મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
* Happy Friendship day *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજે જ્યારે સમગ્ર જગત મિત્રતા દિન ઉજવી રહ્યું છે, ત્યારે પ્રભુને એ જ પ્રાર્થના છે કે …
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે…!
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે…!
દીન દુ:ખીયાને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે…!
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું…!
માનવતાની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…!
*
Related Posts:

આ ઝરણુ તો હંમેશા મારા હ્રદયમાં છે ….આજે બે સ્વરોમાં સાંભળી આનંદ થયો !
હવે, ચેતના, ચંદ્રપુકાર પર આવીશ ને ?….ચન્દ્રવદન
http://www.chandrapukar.wordpress.com
પ્રસંગને અનુરુપ
ખૂબ સુંદર ગીત
અને
બે સ્વરમા
મધુર ગાયકી
તમામ મિત્રોને દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ
મિત્ર આપણા જીવનનો એક એવો ખુણો છે કે જો તે ના હોય તો જીંદગીમાં અંધારૂ જ અંધારૂ હોત. તેની સામે આપણે દરેક પ્રકારની આપણી લાગણીઓને ઠાલવી શકીએ છીએ. આપણા ભારે હૈયાને શાંત કરી શકીએ છીએ. જીવનના દરેક સુખ દુ:ખની અંદર તે આપણી સાથે એક પડછાયાની જેમ ઉભો રહે છે. જો જીવનમાં કોઈ મોટી આપત્તિ આવી પડે તો આપણને સાંત્વના આપે છે. મારી દિકરી યામિનીની રચના
ખોવાઈ ચાલી દોસ્તો
લાગણી કોરાઈ ચાલી દોસ્તો.
જિંદગી ખોવાઈ ચાલી દોસ્તો.
કોઈ લક્ષ્મણ પણ નથી સામે છતાં-
રેખા દોરાઈ ચાલી દોસ્તો .
યાદનાં અશ્રુને તો રોકો હવે,
આંખડી ઢોળાઈ ચાલી દોસ્તો.
દિલ મહીં જે સાચવી રાખી હતી ,
વાત એ બોલાઈ જાતી દોસ્તો.
એમ ન માનો કે ઘર ખંડેર છે,
બારી ખુદ ડોકાઈ ચાલી દોસ્તો
મિત્રતા હાથ અને આંસુ જેવી છે
જ્યારે હાથ ને વાગે છે ત્યારે આંસુ આવે છે
જ્યારે આંસુ આવે છે ત્યારે હાથ આંસુ લુછવા ઉપર ઉઠે છે
A good friendship does not depend
on how good understanding we have.
But it depends on how better
we avoid Misunderstandings.
WISHING YOU A VERY HAPPY FRIENDSHIP DAY
ખૂબ સરસ. અગાઉ આ ગીત ઘણી વાર સાંભળ્યું છે પણ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે સાંભળીને વધુ ગમ્યું.
Stars have 5 ends,squares have 4 ends,triangles have 3 ends,lines have 2 ends,life has 1 end and I think friendship has no end.
મૈત્રીભાવનું આ પવિત્ર ઝરણું સમગ્ર વિશ્વના દરેકેદરેક હ્રદયનાં ખૂણે-ખૂણાને પલાળતું અવિરત વહ્યાં કરે એજ ભાવના.
મૈત્રી મુબારક.
જુનું,જાણીતું અને મનગમતુ સુંદર ગીત..મૈત્રી-દિન મુબારક ચેતના.
Happy Friendship Day, Di.
આશા છે કે આવી મિત્રતા મળતી રહે, જળવાતી રહે અને ઉજવાતી રહે.
ચેતુદીદી,
હેપ્પી ફ્રેન્ડશીપ ડે..
yup, Agree with Khyati… God bless ‘Our Gang’ with love, care n TIME for each other..!!
Pragya Aunty,
really like ur Daughter’s poem… very very good… convy my msg to her pls… thnx…
[...] મૈત્રીભાવનું પવિત્ર ઝરણું… - [...]
This stavan/stuti is written by Acharya shri Citrabhanu maharaj saheb.
Nice collection. great efforts
hiral