Category: Dhun – ધૂન

Charane Rakho…

By , April 10, 2012 10:48 pm

આજના કળીયુગમાં શ્રીવલ્લભ-પ્રભુને એ જ પ્રાર્થના કે, આપણને સહુને શ્રીઠાકોરજીની પ્રાપ્તિ કરાવે ..!!!

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

ઓ.. બ્રહ્મ સંબંધ કરાવ્યો, અમને સાચા વૈષ્ણવ માનો રે
કલિયુગના જીવોને ઉગાર્યા, પુષ્ટીમાર્ગ પ્રગટાવ્યો રે

સ્વરૂપ સેવા બતાવી અમને, ચંપારણ ના વાસી રે ..!

ઓ.. યમુનાષ્ટકનું ગાન કરું હું, સેવા તમારી આપોને
વ્રજ ચોરાસી પરિક્રમા કરીએ, એવા આશિષ આપોને
વૈષ્ણવજનના વ્હાલા પ્રભુજી, ઝાંખી શ્રીજીની કરાવો રે..!

ઓ.. મુખમાં લઈએ નામ શ્રીજીનું, યમુનાપાન કરાવો રે
અષ્ટાક્ષર જપ પળ-પળ જપીએ, લઈ તુલસીની માળારે
ચારે ધામ છે શ્રીજી ચરણમાં, વ્રજવાસ મુજને આપો રે..!

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

હે વલ્લભાધિશ વ્હાલા રે… હે વલ્લભાધિશ વ્હાલા રે..!!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Mero Pyaro…

By , October 26, 2011 9:01 pm

………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………

મિત્રો, આપ સહુને નૂતન વર્ષાભિનંદન સહ જયશ્રીકૃષ્ણ.

આજના આ મંગળદિને સમન્વયને એક અનેરું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે છે પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીયદુનાથજી મહોદયશ્રીનો પાવન સ્વર … !!
આજે આપણને સહુને અનેરો લાભ મળી રહ્યો છે, જેજેશ્રીના દિવ્ય-સ્વરને સાંભળવાનો..
આ આખું પદ શુભારંભ થી અંત સુધી સાંભળતા-સાંભળતા જાણે કે આપણે પણ રાધા-કૃષ્ણની સંગે સખા-ભાવે, વૃંદાવન-બરસાનામાં જ વિહરતા હોઇએ એવી અનુભૂતિ થાય છે ..!!

શ્રીજીકૃપા અને શ્રી વલ્લભકૃપાથી, સમન્વય અને તેના વાંચકમિત્રો પર હંમેશ આપશ્રીના આશીર્વાદ વરસતા રહ્યાં છે..!
દંડવત પ્રણામ જેજેશ્રી..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેરો પ્યારો નંદલાલ કિશોરીરાધે
મેરો મદન ગોપાલ કિશોરીરાધે
કિશોરીરાધે…કિશોરીરાધે…!!

હમારો ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
પરમ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
જીવન ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા..
સર્વસ્વ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
પ્રાણ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા કો માને બ્રહ્મા શિવ નારદ
મેરી રાધાકો માને ગિરીધારી હમારી રાધા ગિરીધર કી પ્યારી

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

ગાંવ ગાંવ , કુંજ કુંજ ડોલે બિહારી
મેરી રાધાકી ઉંચી અટારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા તો ઓઢે કાલી કમલિયા
મેરી રાધા સો રંગ રંગ સાડી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હાકે હાથોમેં સોહે મુરલિયા,
મેરી રાધા કે હાથ કંગન વારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી..

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા હૈ જૈસે રૈન અંધિયારી
રાધા મેરી ચંદા ઉજીયારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી..

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

હા ..આ…. આ… આ…. હા.. આ…

સુન બરસાને વાલી, ગુલામ તેરો બનવારી…
રાધાજી કે માથેપે કુમકુમકી બિંદિયા..
માંગ ભરે બનવારી .. ગુલામ તેરો બનવારી..

રાધાજીકે આંખોમેં ભીના ભીના કજરા
ઘાયલ કુંજ બિહારી, ગુલામ તેરો બનવારી

રાધાજીકે માથેપે લટ ઘુંઘરાલી
છ્મ છ્મ નાચે ગિરીધારી, ગુલામ તેરો બનવારી

***

રાધાકી પાયલ છ્મ છ્મ બાજે .. છ્મ છ્મ બાજે રાધા રાની નાચે
શ્યામને છેડા તરાના, રાધાકા શ્યામ દિવાના,

રાધા જબ પાયલ છ્નકાવે, સાંવરા જટ દૌડા આવે
કરેના કોઈ બહાના, રાધા કા શ્યામ દિવાના
રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના

હરી-ભરી ધરતી, ભર્યો ભર્યો ઉપવન
ગુંજ રહ્યો સારો વૃંદાવન.. ગુંજ રહ્યો બરસાના, રાધા કા શ્યામ દિવાના
રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના

ઓ બરસાનેકી રાધા પ્યારી, સાંવરી સુરત ક્રિષ્ણ મોરારી
દુલ્હે કાન્હા મતવાલા રાધા કા શ્યામ દિવાના

રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના
શ્યામને છેડા તરાના, રાધા કા શ્યામ દિવાના

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Vraj-Janmashtami…

By , August 22, 2011 1:47 am

ગોવિંદા આલા રે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આનંદ ઉમંગ ભયો… જય હો નંદલાલ કી , નંદઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી…યશોદા કો લાલો ભયો… જય કનૈયાલાલ કી, દાઉજી કો ભૈયા આયો… જય કનૈયાલાલ કી
માખન કો ચુરૈયો આયો… જય હો મોહન લાલ કી, બંસી બજૈયા આયો… જય હો નંદલાલ કી,
ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો… જય કનૈયા લાલ કી
ગૌએ ચરાને આયે… જય હો પશુપાલ કી, બ્રજ કો રખવાલો ભયો… જય હો નંદલાલ કી
આનંદ ઉમંગ ભયો… જય હો નંદલાલ કી, નંદઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી
રાસ કો રચૈયા આયો… જય યશોદાલાલ કી, ગોપીન કો પ્યારો ભયો… જય હો નંદલાલ કી
ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયાલાલ કી,હાથી ઘોડા પાલખી… જય કનૈયાલાલ કી
કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી
બ્રજ મે આનંદ ભયો… જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી… જય કનૈયાલાલ કી
જય હો નંદલાલ કી…. જય યશોદા લાલ કી, ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયાલાલ કી

વ્રજનો જન્માષ્ટમી ઉત્સવ

નંદ ઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં અનેક ભાવો આનંદની હેલી બનીને વરસી પડે છે. જન્માષ્ટમી નો તહેવાર સર્વે કૃષ્ણ પ્રેમીઓ ધામધુમ થી મનાવે છે પરંતુ કૃષ્ણ જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લઇ તે આનંદમાં સામેલ થવું તે જીવન નો લ્હાવો છે. મથુરા અને વ્રજથી લઇને શ્રીદ્વારિકા, શ્રીજગન્નાથપુરી, શ્રીનાથદ્વારા, શ્રીડાકોર વગેરે કૃષ્ણ સ્થળો માં કૃષ્ણપ્રેમીઓ આ મહોત્સવને મન ભરીને માણે છે પરંતુ વ્રજ આ ઉત્સવ દરમ્યાન વાત્સલ્યમય થઇ જાય છે.

મથુરા

આ પ્રસંગે આખું મથુરા નગર આનંદ ના હિલોળે ચડે છે અને સાથે સાથે ભકિતના રંગે પણ રંગાઇ જાય છે. દરેક મહોલ્લો કૃષ્ણ જન્મોત્સવના આનંદમાં નાચી ઉઠે છે.મથુરાના દરેક ઘર આંગણથી ગલી સુધી ફૂલોથી શણગાઇ જાય છે મોટાભાગના લોકો વ્રત રાખે છે.ઘર ઘરમાં ધાણા સાકરની પંજરી બને છે.રાત્રીદિવસ ભજન કિર્તન થાય છે. રાત્રીનાં ૧૨ વાગતાં જ મંદિરો શંખનાદ અને ઘંટારવ થી ગુંજી ઊઠે છે.

જે જગ્યાએ કૃષ્ણનો જન્મ થયો હતો તે જગ્યા આજે કૃષ્ણ જન્મભૂમિ મંદિર નામે પ્રચલિત છે.કેટલાક મંદિરો માં મધ્યરાત્રીએ પ્રભુને જગાવતાં નથી તેઓનું માનવું છે કે પ્રભુ નાનકડા બાળક હોવાથી બહુ જ નાજુક છે અને બાળકને નિંદરમાંથી જગાવવું યોગ્ય નથી. પરંતુ મથુરાના મોટાભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ ને જગાવી ને પંચામૃત,દૂધ અને દહીંથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ પારણામાં ઝૂલાવવામાં આવે છે, એક માન્યતા એવી છે કે પારણું ઝૂલાવતી વખતે શ્રીકૃષ્ણ ભગવાન પાસે કરેલી કોઇપણ ઇચ્છા પૂરી થાય છે. મંદિરો અને પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં વિવિધ રંગની ઘટા કરવામાં આવે છે અને આ ઘટાનો જેવો રંગ હોય તેવા જ રંગ નાં વસ્ત્રો પરમપ્રભુને ધારણ કરાવાય છે.

ઘરેઘરમાં તથા મંદિરોનાં પ્રાંગણમાં પારણાઓ મૂકીને તેમને ફૂલો વડે શણગારવામાં આવે છે, જેથી દર્શનાર્થે આવતા દર્શનાર્થી ઓ પ્રભુને પારણે ઝૂલાવી શકે.જન્માષ્ટમીની સવારે પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને શૃંગાર દર્શનમાં અક્ષત તિલક કરવામાં આવે છે અને માર્કંડ પુજાની ભાવનાથી પ્રભુની આરતી ઉતારવામાં આવે છે. ઘણી પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં જન્માષ્ટમીની રાત્રીએ જાગરણ કરાય છે તેથી શૈથ્યાજી બિછાવવામાં નથી આવતાં અને રાત્રીના બીડાં શૈથ્યામંદિરને બદલે સિંહાસન પાસે રહે છે. મથુરા માં ઠેર ઠેર શ્રીમદ્ ભાગવદ કથાનું પારાયણ થાય છે.

ગોકુલ અને નંદગાંવ

રક્ષાબંધન પુરી થતાં જ ગોકુલ અને નંદગાંવ જન્માષ્ટમીની તૈયારીઓમાં લાગી જાય છે.ઠેર ઠેર રાસલીલા અને ઢાઢીલીલાઓ થાય છે. વ્રજવાસીઓ બ્રજ ભયૌ હૈ મહીર કે પૂત,…….રાની ચિર જીવૈ તેરૌ શ્યામ વગેરે જન્માષ્ટમીની વધાઇ ગાય છે.દરેક ઘર,આશ્રમ અને મંદિરોમાં પુરીપકવાનો બને છે. વ્રજના ખૂણેખૂણામાં દધિત્સવ થાય છે.દધિત્સવ એટલે કે દહિંની અંદર હલ્દી મેળવીને એક બીજા ઉપર ઉછાળવામાં આવે છે. લોકો ફળ,મેવા,મિષ્ટાન,મિઠાઇ ઉપરાંત વસ્ત્રો, વાસણ વગેરે લુટે છે અને લુટાવે છે અને આ રીતે નિર્દોષ આનંદને માણે છે.

જન્માષ્ટમીના દિવસે મથુરામાં દર્શન કરવા આવેલા દર્શનાર્થી ઓ બીજા દિવસે ગોકુલમાં નંદોત્સવના આનંદમાં છલકાઇ જાય છે. બરસાનાવાસીઓ નંદગાવ-ગોકુલવાસીઓને શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધાઇ આપવાં જાય છે. શ્રીબલરામજીની યાદમાં વ્રજના નંદકુંડ ઉપર મલ્લયુધ્ધ વિદ્યા ની હરિફાઇ થાય છે જેમાં દેશભરના અસંખ્ય પહેલવાનો ભાગ લે છે. વ્રજવાસીઓના બાલકો મટકીફોડન નાં ખેલ કરે છે ખાસ કરીને મંદિરોનાં પ્રાંગણમાં દધિ, ધૈયા, દૂધ, માખણ વિશેષ પ્રમાણમાં ઉછાળીને વિખેરવામાં આવે છે અને વ્રજવાસીઓ તેમાં લપસણી કરવાનો આનંદ ઉઠાવે છે.ભક્તજનો કિર્તન,વધાઇ અને લોકગીતો નાચતા, ગાતા, આનંદથી ઝૂમી ઊઠે છે.

શ્રીઠાકોરજી પારણામાં ઝૂલે છે અને વ્રજનારીઓ ઝૂલાવતી જાય અને પોતાના લાડલાનાં બલૈયા લેતી જાય છે. આ દિવસે ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. સાંજના સમયે શ્રીપ્રભુ ને તથા શ્રીગિરિરાજજીને છપ્પનભોગનો થાળ ધરાવાય છે અનેક ભક્તજનો શ્રીગિરિરાજજીની, વૃંદાવનની, રમણરેતી, નિધિવન, બંસીબટ અને અન્ય વ્રજના ભાગો ની પરિક્રમા કરે છે. વ્રજનાં મધુવનમાં જન્માષ્ટમીની સવારે બ્રજભાષામાં રાસલીલા અને ઢાઢીલીલા ખેલાય છે તેમાં ૯-૧૦ વર્ષ નાં બ્રાહ્મણ બાલકો ભાગ લે છે, પણ રાત્રીના સમય દરમ્યાન આ સ્થાન નિર્જન બની જાય છે.

આ ઉત્સવ દરમ્યાન વ્રજવાસીઓ ફલાહાર વ્રત કરે છે અને આ વ્રત દરમ્યાન કુટ્ટુ, સાબુદાણા, સિંધાલૂણ, બટાટા વગેરેનો ઉપયોગ થાય છે.આ ઉપરાંત સુંઠ, વરિયાળી, સુકુ નાળીયેર, ખાવાનો ગુંદર, અજમો, હલ્દી, સુકા મેવો વગેરેનો ઉપયોગ વિવિધ પ્રકારની પંજરી બનાવવા માટે થાય છે.

વૃંદાવન

વૃંદાવનમાં આવેલા ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.પ્રભુને ફૂલોથી બનાવેલા શૃંગાર ધારણ કરાવાય છે.પ્રભુને ૧૦૮ પ્રકારનાં વિવિધ વ્યંજનોથી થાળ સજાવીને ધરવામાંઆવે છે આ ઉપરાંત વિવિધ ફળો, ફળોનો રસ, દૂધ, દહીં, માખણ, દૂધમાંથી બનાવેલી વિવિધ પ્રકારની મિઠાઇઓ ધરાવવામાં આવે છે.મંદિરમાં સાંજના સમયે કૃષ્ણલીલા પર આધારિત નૃત્યનાટિકા થાય છે.મંદિરની ઇંટેઇટોં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણના નાદ થી ગુંજી ઊઠે છે.

દ્વારિકા

ગુજરાતનાં દ્વારિકાધિશ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભગવાનની મૂર્તિને દાતણ-પાણી કરાવીને સવારે સાત વાગ્યે મંગળા આરતી થાય છે. સવારે ભગવાનનાં નિત્યક્રમ બાદ ઉજવણી શરૂ થાય છે,ત્યાર પછી ભક્તો ભગવાનના દિવસ દરમ્યાંનના પ્રથમ દર્શન કરે …આઆરતી બાદ ભગવાન ને પંચામૃતથી અભિષેક સ્નાન કરાવાય છે.ભક્તજનો ને વર્ષમાં બે વાર ભગવાનનાં સ્નાનનાં દર્શન કરવાનો મોકો મળે છે.પ્રભુને પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે અને શૃંગારમાં ચંદનમાલા, વૈજયંતિમાલા અને સોપારી માંથી બનાવેલી માળા પ્રભુને ધારણ કરાવવામાં આવે છે.પ્રભુને ચક્ર અને શંખ પણ ધારણ કરાવવામાં આવે છે પ્રભુ ને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે.અહીં પણ વાટેલી એલચી, શેકેલા ધાણા અને દળેલી સાકરની પંજરીનો પ્રસાદ ભાવિકો માં વાટવા માં આવે છે.
વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હોય , વિજળી ચમકારા મારી રહી હોય, મૂશળધાર વરસાદ વરસી રહ્યો હોય, જ્યારે જીવનમાં અંધકાર અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયેલુ હોય, તેવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, પરંતુ નટખટ કૃષ્ણ કનૈયાની બાળ લીલાઓનાં તમામ પ્રસંગો આપણને શીખવી જાય છે હસતું રમતું , મજાક, મમસ્તી, વાળું જીવન ફકત પોતે જ સુંદર નથી થતું પણ પોતાની આસપાસના વાતાવરણને પણ સુંદર બનાવી દે છે.

પંજરીનો પ્રસાદ બનાવવાની રીત

સામગ્રી – સૂકા શેકેલા ધાણાનો પાવડર, માવો, વરિયાળી, સુંઠ, કોપરાનુ છીણ, વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા અને કતરણ, દળેલી સાકર.

બનાવવાની રીત – સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લઇ તેમાં શેકેલા ધાણા પાવડર નાખવો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમા કોપરુ, વરિયાળી,સુંઠ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લઇ મિશ્રણને થોડુ ઠંડુ કરી તેમા કોપરું અને દળેલી સાકર નાખી ફરી મિક્સ કરવું, ત્યારબાદ તેમાં વાટેલી ઈલાયચી અને મેવાની કતરણ નાખી મિશ્રણને એકરસ કરી લેવું.(સુકી પંજરીમાં થોડુ દૂધ અથવા ગરમ ઘી નાખીને નાના લાડુ પણ બનાવવામાં આવે છે.)

-પૂર્વી મલકાણ મોદીના જયશ્રીકૃષ્ણ.

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Krushn Govind…

By , April 3, 2011 9:22 am

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા, કોરસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો યશોદાકો લાલ, મેરો યશોદાકો લાલ, યશોદાકો લાલ,મેરો યશોદાકો લાલ
મેરો નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ, નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ
મેરો છોટોસો ગોપાલ, મેરો છોટોસો ગોપાલ, છોટોસો ગોપાલ,મેરો છોટોસો ગોપાલ
મેરો મદન ગોપાલ, મેરો મદન ગોપાલ, મદન ગોપાલ, મેરો મદન ગોપાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ,રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ
મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ …!!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Jevi Mogarani…

By , February 28, 2011 1:45 pm

SHRI

સમન્વયની સર્જન તિથી નિમિત્તે આજે આંગણે રૂડો અવસર હોય ને સાથે સત્સંગ હોય ત્યારે આપ સહુની હાજરી ના હોય એવુ બની શકે ?

આજે તો આપ સહુએ હાજરી આપવી પડશે .. સત્સંગમાં આવવું પડશે…!

સ્વર – નિધીબેન ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા, દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે

જેવા રણછોડરાયના હાથ, એવા ગોમતીજીના ઘાટ, ઘાટે ન્હાવું પડશે, ભજનમાં આવવું પડશે
જેવી રણછોડરાયની ધજા, એવી ભક્તિમાં છે મજા, મજા માણવી પડશે, ભજનમાં આવવું પડશે

જેવા ગોમતીજીનાં પાણી, એવી સંતજનોની વાણી, વાણી સાંભળવી પડશે, ભજનમાં આવવું પડશે
જેવા જમુનાજીનાં નીર, એવા સુભદ્રાના વીર, વીરને નિરખવા પડશે, ભજનમાં આવવું પડશે

જેવી ડાકોર રૂડી નગરી, દેજો સત્સંગમાં સૌ હાજરી, હાજરી આપવી પડશે, ભજનમાં આવવું પડશે
જેવા ડાકોર ગામના પાદર, એવા રણછોડરાયના આદર, આદર કરવા પડશે, ભજનમાં આવવું પડશે

જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા, દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે

***

સ્વરાંજલી

જેવી મોગરાની

શબ્દ કેરી પ્યાલી

અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં

Related Pages :

સમન્વયની સફર

સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

Thank You Graphics, Scraps and Comments

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Om Namo Bhagavate…

By , November 7, 2010 4:59 am

સમન્વય તરફથી સહુને જયશ્રીકૃષ્ણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત : શ્રી મનોજ-વિમલ
સ્વર : નિધીબેન ધોળકિયા તથા સાથીઓ

♪♪♪

ૐ નમો ભગવતે વાસુદેવાય … વાસુદેવાય હરી વાસુદેવાય ..!

પુરૂષોત્તમ હરી વાસુદેવાય… સર્વોત્તમ હરી વાસુદેવાય..

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

નટવર નાગર વાસુદેવાય… સર્વ સુખ સાગર વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

મંગલકારી હરી વાસુદેવાય… પાવનકારી હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

દ્વારકેશરાય હરી વાસુદેવાય… વિઠ્ઠલેશરાય હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

મથુરેશરાય હરી વાસુદેવાય… ગોકુલેશરાય હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

મદનમોહન હરી વાસુદેવાય… મનમોહન હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

ગોવર્ધનધારી હરી વાસુદેવાય… સુદર્શનધારી હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

વનમાળી રે હરી વાસુદેવાય… ગિરિધારી રે વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

ગિરિરાજધરન હરી વાસુદેવાય… કમલનયન હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

લાલ-યશોદા હરી વાસુદેવાય… નન્દ-દુલારા હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

સાવરીયા રે હરી વાસુદેવાય… શ્યામ સુન્દર હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

મુરલીધર હરી વાસુદેવાય.. બંસિધર હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

દેવકી જાયા હરી વાસુદેવાય… વસુદેવ પ્યારા હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

રાજા રણછોડ હરી વાસુદેવાય… માખણ ચોર હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

ગૈયા ચરાવે હરી વાસુદેવાય… વેણુ વગાડે હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

દ્વારકાધિશ હરી વાસુદેવાય… જય જગદિશ હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

વિશ્વેશ્વર હરી વાસુદેવાય… યોગેશ્વર હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

વ્રજ આધાર હરી વાસુદેવાય… જગ આધાર હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

કુંજ બિહારી હરી વાસુદેવાય… વ્રજ વિહારી હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

નામ સ્મરણ કરુ હરી વાસુદેવાય… ધ્યાન રે હૈયે ધરુ હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

શ્યામ સ્વરુપ હરી વાસુદેવાય…મનમોહક હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

કારેનાધન હરી વાસુદેવાય…મન લુભાવન હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

ગનધર રુપ હરી વાસુદેવાય…શામળિયા રે હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

પાવન નામ હરી વાસુદેવાય… બાલ ગુણ ગાય હરી વાસુદેવાય…

ૐ નમો ભગવતે વાસુદેવાય…વાસુદેવાય હરી વાસુદેવાય ..!

ૐ નમો ભગવતે વાસુદેવાય … ૐ નમો ભગવતે વાસુદેવાય ..!

ૐ નમો ભગવતે વાસુદેવાય … વાસુદેવાય હરી વાસુદેવાય ..!

વાસુદેવાય હરી વાસુદેવાય … વાસુદેવાય હરી વાસુદેવાય ..!

***

.

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

ShriKrishna Aarti…

By , April 15, 2010 1:00 am

untitledsh

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને શ્રી પુરુષોત્તમમાસ ની વધાઈ ..!
ચાલો આજે આપણે સહુ સાથે મળીને શ્રીઠાકોરજીનું સ્વાગત કરીએ..
*****
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા
ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે…!!

Related Posts -

Shri Purushottam Mass – Sudan

Shri Adhik Maas Manorath

Annakut Darshan

Darshan

Jeth sud – Shukl paksh

Jeth vad Krushn paksh

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Aaj Mara Mandiriyama…

By , February 28, 2010 1:26 am

*

મારા મમ્મીના જન્મદિને (29 feb.) તથા સમન્વયના દ્વિતીય જન્મદિને મારું આ અતિ પ્રિય ભજન…!!
પ્રભુ આપણા મન રૂપી મંદિરમાં, આમ જ મ્હાલતા રહે ..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી..!!

જશોદાના જાયાં ને નંદના દુલારા…
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી..!!

જરકશી જામો ધરી ઉભા શ્રીનાથજી…
જગતના છે સાચેસાચા સુબા શ્રીનાથજી..!!

મોહનમાળા મોતીવાળી ધરી શ્રીનાથજી…
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી..!!

શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી…
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે શ્રીનાથજી..!!

ભાવ ધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી…
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી..!!

શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી…
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી ..!!

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી.!!

*

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Vraj Yaatra…

By , January 1, 2010 12:05 am

( Double – click on the player’s screen to see full screen mode )

( પ્લે પર ક્લિક કર્યા બાદ ફાઇલ લોડ થતી હોવાને લીધે થોડીવાર બફ્ફરીંગ આવશે.)

સંગીત – શ્રી વીરેન્દ્ર ચૌહાણ
શબ્દ અને સ્વર – શ્રી શ્રધેય ગૌરવ કૃષ્ણ ગોસ્વામીજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને નવા વર્ષના જયશ્રીકૃષ્ણ. મિત્રો,

આજે સમન્વય પરથી શરુ થતી, શ્રી વ્રજની ૮૪ કોસ યાત્રામાં જોડાવા આપ સહુને ભાવ ભર્યું આમંત્રણ છે…

નોંધ -
સ્થળ – શ્રીજી – સમન્વય
સમય – આજે – અત્યારે જ
સાથે લેવાની સામગ્રી – ફક્ત હૃદયનો શુદ્ધ ભાવ …!!
વહેલા તે પહેલા, એ ન્યાયે પુણ્ય મેળવવાના અધિકારી બની શકાશે ..!!

આવો… આજે નવા વર્ષના આરંભે આપણે સહુ વ્રજની ૮૪ કોસ-યાત્રા કરીએ .. શ્રી રાધાજીના નામ સંગે આ માનસી યાત્રા કરવાથી વાસ્તવિક યાત્રા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે…

બંસરી – તબલા – ડ્રમ્સ – મિશ્રિત આ સરગમ ખરેખર તન-મનને ભક્તિમાં તલ્લીન કરી ડોલાવી દે છે.. ! આ ધૂન અમારા માટે તો એક યાદગાર સંભારણું છે .. થોડા સમય પહેલા રાજકોટ ખાતે અમારા આંગણે શ્રીમદ ભાગવત – જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલું ત્યારે સાતેય દિવસ અમે આ ધૂનના રંગે રંગાયા હતા.. જ્યારે પરમ વંદનીય ભગવાતાચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા, વ્યાસપીઠ પર બિરાજવા પધારે, ત્યારે સ્વાગતમાં અમે સહુ શ્રોતાગણ, તેઓશ્રીના આગમનને વંદનથી વધાવીએ કે, તરત પ્લયેર પરથી આ ધૂનના સૂર રેલાઈ ઉઠતા.. ! અત્યારે પણ એ દિવસોની ઝાંખી નજર સમક્ષ થઇ રહી છે .. જાણે કે અમે બધા શ્રીમદ ભાગવત-રસનું પાન કરી રહ્યા છીએ..!!

**********************************************************************************************************************

Radhashtami (Bhadrapad Shuklapaksh, 8th)

Vaishnav Devotee celebrates the birthday of RadhaRani. She was born in Barsana, 30 Km from Mathura, and she appeared as the daughter of King Vrishabhano and Mata Kirati.

Radhaji was older to Sri Krishna and it is believed that the Divine girl did not open her eyes until Krishna was born. The relationship of Krishna with Radha transcends human concepts and is Spiritual in nature.

Vedic Literature explains that Radha is Krishna’s Spiritual Energy. Whenever the Lord incarnates, His Spiritual Energy also takes up a Female Form. Hence Hindus always worship Laxmi with Narain, Seeta with Ram and Radha with Krishna. It is redundant to state that one may attain Krishna only through the Grace of Radha.

-(www.riiti.com)

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Shraddhanjali…

By , May 11, 2009 5:58 pm

જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી…                                                                                        

 … જયશ્રીકૃષ્ણ.

tilak aarti

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

* ગાયત્રીમંત્ર *

શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગોકુળીયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુંજ-કુંજ વન-ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વ્રજ ભૂમીના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વાજા ને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શરણાઇ ને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ચૌદ લોકે બ્રમ્હાંડે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, પત્ર પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબો લિંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વનસ્પતિ હરીયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
જતિપુરાના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ: , મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગલી ગલી ગૃહવર વન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વેણુસ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુલિન, કન્દરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
સર્વે જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વિરહીજનનાં હૈયા બોલે,શ્રી કૃષ્ણ શરણં મમ:
કૃષ્ણ વિયૉગે આતુર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મધુર વીણા વજીંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુમુદીની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સુર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તારલીયાનાં મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, રોમ રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મહા મંત્ર મન માહે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યુગલ ચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી, શ્રીક્રિશ્નચંદ્રનું ધ્યાન ધરે…
માયાનું જયાં કર્યુ આવરણ લખચોરાસી ફેરા ફરે….
દોરી સહુ ની હરિના હાથે એણે ભરાવ્યું તે ડગલુ ભરે…
જેવો જંત્ર વગાડે જંત્રી એવો તેનો સ્વર નિસરે….
તારું ધાર્યુ થાતું હોય તો સુખ સાચે ને દુ:ખ હરે…
રાખ ભરોસો રાધાવરનો જીવ હવે તું શીદ ને ડરે…
ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો
વૈજંતી માળા, શિરે મુગટ, તિલક સોહામણા,
અધર મુરલી, પાયે ઝાંઝર દેતાં વધામણા …. દાસ તમારા જાણી ….
ક્રિશ્ન કનૈયા, છેલ છોગાળા, યશોદાના લાલ રે
નામ તમારું, રોમે રોમે, રણકે મારા વ્હાલા રે .. દાસ તમારા જાણી …
જીવ જગતમાં, ભટકી આવ્યો શરણે તમારા રે,
અંતરયામી શ્રીજી બાવા રાખો તમારે ચરણે, દાસ તમારા જાણી…
શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દુ:ખિયાનાં દોષ, ના દિલ ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દરબારે આવ્યો આશ ધરી, નથી ખોટ તારે ભંડાર હરિ,
સુખ સંપતિ ચાહું ન, નાથ જરી, દેજે એવું કે, ના આવું ફરી
શ્રીજી સંતોષ ઉરે ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો… અવિનાશી …
નથી નામ સ્મર્યા, કદી યાદ કરી, નથી દર્શને આવ્યો ભાવ ધરી,
નથી યોગ કીધા, ન સમાધી ધરી, તોયે તુજ નયને ન રીસ જરી,
અંતર થી અળગો ના કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…. અવિનાશી …
મિથ્યા સંસારે સાર જોયો, સ્વપ્નાનાં સુખમાં હું મોહ્યો,
મનમેલ કદી મેં ના ધોયો, આવ્યો અવસર એળે ખોયો,
અણસમજણ, અંધારા હરજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અંતરયામી એક જ માંગુ, મોહ માયા નિંદ્રા થી જાગું,
તવ ચરણ કમળમાં અનુરાગુ, જપતાં તુજ નામ આ તન ત્યાગું,
શ્રીજી ચરણ કમળ મમ ધામ હજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો….
કરૂણા સાગર કરૂણા કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…..

*

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.