Samnvay

comments Comments Off
By Chetu, February 29, 2008 6:00 am

 
ganeshji

શ્રી કનકેશ્વરીય નમ:

જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ – સંગીત – સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!

શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ – પૂજા – સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!

શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો – ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!

jyoti

Shriji

comments Comments Off
By Chetu,

Recent Posts

Govind Hari… ( શ્રદ્ધાંજલી ) - Thu, 03 Nov 2011
તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે...એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!

Laav Hatheli… - Tue, 01 Nov 2011
લાવ હથેળી શ્યામ લખી દઉં...

Mero Pyaro… - Wed, 26 Oct 2011
આજના આ મંગળદિને સમન્વયને એક અનેરું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે....

Sakhi samvaad… - Tue, 18 Oct 2011
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ....

Paraniyu… - Mon, 22 Aug 2011
પારણિયું બંધાય જશોદાજી ગાય...

Sur~Saragam

comments Comments Off
By Chetu,

Recent Posts

Paan Lilu Joyu… (સૂર~સાધના) - Tue, 01 Nov 2011
કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે ...

Teri meri prem… - Sun, 30 Oct 2011
કહે છે ને કે પ્રણય અહેસાસને, તેની સંવેદનાઓ - તડપને શબ્દોમાં આલેખી શકાતા નથી, પણ આ વિડીયોમાં બે આત્માના ઐક્યને તથા તેમની દરેક સંવેદનાઓને આકૃતિ દ્વારા આલેખીને દર્શાવેલ છે..એક છે પ્રેમનું સ્થુળ સ્વરુપ, તો બીજુ તેના અહેસાસ રુપે સફેદ રંગની આકૃતિમાં....

Kiya hai pyaar… (સૂર~સાધના) - Wed, 12 Oct 2011
પોતાનું પ્રિય પાત્ર, કે જેના માટે પૂરી ઝિંદગી સમર્પિત કરી દીધી હોય એ અચાનક...

Chitthi na koi… - Mon, 10 Oct 2011
ભારતના એક અનેરા રત્ન સમાન ગઝલ ગાયક નો જીવનદીપ બુઝાઈ...

Zulan morli… - Sat, 01 Oct 2011
ઝુલણ મોરલી વાગી રે..

Anokhubandhan

comments Comments Off
By Chetu,

Recent Posts

વીણેલા મોતી… - Mon, 19 Dec 2011
ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી..

તમે કોઈ દિવસ… - Tue, 01 Nov 2011
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં..માથુ મૂકીને રડ્યા છો ?...

જીવન એક… - Sat, 29 Oct 2011
આપણુ જીવન એક ...

નથી હું મીરાં કે… - Tue, 18 Oct 2011
નથી હું મીરાં કે નથી કોઇ રાધા...

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા… - Sun, 09 Oct 2011
ગુજરાતી બ્લોગ જગત માટે સર્વ પ્રથમ ''શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા'' શરૂ ...

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.