home-purple

નથી હું મીરાં કે…

***

મિત્રો, આજના જેટયુગ સોરી, નેટયુગમાં આપણે હવે ઈશ્વરને પણ નેટ જગતમાં પ્રગટ થવા આમંત્રણ ( ફ્રેન્ડ રિક્વેસ્ટ ) મોક્લવી પડે એવુ નથી લાગતુ ?

આવી જ એક વાત ગુજરાતી બ્લોગજગતના માનનીય સભ્ય શ્રી-દેવિકાબેનનાં શબ્દોમાં પ્રસ્તુત છે.

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,

તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,

નથી હું મીરાં કે નથી કોઇ રાધા,

શબરી નથી કે કરું બોર હું અજીઠાં.

મારે તો વનરાવન કે મથુરા,

કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !

તેથી ફરું હું તો નેટના જગતમાં,

તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?

આવીને મળે તો માનું અહીં વેબમાં,

જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,

વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,

આરતી ઉતારીને લઇશ ઓવારણા.

પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,

પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,

અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,

છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.

છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,

ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,

તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના..!!

***

– દેવિકાબેન ધૃવ ( USA )

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

5 Responses to નથી હું મીરાં કે…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. પ્રાર્થના કરું કે તમારા જેવા સ્વપ્નો સૌને આવે !
    આભાર દેવીકાદીદી……જય શ્રી કૃષ્ણ ……….!!

  2. Sangita says:

    Wah Devikaben! Nice dream and even nicer picture of lady (not Meera, Not Radha) with Morpinchh!

  3. છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
    છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
    ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
    શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
    તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના..!!

    સરસ

  4. riddhi.bharat says:

    sundar kalpana

  5. Kishor Kania says:

    સરસ. અમદાવાદના કવિ કૃષ્ણ દવેનું કાવ્ય યાદ આવી ગયું. વાંસલડી દોટ કોમ, મોરપીછા દોટ કોમ, દોટ કોમ વ્રીન્દાવન આખું , કાnaની વેબ સૈઘ્ત એટલી વિશાલ કે કયા કયા નામ એમાં નાખું
    . સાંભળવા ટહુકો દોટ કોમમાં કૃષ્ણ દવે ના કાવ્યો જોશો તો મળશે.
    KISHOR