetu, May 20, 2010 1:45 am

***

શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે નંદ-યશોદા, રાધા – ગોપીઓ અને વ્રજવાસીઓને થયેલ દુ:ખ અને એમનો વિલાપ, ભગા-ચારણની આ રચનામાં દર્શાવેલ છે.. ઉદ્ધવજી પાસે કરેલી ફરિયાદ – વિનંતી બધું જ એકદમ દર્દ ભર્યું છે ..!!..જાણે એ લોકોની તો દુનિયા લુંટાઈ ગઈ ..!! કોઈ ને ખાવાપીવાના હોશ નથી..બસ.. કૃષ્ણને યાદ કરીને દિવસો વિતાવે છે.. પ્રાર્થના કરે છે કે, કૃષ્ણ કહે એમ કરીશું પણ બસ કૃષ્ણ પાછા આવે ..!!

( આ વિરહ વ્યથાને ક્યારેક આપણે ”ગોપીગીત”માં સાંભળીશું..જે એકદમ કરુણ છે.. )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…હે મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!

મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..

એ ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી..
માને તો મનાવી લે’જો રે…મારા વ્હાલાને વઢીને કે’જો જી..!

એકવાર ગોકૂળ આવો, માતાજીને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી એમ મારા વ્હાલાને…

વ્હાલાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું,
કુબજાને પટરાણી કે’શું રે….હે ઓધાજી એમ મારા વ્હાલાને…

તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
હે ગુણ ગાય ભગો ચારણ…હે ઓધાજી એમ મારા વ્હાલાને…

સરખી સાહેલી સાથે, કાગળ લખ્યો મારા હાથે,
વાંચ્યો નહીં મારા નાથે…….હે ઓધાજી એમ મારા વ્હાલાને…

મથુરાને મારગ જાતા, લૂંટી તમે માખણ ખાતા,
તોડ્યા કેમ જુના નાતા રે……હે ઓધાજી એમ મારા વ્હાલાને…

હે માને તો મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!

***

***

ગોપીઓએ તો સહેલાઈથી કહી દીધું ..કૃષ્ણ અમને ભૂલી ગયા.. પરંતુ ક્યારેય ગોપીઓએ કે આપણે, કૃષ્ણને થતી વિરહ વ્યથાની અનુભૂતિ કરી ? મથુરામાં એમને તો ફરજ નિભાવવા – જવાબદારી પૂર્ણ કરવા જવું પડ્યું .. પરંતુ શું એમનું હૈયું એમની પાસે હતું ? એમને કશુંય યાદ નહિ આવતું હોય ? કૃષ્ણ અમને ભૂલી ગયા એ કહેવું સહેલું છે પણ ..એ તો કાન્હાની જગ્યાએ, આપણી જાતને મુકીને, તેના હૈયામાં ઉતરીને વિરહની અનુભૂતિને મહેસુસ કરીએ, ત્યારે સમજાય કે એમની હાલત કેવી હતી ..!

ખરેખર, આ બંન્ને ગીતો જ્યારે પણ સાંભળીએ.. અશ્રુઓ વરસી પડે..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં

સોના રૂપાના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી… રહી ગઇ ગોકુળમાં

છપ્પન ભોગ કેવા સ્વાદના ભરેલા, માખણ ને રોટી મારી… રહી ગઇ ગોકુળમાં

હીરા મોતીના હાર મજાના, ગૂંજાની માળા મારી… રહી ગઇ ગોકુળમાં

હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાઘ મારી… રહી ગઇ ગોકુળમાં

હાથીને ઘોડા ઝુલે અંબાડિયે, ગોરી ગોરી ગાવડી મારી…રહી ગઇ ગોકુળમાં

સારંગીના સૂર ગુંજે મજાના, વહાલી મારી વાંસળી… રહી ગઇ ગોકુળમાં

રાધાજીને એટલું કહેજો ઓધવજી, અમી ભરી આંખ મારી… રહી ગઇ ગોકુળમાં

નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં

મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં
મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..!!

***

Aaj ni ghadi…

By Chetu, May 7, 2010 4:55 pm

દિવ્ય સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..

હા જી મેં તરિયાં તોરણ બંધાવિયા
હે જી મારા વાલાજીને મોતીડે વધાવિયાજી રે…

પૂર્યો પૂર્યો સુહાગણ સાથીયો,
હે મારો વાલો આવે મલપતો હાથિયો જી રે…

મેં તો કદલી ના સ્તંભ રોપાવિયા ,
હે જી મારા વ્હાલાજીના મંડપ રચાવિયા જી રે…

હા રે મેં તો જમનાજીના જળ મંગાવીયા ,
મારા વાલાજીના ચરણ પખાળિયા જી રે…

હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..

*

Shri AdhikMaas…

By Chetu, May 5, 2010 10:46 pm

( વિક્રમ સંવત્સરમાં વૈશાખમાં પુરુષોત્તમ માસ ૨૦૧૦, ૨૦૨૯, ૨૦૪૮માં આવ્યો હતો, જ્યારે હવે પછીનો વૈશાખ પુરુષોત્તમ માસ ૪૬ વર્ષ પછી સંવત ૨૧૧૩માં આવશે. આ સિવાય ૨૦૬૯માં ભાદરવો, ૭૨માં અષાઢ, ૭૫માં જેઠ, ૭૭માં આસો, ૮૦માં શ્રાવણ, ૮૩માં જેઠ, ૮૬માં ચૈત્ર, ૮૮માં ભાદરવો, ૯૧માં અષાઢ, ૯૪માં જેઠ, ૯૬માં આસો અને ૨૦૯૯માં ભાદરવા મહિનામાં પુરુષોત્તમ માસ આવશે. )

ગ્રહો દ્વારા પીડા-મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા શ્રીગિરિરાજની ઝાંખીનું ઘ્યાન ધરવું અને નીચેના શ્લોકની એક માળા રોજ કરવી.

કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલં પ્રભો|
ત્રાતુ મહીર્સ દેવાન્ન: કુપિતાદ ભક્ત વત્સલે||

પુરાણોમાં પુરુષોત્તમ માસ તમામ માસોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસની શ્રેષ્ઠતા અને મહત્વને દર્શાવતી એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે-
ભારતીય પરંપરામાં મહિનાઓની ગણના કંઇક આવી રીતે કરવામાં આવી છે. દર ત્રણ વર્ષે બાર મહિના ઉપરાંત પુરુષોત્તમ માસનો સંયોગ થાય છે. જેના લીધે આ મહિનો પૂર્ણ રીતે ધર્મ-કર્મ પ્રતિ સમર્પિત રહે જેથી વ્યકિત જાણે-અજાણ્યે થયેલી ભૂલોનું પ્રાયિશ્ચત્ત કરી શકે અને પોતાનાં કર્તવ્યોને પૂરાં કરી શકે. આ વ્યવસ્થા બીજે કયાંય નથી. જ્યોતિષની ચંદ્રગણનામાં જ્યારે સૂર્યની એક જ સંક્રાંતિમાં બે અમાસ આવી જાય છે ત્યારે બીજી અમાસવાળા મહિનાની વૃદ્ધિ થઇને તે મહિનો મળમાસ-અધિકમાસ બની જાય છે. આને પુરાણવિદોએ પુરુષોત્તમ માસ કહ્યો છે. ભવિષ્યપુરાણ અનુસાર ચંદ્ર અને સૌર મહિનાના અંતરને અધિકમાસ કહે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે સર્વપ્રથમ અધિમાસનો જન્મ થયો. પરંતુ આ માસમાં સૂર્યનો કોઈ રાશિમાં પ્રવેશ ન થયો એટલે કે સંક્રાંતિ ન થઈ તેના કારણે તે મળમાસ થઈ ગયો. માટે મળમાસનો કોઈ સ્વામી કે આશ્રયદાતા ન હોવાને કારણે આ માસ દેવકાર્યો અને શુભ તથા મંગળ કાર્યો માટે વર્જિત માનવામાં આવ્યો હતો. સૌ તેને તિરસ્કૃત અને ઉપેક્ષિત ગણવા લાગ્યા હતા. તેનાથી દુ:ખી મળમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. મળમાસની પીડાને સમજીને ભગવાન વિષ્ણુ તેને યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા. વિષ્ણુએ મળમાસને કહ્યું કે આમના આશ્રયમાં તારા તમામ દુ:ખ અને શોક દૂર થઈ જશે. શ્રીકૃષ્ણે કહ્યું કે શ્રીહરિ વિષ્ણુ તમે મળમાસની સાથે આવીને મારા પર ઉપકાર કર્યો છે. માટે તમારી આજ્ઞાથી હું મળમાસને મારા તમામ ગુણ, વિદ્યા, કળા, યશ, કિર્તી, પ્રભાવ અને શક્તિઓથી ભરી દઉં છું. તેની સાથે જ હું જેવી રીતે જગતમાં પુરુષોત્તમના નામથી ઓળખાવું છું, તેવી રીતે મળમાસ પણ ભૂ-લોકમાં પુરુષોત્તમના નામથી ઓળખાશે. આ મળમાસ હવે સ્વામી રહીત ન રહેતા હું મળમાસનો સ્વામી બનું છું. જે પરમધામ ગોલોકમાં જવા માટે ઋષિ-મુનિ કઠિન તપ કરે છે, તેવી જ રીતે તપનું ફળ અને પદ પુરુષોત્તમ માસમાં દાન, પુણ્ય, સ્નાન, પૂજા વગેરે કરવાથી તમામ ભક્તોને સરળતાથી પ્રાપ્ત થશે. આ માસ બાર માસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એ જ કારણ છે કે જ્યાં મળ એટલે કે ગંદા હોવાને કારણે સ્પર્શન કરવાવાળા, શુભ કે મંગળ કાર્ય માટે નિષેધ માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ પુરષોત્તમ માસ હોવાથી દુ:ખ, દરિદ્રતાનો નાશ કરનાર અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માસ ગણાય છે.

હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર માટે એવો સમય, રુપ અને પ્રકાર પસંદ કર્યો, જે હિરણ્યકશિપુના વરદાન સાથે જોડાયેલી તમામ બાબતોથી વિપરિત હતો. ભગવાનનો નૃસિંહ અવતાર જે અડધુ મનુષ્ય અને અડધુ સિંહનું સ્વરુપ હતો તે અવતાર ધારણ કરી ગોધુલિ વેળાએ તેઓ પ્રગટ થયા. તેમણે હિરણ્યકશિપુને દરવાજાના ઊંબરે બેસીને પોતાની જાંઘ પર રાખ્યો અને પોતાના નખોની મદદથી તેનું પેટ ચીરી જીવ પ્રાણ હણી લીધા.

આ પ્રકારે જ્યારે હિરણ્યકશિપુનો અંત થયો ત્યારે તે ઘરમાં ન હતો, ન હતો ઘરની બહાર, જમીન પર ન હતો, આકાશમાં ન હતો, તેને અસ્ત્ર કે શસ્ત્રની મદદથી મારવામાં ન આવ્યો, ન તો તે રાતે મર્યો, ન દિવસે. આ સિવાય બીજી મહત્વની બાબત એ છે કે હિરણ્યકશિપુને મારવા માટે વિષ્ણુએ જે કાળને પસંદ કર્યો તે બાર માસમાંથી અલગ હતો, તે માસ હતો ભગવાવાન વિષ્ણુનો પ્રિય પુરુષોત્તમમાસ. આ જ માસ અધિકમાસ અને મલમાસ કહેવાય છે.

આમ કરીને ભગવાને પુરુષોત્તમમાસને ઈશ્વરભક્તિ માટે સર્વોપરી બનાવી દીધો. સાથે જગતને સંદેશ આપ્યો કે પોતાના કે અન્યના દુર્ગુણોને દૂર કરવાનો પ્રયત્નો વિષમ પરિસ્થિતિમાં પણ ચાલુ જ રાખો. આ સાથે ધર્મ અને સદાચરણના પ્રતીક ભક્ત પ્રહલાદની ભક્તિ એ સંદેશ આપે છે કે ભક્તિને કર્મની જેમ નહીં પણ કર્મને ભક્તિનું રુપ ગણી તેમાં લીન થઇ જાવ. આમ કરવાથી જ દેવરુપી સફળતા પ્રાપ્ત થશે.

( સ્ત્રોત - :  દિવ્યભાસ્કર ) 

Shrinath smaran…

By Chetu, May 2, 2010 7:32 pm

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બોલો ગોવર્ધનનાથકી જય ..!!

શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ વ્હાલા , અકળ ગતિ છે તારી ..!!
ભાર ભૂમિનો હળવો કરવા, યુગે યુગે અવતાર ધર્યો
નોખા નોખા રૂપ ધરીને, અવનીનો ઉધ્ધાર કર્યો
ભીડ પડી ભક્તો પર જ્યારે, આવી લીધા ઉગારી…!

મથુરામાં માધવ થઇ રાચ્યો, ગોકુલમાં ગોપાલ થયો
દ્વારિકા માં હો.. દ્વારિકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડ થયો
નાથદ્વારામાં શ્રીજી રૂપે પ્રગટ્યો પાવનકારી ..!!

તું જ મુરારી, તું ગિરધારી, કુંજબિહારી બનવારી
તું શામળિયો, તું જ કનૈયો, તું મોહન મુરલીધારી
વિવિધ સ્વરૂપે, વિવિધ નામે, લીલા રચી તે ન્યારી …!!

શ્રીજી નામ સમરતાં ભાવે, પાપ અને સંતાપ બળે
શ્રીજી નામે જન્મ મરણનાં, લખચોરાસી ફેરાં ટળે
ભક્તિ કરતા ભાવટ ભાંગે, મહિમા એનો ભારી …!!

શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ તુજને, અકળ ગતિ છે તારી ..!!

*

ShriKrishna Aarti…

By Chetu, April 15, 2010 1:00 am

untitledsh

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને શ્રી પુરુષોત્તમમાસ ની વધાઈ ..!
ચાલો આજે આપણે સહુ સાથે મળીને શ્રીઠાકોરજીનું સ્વાગત કરીએ..
*****
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા
ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે…!!

Related Posts -

Shri Purushottam Mass – Sudan

Shri Adhik Maas Manorath

Annakut Darshan

Darshan

Jeth sud – Shukl paksh

Jeth vad Krushn paksh

Samay maro…

By Chetu, February 23, 2010 2:13 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે, જયારે નહિ રહે દેહનું ભાન

એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના-પાન… સમય મારો..

જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ

એવે સમય મારે વ્હારે ચડીને, રાખજે તારું નામ… સમય મારો..

કંઠ રૂંધાશે ને નાડીયું તૂટશે, છૂટશે જીવન ડોર

એવે સમય મારા અલબેલાજી, કરજો બંસરી શોર… સમય મારો..

આંખલડી મારી પાવન કરજો, ને દેજો એક જ ધાણ

શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભક્તો છોડે પ્રાણ ..!!

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા…

કરું હું તો કાલાવાલા…કરું હું તો કાલાવાલા…કરું હું તો કાલાવાલા…

Mangal joi…

By Chetu, December 19, 2009 10:08 am

_____________________mangal

શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સ્વર નિયોજન : નિખિલ જોષી
સ્વર: પાર્થિવ ગોહિલ – દિપાલી ભટ્ટ
મ્યુઝીક આલ્બમ : ‘મોરપિચ્છ -૧’
સંપર્ક : joshinikhil2007@gmail.com
[www.nikhiljoshi2007.blogspot.com]

આજે પ્રસ્તુત છે, જીવનને મંગલમય બનાવી દેતા, મંગલ સ્વરરૂપ શ્રીજીબાવાની મંગલમય સ્તુતિ…!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સિતાર, બંસરી, મંજીરા ..વિગેરે દ્વારા શ્રી નિખીલભાઈનું મંગલ સંગીત … શ્રી પાર્થિવ ગોહિલ-દિપાલી ભટ્ટ-સાથીઓનો મંગલ સ્વર… શ્રી જીતેન્દ્ર પારેખનાં મંગલ શબ્દોનાં સમન્વયની આ મંગલ સરગમ .. સાંભળતા જ મનને મંગલ સ્વરૂપ શ્રીજીમય બનાવી દે છે…!..
થોડા સમય પહેલા, શ્રી નિખીલભાઈનાં સુંદર સ્વરાંકન દ્વારા રીલીઝ થયેલ, એમના આલ્બમ મોરપિચ્છ માં સંગ્રહિત, આ સ્તુતિ મોકલવા બદલ, સમન્વય એમનું આભારી છે…

મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..

રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..

સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…

.

Panorama theme by Themocracy