આ સંસારની દરેક મોહમાયામાં રાચીએ, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ..!
પરંતુ શ્રીજીનાં દર્શન માત્રથી સઘળી ચિંતાઓ છોડીને મન શાંત થઇ જાય છે ! શ્રીજીના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી !
શ્રીજી ચરણે પડી, માંગુ વિનંતી કરી, જપું તારા જાપો..
દયા કરી દર્શન શ્રીજી આપો..
શ્રીજી તમે છો તારણહારા, માફ કરીદ્યોને અવગુણ મારા
ભૂલ્યા ભટક્યા અમે, સાચા ભોમિયા તમે, મારગ બતાવો …દયા કરી ..
કૈક અધમોને શ્રીજી તમે તાર્યાં, વ્હાલા વૈષ્ણવોના કાજ સુધાર્યા
અમિયલ નજરું કરી, આપો સુમતિ ખરી, લાજ તમે રાખો …દયા કરી ..
અંતર આશા કરીને કોઈ આવે, એ નિરાશ કદીયે નાં જાવે
શ્રીજી દીનના દયાલ, પલ માં કરે બેડો પાર, નહિ જુદાપો .. દયા કરી …
અમને એક ભરોસો તમારો, શ્રીજી ચાહે જીવાડો કે મારો
સોપ્યું તમારા ચરણ, મારું જીવન મરણ, કાજ સુધારો .. દયા કરી દર્શન ..
શ્રીજી ચરણે પડી માંગુ વિનંતી કરી જપું તારા જાપો..
દયા કરી દર્શન શ્રીજી આપો
દયા કરી દર્શન શ્રીજી આપો,
દયા કરી દર્શન શ્રીજી આપો,
દયા કરી દર્શન શ્રીજી આપો….
***