Category: Rasiya – રસિયા

Shriji-Lila…

By , March 19, 2011 9:18 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

શ્રીવ્રજદાસ નામના એક વ્રજવાસી ગોકુલની નજીક રાવલ ગામમાં રહેતા હતા. એક દિવસ તેઓ ગોકુલ આવ્યા. તેમણે શ્રીગુસાંઇજીને સેવક થવા વિનંતી કરી.

શ્રીગુસાંઇજીએ તેને નામ મંત્ર આપીને પુછ્યું : ‘તુ રાવલમાં રહીને શું કરે છે ?’

વ્રજદાસે કહ્યું : ‘મહારાજ, હું ગામની ગાયો ચરાવું છું.’

‘બહુ સારૂં. કોઇ કોઇ દિવસે મારી પાસે આવતો રહેજે.’

‘મહારાજ, હવે આપનો સેવક થયો છું. મારે રોજ આવવું જોઇએ. પણ રોજ આવવાનું તો બનશે નહી. કોઇ કોઇ દિવસે જરૂર આવીશ.’

એક વખત ફાગણના હોલીખેલના દિવસો હતા. વ્રજદાસ ગાયો ચરાવતો ચરાવતો દૂર, ચિંતાહરણ ઘાટ સુધી પહોંચી ગયો. ત્યાં ચારે બાજું ગાઢ વન હતું. એમાં તે ગાયોની પાછળ ફરતો હતો. અચાનક ત્યાં ગુલાલ વરસ્યો. પછી તો ગુલાલ, અબીલ, ચોખાથી આખી ધરતી છવાઇ ગઇ. તેનાં દર્શન કરતો કરતો તે આગળ ગયો. ત્યા જમીન પર એક રત્નજડિત પિચકારી પડેલી જોઇ.

પિચકારીને દંડવત કરી હાથમાં લીધી. મનમાં વિચાર કર્યો કે શ્રીગુસાંઇજીને સોંપી આવીશ. પછી તેણે ધરતી પરથી થોડો પ્રસાદી ગુલાલ, અબીર લીધો, તેમાં તેના વસ્ત્ર રંગ્યા. ધરતીને દંડવત કરી તે રાવલ આવ્યો.

રાતે તે શ્રીગુસાંઇજીને દંડવત કરવા ગોકુલ ગયો. શ્રીગુસાંઇજીને સર્વ હકીકત કહી. ગુલાલ-અબીરસ, ચોવા-ચંદન જે સાથ લાવ્યો હતો તે બતાવ્યાં. રંગેલા વસ્ત્ર બતાવ્યાં અને રત્નજડિત પિચકારી શ્રીગુસાંઇજીના શ્રીહસ્તમાં આપી.

શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી : ‘વ્રજદાસ, હમણાંને હમણાં અમારી સાથે ચાલ. તે સ્થલે અમને લઇજા.’

શ્રીગુસાંઇજી ઘોડે સવાર થયા. આગળ વ્રજદાસ પગે ચાલતા જાય અને પાછળ શ્રીગુસાંઇજી ધીમે ધીમે ઘોડા પર જાય. જ્યાં અબીર-ગુલાલ વરસ્યાં હતાં ત્યાં લઇ ગયો. શ્રીગુસાંઇજીએ સર્વ લીલાનાં દર્શન કર્યાં. પોતે તે રંગમાં લોટ્યા. થોડાં અબીર, ગુલાલ સાથે લીધાં અને રાત્રે વ્રજદાસને લઇને પાછા ગોકુલ પધાર્યા. વ્રજદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. પોતાની પાસે બેઠકમાં સુવડાવ્યો. સવારે પોતાનો પ્રસાદી કેસરી ઉપરણો, જેને ચોવા લાગ્યો હતો, તે વ્રજદાસને ઓઢાડીને આજ્ઞા કરી, તું રોજ આવતો રહેજે. વનમાં જાય અને આવાં અલૌકિક દર્શન થાય તો મને જાણ કરતો રહેજે.’

માટે વ્રજમાં શ્રીઠાકોરજીની લીલા નિત્ય છે. શ્રીઠાકોરજી જે પરમ ભગવદીય ઉપર કૃપા કરે તેને અલૌકિક લીલાનો અનુભવ અવશ્ય થાય છે.

***

સ્તોત્ર : શ્રી વલ્લભ અનુગ્રહ.કોમ

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Holi Rasiya…

By , February 28, 2010 1:17 am

indian_festival_QD13_l

આપ સહુને હોળીની વધાઈ ..!

…Vrindavan and Lord Krishna’s legend of courting Radha and playing pranks on the Gopis are also the essence of Holi. Krishna and Radha are depicted celebrating Holi in the hamlets of Gokul, Barsana and Vrindavan, bringing them alive with mischief and youthful pranks. Holi was Krishna and Radha’s celebration of love – a teasing, affectionate panorama of feeling and colour. These scenes have been captured and immoratalised in the songs of Holi: the festival that is also the harbinger of the light, warm, beautiful days of Spring.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..

ઇતતે આયે કુંવર કનૈયા
ઉત્તતે આઈ રાધા ગોરી રે રસિયા..

ઊડત ગુલાલ અબીલ કુમકુમ
કેશર ગાગર જોરીરે રસિયા..

બાજત તાલ મૃદંગ બાંસુરી
ઔર નગારકી જોરી રે રસિયા..

કૃષ્ણ જીવન રચી રામ કે પ્રભુસો
ફગુવા લિયો ભર જોરીરે રસિયા..

આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..
હોરી રે રસિયા બરજોરી રે રસિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર …!!

બ્રીન્દાવન મેં યમુનાતટ પર ખેલ રહ્યો નંદલાલ
મોર મુકુટ સોહે, કાને કુંડલ્, ઉડે અબીલ ગુલાલ ..!!

પિત પિતાંબર માંકો સોહે ચલે માધુરી ચાલ
ભર પિચકારી રંગ ભર મારે ગોપી ઔર ગ્વાલ…!!

ગ્વાલ બાળ કે સંગ સંગ દેખો આયે નંદકુમાર
સખીયન કે સંગ રાધે આઈ ..રાધે .. રાધે.. રાધે ..ચાલે હૈ મસ્ત ચાલ …!!

ફાગ કે રંગ મેં રંગ ગયે બ્રીજ જન, જાયે તનમન વાર
ઐસી શોભા વ્રજ કી દેખત,બલ બલ જાયે દાસ ..!!

હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર …!!

*

Holi

Holashtak

Holikotsav

Holi ki Badhai

*

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.